માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ

Posted On: 21 MAR 2022 3:43PM by PIB Ahmedabad

વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ફ્રાન્સના પક્ષે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી કેમ્પસ સ્થાપવામાં રસ દર્શાવ્યો છે.

વધુમાં, ઇસ્ટીટુટો મેરાંગોની (ઇટાલી) એ ભારતમાં એક વિદેશી, સંપૂર્ણ સ્વતંત્ર હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ડિઝાઇનની સ્થાપના કરવા માટે રસ દર્શાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય કેમ્પસ ભારત અને પડોશી દેશોના વિદ્યાર્થીઓને વૈશ્વિક ધોરણોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક્સપોઝર આપશે.

2022-23ના બજેટ ભાષણ દરમિયાન, એવી જાહેરાત કરવામાં આવી છે કે ગિફ્ટ સિટીમાં વિશ્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને સ્થાનિક નિયમો સિવાય, IFSCA દ્વારા નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજી માટે ઉચ્ચ સ્તરના માનવ સંસાધનોની ઉપલબ્ધતાની સુવિધા માટે. ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના અભ્યાસક્રમો ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. 

આ માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી ડો. સુભાષ સરકારે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1807664) Visitor Counter : 181


Read this release in: English , Urdu , Bengali