માહિતી અને પ્રસારણ મંત્રાલય
“ધ સ્પેલ ઓફ પર્પલ” મહિલાઓની હિંમતનો જશ્ન મનાવે છેઃ નિર્દેશક પ્રાચી બજાણિયા
ફિલ્મ “ધ સ્પેલ ઓફ પર્પલ” મહિલાઓની હિંમતનો જશ્ન મનાવે છે, પરંતુ આ એ થાકની વાત પણ કરે છે જે પિતૃસત્તા સામે સતત સંઘર્ષ કર્યા પછી તેમાં આવી જાય છે. આ ફિલ્મના નિર્દેશક પ્રાચી બજાણિયાએ કહ્યું કે અમારે ત્યાં હજારો મહિલાઓની સંપત્તિ હડપવા માટે કે તેમને પરેશાન કરવા માટે તેના પર ડાકણનું લેબલ લગાવી દેવામાં આવે છે અને આ ફિલ્મ આદિવાસી ગુજરાતમાં એક નાના પ્રદેશમાં પિતૃસત્તાની તાકાતો વિરુદ્ધ આ જ મહિલાઓ (IFFI-52)માં એક પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા હતા અને તેમની સાથે ફિલ્મના સિનેમેટોગ્રાફર રાજેશ અમારા રાજન પણ ઉપસ્થિત હતા.
આ ફિલ્મનો વિચાર નિર્દેશકને ત્યારે આવ્યો જ્યારે તેઓ અંબી દુમાલાના જંગલોમાંથી સફર કરી રહ્યા હતા. અંબી દુમાલાના આ જંગલોમાં તેમણે જે 10 સેકન્ડનું એક લોકગીત સાંભળ્યું, તેના સ્ત્રોતની શોધ ફિલ્મ “ધ સ્પેલ ઓફ પર્પલ”ના નિર્માણ પર આવીને અટકી.
આ ફિલ્મના શીર્ષકની પાછળની પ્રેરણા વિશે વાત કરતા નિર્દેશક પ્રાચીએ કહ્યું કે રીંગણી રંગ જાદુ અને રહસ્યવાદ સાથે જોડાયેલ છે. પ્રાચી આ રંગનો ઉપયોગ આ વિષયની થીમ પર વાત કરવા માટે અને સાથે જ એ દર્શાવવા માટે કરવા માગતા હતા કે મહિલાઓ આ મુશ્કેલીઓ પછી અત્યારે પણ ખીલી રહી છે.
પ્રાચીએ કહ્યું કે મહિલાઓને ચુડેલ અથવા ડાકણ તરીકે લેબલ કરવાની અનેક કોશિશો તેમની સંપત્તિ ઝૂંટવી લેવા કે તેમનું જાતીય શોષણ કરવાના ઈરાદાથી થાય છે.
તેમણે કહ્યું, “આ ફિલ્મ હિંમતનો જશ્ન મનાવે છે, પરંતુ એ થાક વિશે પણ વાત કરે છે જે સતત શોષણનો સામનો કરીને તેઓમાં આવી જાય છે. આ ફિલ્મ સંદેશો આપે છે કે પ્રેમ કરવામાં જ આઝાદી છૂપાયેલી છે.”
ગુજરાતીમાં આ ફિલ્મનું મૂળ શીર્ષક “ખીલશે તો ખરા” છે, જે એ દર્શાવે છે કે સમાજમાં તમામ અવરોધો અને ખરાબ તાકાતો પછી પણ મહિલાઓ ખીલશે.
નિર્દેશક પ્રાચીએ કહ્યું કે ગુજરાતી ફિલ્મોને પ્રથમ માત્ર ગ્રામીણ કેન્દ્રોમાં જ દર્શાવાતી હતી, પરંતુ હવે 2012-13 પછીથી શહેરી કેન્દ્રોમાં પણ તેમનું પ્રદર્શન થવા લાગ્યું છે અને તેઓ ધીમે ધીમે ત્યાં લોકપ્રિય થઈ રહી છે.
ફિલ્મના ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી રાજેશ અમારા રાજને કહ્યું કે તેમણે પોતાના લેન્સથી વોયેરિસ્ટિક ગેજ માટે પુરૂષની વૃતિને કેપ્ચર કરવાની કોશિશ કરી કે જે ફિલ્મમાં ચિત્રિત છે.
સૃજના અદુસુમલ્લી (એડિટર), જિક્કુ જોશી (સાઉન્ડ ડિઝાઈનર) અને શિખા બિષ્ટ (પ્રોડક્શન ડિઝાઈનર)એ પણ મીડિયા સાથે વાતચીત કરી.
ઈફ્ફી-52માં ભારતીય પેનોરમાના નોન-ફિચર ફિલ્મ સેક્શનમાં દર્શાવાયેલી આ ફિલ્મ એફટીઆઈઆઈ, પૂણેમાં તેમના તાલીમના ભાગરૂપે બનાવાયેલી સ્નાતક ફિલ્મ હતી.
ફિલ્મ “ધ સ્પેલ ઓફ પર્પલ” વિશે
આદિવાસી ગુજરાતમાં એક નાના ખેતરની માલિકણ ઈનાસ ઈર્ષ્યાળુ પડોશીઓનાં નિશાન પર છે જેઓ તેને ચુડેલ કહે છે. તે ડરથી ઘેરાયેલી છે અને અન્ય મહિલાઓમાં તાકાત શોધે છે. આ અન્ય મહિલાઓ છે એકલતા સામે ઝઝૂમી રહેલી એક નવી માતા અને એક યુવા વિવાહિત મહિલા છે જે પોતાના જીવનની ઉથલપાથલનો સામનો કરવા મજબૂર હોય છે. આ મહુઆના જંગલ તેમની ગુપ્ત વાતચીતનું મૂક સાક્ષી બને છે, જે ક્યારેક પ્રાચીન લોકગીતો દ્વારા વાત કરે છે. આ ફિલ્મ એ ઊંડાણમાં બેઠેલા થાકને પણ દર્શાવવાની કોશિશ કરે છે જે ઘણીવાર એવી મહિલાઓનાં રોજિંદા સાહસની પાછળ હોય છે.
નિર્દેશક: પ્રાચી બજાણિયા
નિર્માતા: એફટીઆઈઆઈ/ભૂપેન્દ્ર કેંથોલા
પટકથા: પ્રાચી બજાણિયા
ડીઓપી: રાજેશ અમારા રાજન
સંપાદક: સૃજના
કલાકાર: સ્વાતિ દાસ, શ્રદ્ધા કૌલ, વિદિશા પુરોહિત
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1773992)
Visitor Counter : 281