પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે
પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરવા અને ખેડૂતોને તેના લાભોની જાણકારી આપવા માટે શિખર સંમેલન
ખેડૂત કલ્યાણ અને તેમની આવક વધારવાની દિશામાં પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ
Posted On:
14 DEC 2021 4:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના આણંદમાં સવારે 11 વાગ્યે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરશે. શિખર સંમેલન પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉપાયોને અપનાવવાના લાભો વિશે તમામ આવશ્યક જાણકારી આપવામાં આવશે.
સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. આ ઉત્પાદકતામાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. જેથી ખેડૂત પોતાની કૃષિ ક્ષમતાને મહત્તમ કરી શકે. સરકારે કૃષિમાં પરિવર્તન લાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે અનેક ઉપાયો શરૂ કર્યા છે. સિસ્ટમની સ્થિરતા, ખર્ચમાં ઘટાડો, બજારો સુધી પહોંચ અને ખેડૂતોને ઉત્તમ કિંમત પ્રાપ્ત થાય એ માટે અગ્રણી પહેલોને પ્રોત્સાહન આપવા અને સમર્થન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી ખરીદાયેલા ઈનપુટ પર ખેડૂતોની નિર્ભરતાને ઓછી કરવા માટે એક આશાજનક ઉપકરણ છે અને પરંપરાગત ક્ષેત્ર આધારિત ટેકનિકો પર વિશ્વાસ રાખીને કૃષિના ખર્ચને ઓછો કરે છે, જેનાથી માટીના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. દેશી ગાય, તેનું છાણ અને મૂત્ર એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જેનાથી ખેતર પર વિવિધ ઈનપુટ બનાવાય છે અને માટીને જરૂરી પોષક તત્વ પ્રદાન કરે છે. અન્ય પરંપરાગત પ્રથાઓ જેમકે બાયોમાસની સાથે માટીને મેળવવી અથવા વર્ષ ભર માટીને હરિત આવરણથી ઢાંકીને રાખવી, એટલે સુધી કે ખૂબ ઓછા પાણીની સ્થિતિમાં પણ તેના એડોપ્શનના પ્રથમ વર્ષથી પણ સતત ઉત્પાદકતા સુનિશ્ચિત કરે છે.
એવી રણનીતિઓ પર ભાર આપવા અને દેશભરના ખેડૂતોને સંદેશો આપવા માટે, ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવાની સાથે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરી રહી છે. ત્રિદિવસીય શિખર સંમેલનનું આયોજન 14થી 16 ડિસેમ્બર, 2021 સુધી કરવામાં આવી રહ્યું છે. તેમાં 5000થી વધુ ખેડૂતો સામેલ થઈ રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાઓ જેમકે આઈસીએઆર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને એટીએમએ (એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) જેવા રાજ્યોમાં વ્યાપેલા નેટવર્કસ સાથે પણ તેઓ જોડાઈ શકશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1781400)
Visitor Counter : 294
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam