પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
સરકાર ક્રૂડ ઓઈલના ભાવની અસ્થિરતા અંગે ભારતની ગંભીર ચિંતાઓ જણાવવા માટે ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો, ઓપેક અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોના વડાઓ સાથે દ્વિપક્ષીય રીતે વાતચીત કરી રહી છે.
Posted On:
07 FEB 2022 4:01PM by PIB Ahmedabad
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) દ્વારા પ્રકાશિત વર્લ્ડ ઓઈલ આઉટલુક 2021માં અનુમાન લગાવાયું છે કે ઓઈલની ભારતમાં માગ 2021 માં આશરે 4.9 મિલિયન બેરલ પ્રતિ દિવસની હતી તેની સરખામણીમાં 2045 સુધીમાં 11 મિલિયન બેરલ પ્રતિ દિવસની આસપાસ પહોંચવાની અપેક્ષા છે.
સરકાર તમિલનાડુ સહિત દેશની ઊર્જા સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં અન્ય બાબતોની સાથે, ભારતના તમામ રાજ્યોમાં ઓઈલ અને ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારીને, નવા દેશો અને પ્રદેશોમાં આયાત સ્ત્રોતોનું વૈવિધ્યીકરણ કરીને; અને ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP), સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન (SATAT) વગેરે જેવી યોજનાઓ દ્વારા ઇથેનોલ, કોમ્પ્રેસ્ડ બાયો ગેસ, હાઇડ્રોજન વગેરે જેવા ઉભરતા ઇંધણમાં પરંપરાગત હાઇડ્રોકાર્બનની બહાર ઉર્જા સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા જેવા કદમો સામેલ છે.
આ ઉપરાંત, સરકાર આ મુદ્દો દ્વિપક્ષીય રીતે OPEC સાથે ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોના વડાઓ સાથે ક્રૂડ ઓઈલના ભાવની અસ્થિરતા અંગે ભારતની ગંભીર ચિંતાઓ અને ગ્રાહક દેશો માટે જવાબદાર અને વાજબી કિંમતો માટે ભારતની મજબૂત પસંદગી માટે પણ ઉઠાવી રહી છે
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1796163)
Visitor Counter : 230