આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

નેશનલ એપ્રેન્ટિસશિપ તાલિમ યોજના વધુ પાંચ વર્ષ માટે ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી


નેશનલ એપ્રેન્ટિસશિપ તાલિમ યોજના હેઠળ એપ્રેન્ટિસશિપની તાલિમ મેળવનારા લોકોને રૂ. 3054 કરોડની સ્ટાઈપેન્ડની સહાય પૂરી પાડવામાં આવશે

ઉદ્યોગ અને વાણિજયિક સંગઠનો આશરે 9 લાખ એપ્રેન્ટિસને તાલિમ આપશે

Posted On: 24 NOV 2021 3:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય મંત્રીમંડળ સમિતિએ શિક્ષણ વિભાગની, નેશનલ એપ્રેન્ટિસશિપ તાલિમ યોજના (એનએટીએસ) હેઠળ તાલિમ મેળવનારને વર્ષ  2021-22થી વર્ષ 2025-26 સુધી (એટલે કે તા. 31-3-2026 સુધી) રૂ. 3054 કરોડની સ્ટાઈપેન્ડની સહાયને મંજૂરી આપી છે.

ઉદ્યોગ અને વાણિજયિક સંગઠનો આશરે 9 લાખ એપ્રેન્ટિસને તાલિમ આપશે. એનએટીએસ એ ભારત સરકારની સુસ્થાપિત યોજના છે અને તેનાથી સફળતાપૂર્વક એપ્રેન્ટિસશિપ તાલિમ મેળવનારા વિદ્યાર્થીઓની નોકરી મેળવવાની પાત્રતામાં વધારો થયો છે.

જે એપ્રેન્ટિસે  એન્જીન્યરીંગ, માનવવિદ્યાઓ, વિજ્ઞાન અને વાણિજયમાં  સ્નાતક કે ડિપ્લોમા પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોય તેમને દર મહિને અનુક્રમે રૂ. 9, 000 અને રૂ. 8,000નુ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

સરકારે આગામી 5 વર્ષ માટે રૂ. 3,000 કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જે અગાઉના 5 વર્ષમાં ખર્ચવામાં આવેલા રકમ કરતાં 4.5 ગણી છે. એપ્રેન્ટિસશિપ માટે કરવામાં આવેલો આ વધુ ખર્ચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને વેગ આપવાની નીતિ મુજબ  કરવામાં આવ્યો છે.

સરકારની  " સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ " ઉપર ભાર મુકવાની નીતિ હેઠળ એનએટીએસનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવ્યો છે. એન્જીન્યરિંગના પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપરાંત માનવવિદ્યાઓ, વિજ્ઞાન અને વાણિજયના વિદ્યાર્થીઓને પણ આ યોજના હેઠળ સમાવી  લેવામાં આવ્યા છે. આ યોજનાથી કૌશલ્યની વ્યવસ્થાને મજબૂત બનાવીને કૌશલ્યનું સ્તર ઉંચુ લઈ જવાનુ ધ્યેય છે. આને પરિણામે આગામી 5 વર્ષમાં અંદાજે  7 લાખ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે.

એનએટીએસ 'પ્રોડકશન લીંક્ડ ઈન્સેન્ટિવ' યોજના હેઠળ મોબાઈલ મેન્યુફેકચરિંગ, ફાર્મા સેકટર, મેડિકલ ડિવાઈસિસ મેન્યુફેકચરિંગ, ઈલેકટ્રોનિક/ટેકનોલોજી ઑટોમોબાઈલ્સ જેવાં ઉભરતાં ક્ષેત્રોમાં એપ્રેન્ટિસશિપ પૂરી પાડવામાં આવશે.  આ યોજના હેઠળ ગતિ શક્તિ હેઠળ જેની ઓળખ કરાઈ છે તેવાં કનેક્ટિવિટી/લોજીસ્ટિક્સ જેવાં ઔદ્યોગિક ક્ષેત્રો માટે કુશળ માનવ બળ તૈયાર કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1774673) Visitor Counter : 191