મંત્રીમંડળ
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએવાય-જી)ને માર્ચ 2021થી આગળ માર્ચ 2024 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
આનાથી ગ્રામીણ વિસ્તારોમાં સૌને માટે આવાસ સુનિશ્ચિત થશે
આ યોજના હેઠળ કુલ 2.95 કરોડ ઘરોનાં લક્ષ્યાંકની મર્યાદામાં બાકી રહેલાં 155.75 ઘરોનાં બાંધકામ માટે નાણાકીય મદદ પૂરી પડાશે
આના માટે નાણાકીય સંડોવણી ₹ 2,17,257 કરોડ રહેશે જેમાંથી કેન્દ્રનો હિસ્સો ₹ 1,25,106 કરોડ છે
प्रविष्टि तिथि:
08 DEC 2021 4:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએવાય-જી)ને માર્ચ 2021થી આગળ ચાલુ રાખવા માટેની ગ્રામીણ વિકાસ વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે જેમાં આ યોજના હેઠળ કુલ 2.95 કરોડ ઘરોનાં લક્ષ્યાંકની મર્યાદામાં 31મી માર્ચ, 2021ના રોજ બાકી રહેલાં 155.75 લાખ ઘરોનાં બાંધકામ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની છે.
કેન્દ્રીય મંત્રીમંડળે આપેલી મંજૂરીની વિગતો આ મુજબ છે:
- કુલ 2.95 કરોડ ઘરોનાં સંચિત લક્ષ્યાંકની મર્યાદામાં બાકી રહેલાં ઘરો પૂર્ણ કરવા હાલના નિયમો મુજબ પીએમએવાય-જીને માર્ચ 2021થી આગળ માર્ચ 2024 સુધી ચાલુ રાખવી.
- પીએમએવાય-જી હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 2.95 કરોડ ઘરોનાં કૂલ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે બાકી રહેલાં 155.75 લાખ ઘરોનાં બાંધકામ માટે કુલ નાણાકીય સંડોવણી ₹ 2,17,257 કરોડ (કેન્દ્રનો હિસ્સો ₹ 1,25,106 કરોડ અને રાજ્યનો હિસ્સો ₹ 73475 કરોડ) અને નાબાર્ડને વ્યાજ ફેરચૂકવણી માટે ₹ 18,676 કરોડની વધારાની જરૂરિયાત છે.
- ઈબીઆર તબક્કાવાર દૂર કરવા અને ગ્રોસ બજેટરી સપોર્ટ (જીબીએસ) મારફત સમગ્ર યોજનાના ફંડિંગ અંગેનો નિર્ણય નાણાં મંત્રાલય સાથે મસલત કરીને લેવાનો રહેશે.
- દરેક નાના રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને આસામ તેમજ ત્રિપુરા સિવાયના ઉત્તર-પૂર્વી રાજ્યો અને જમ્મુ અને કાશ્મીર સિવાયના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને છૂટાં કરાયેલાં 1.70%ના વહીવટી ભંડોળના ઉપરાંત, વહીવટી ભંડોળના કેન્દ્રીય હિસ્સા (2 ટકાના કુલ વહીવટી ફંડમાંથી 0.3 ટકા)માંથી વધારાનું ₹ 45 લાખનું વહીવટી ભંડોળ વાર્ષિક છૂટું કરવું.
- પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ) અને નેશનલ ટેકનિકલ સપોર્ટ એજન્સી (એનટીએસએ) નાણાકીય વર્ષ 2023-24 સુધી ચાલુ રાખવું.
લાભો:
માર્ચ, 2024 સુધી આ યોજના ચાલુ રહેવાથી એ સુનિશ્ચિત થશે કે પીએમએવાય-જી હેઠળ 2.95 કરોડ ઘરોનાં એકંદર લક્ષ્યાંકની મર્યાદામાં બાકીના 155.75 લાખ ઘરોને ગ્રામીણ વિસ્તારોમાં ‘સૌને આવાસ’નો હેતુ સિદ્ધ કરવા પ્રાથમિક સુવિધાઓ સાથે પાકા મકાનોનાં બાંધકામ માટે મદદ પૂરી પડાશે.
29મી નવેમ્બર, 2021 મુજબ, કુલ 2.95 કરોડનાં લક્ષ્યાંકમાંથી 1.65 કરોડ પીએમએવાય-જી મકાનો બાંધવામાં આવ્યાં છે. એવો અંદાજ છે કે 2.02 કરોડ ઘરો, જે 2011ની વસ્તી ગણતરી (એસઈસીસી 2011)ના ડેટાબેઝ કાયમી પ્રતિક્ષા યાદીની લગભગ સમાન છે એ 15મી ઑગસ્ટ, 2022ની આખરી મહેતલ પહેલાં પૂર્ણ થશે. આથી, કુલ 2.95 કરોડ ઘરોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા આ યોજના માર્ચ, 2024 સુધી ચાલુ રાખવાની જરૂર છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1779370)
आगंतुक पटल : 377
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam