માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
ચાર વર્ષથી ઓછી વયના બાળકો માટે, બાઈક પર બેસીને જવા કે મોટર સાઈકલ પર કોઈના દ્વારા લઈ જવાના મામલે સુરક્ષા ઉપાયો માટે નોટિફિકેશન જારી કર્યુ
Posted On:
16 FEB 2022 2:11PM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 15 ફેબ્રુઆરી, 2022ના નોટિફિકેશનના માધ્યમથી સીએમવીઆર, 1989ના નિયમ 138મા સંશોધન કર્યુ છે અને ચાર વર્ષથી ઓછી વયના બાળકો માટે, મોટર સાઈકલ પર બેસીને જવા કે મોટર સાઈકલ પર કોઈના દ્વારા લઈ જવાના મામલે સુરક્ષા ઉપાયો માટે નિયમોનું નિર્ધારણ કર્યુ છે. તેને મોટર વાહન કાયદાની કલમ 129 અંતર્ગત અધિસૂચિત કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર, નિયમો અનુસાર, ચાર વર્ષથી ઓછી વયના બાળકો માટે, મોટર સાઈકલ પર બેસીને જવા કે મોટર સાઈકલ પર કોઈના દ્વારા લઈ જવાના મામલે સુરક્ષા ઉપાયોની જોગવાઈ કરી શકે છે. આ ઉપરાંત, તે સુરક્ષા બેલ્ટ અને સુરક્ષા હેલમેટના ઉપયોગને નિર્દિષ્ટ કરે છે. આ એવી મોટર સાઈકલોની ગતિને 40 કિમી પ્રતિ કલાક સુધી સીમિત રાખવાની પણ જોગવાઈ કરે છે.
આ નિયમ, કેન્દ્રીય મોટર વાહન (દ્વિતિય સંશોધન) નિયમ, 2022ના પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી અમલી થશે.
ગેજેટ નોટિફિકેશન માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798786)
Visitor Counter : 268