આઈએફએસસી ઓથોરિટી
azadi ka amrit mahotsav

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બર 2021ના રોજ IFSCAના ઇન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે


ઇન્ફિનિટી ફોરમ ભારતનો સરહદોથી પાર ફિનટેક કાર્યક્રમ છે

Posted On: 19 NOV 2021 3:53PM by PIB Ahmedabad

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 3 ડિસેમ્બર 2021ના રોજ ફિનટેક પર આધારિત 2 દિવસીય વિચાર નેતૃત્વ મંચ “ઇન્ફિનિટી ફોરમ”નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન 3 અને 4 ડિસેમ્બર 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA) દ્વારા ભારત સરકાર (GoI)ના નેજા હેઠળ, ગિફ્ટ સિટી અને બ્લૂમબર્ગના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે આ ફોરમના પ્રથમ સંસ્કરણમાં ભાગીદાર દેશો છે.

આદરણીય પ્રધાનમંત્રીએ અગાઉ એક અલગ પ્રસંગ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ફિનટેક અને ઇન્ડસ્ટ્રી 4.0નું ભવિષ્ય ભારતમાં ઉદયમાન થઇ રહ્યું છે. જેવી રીતે ભારત અન્ય લોકો પાસેથી શીખશે તેવી જ રીતે અમે અમારા અનુભવો અને કૌશલ્યોનું દુનિયા સાથે આદાનપ્રદાન કરીશું. કારણ કે, જેનાથી ભારત ચાલે છે તેનાથી અન્ય લોકોને પણ આશા બંધાયેલી છે. અને, અમે ભારત માટે સપનું જોઈએ છીએ કે, અમે પણ દુનિયા માટે કંઈક કરવા માંગીએ છીએ. આ સૌના માટે સહિયારી સફર છે.

ઇન્ફિનિટી ફોરમ IFSCAનો મુખ્ય નાણાકીય ટેકનોલોજી અને વૈશ્વિક વિચાર નેતૃત્વ કાર્યક્રમ છે જ્યાં દુનિયાભરની સમસ્યાઓને દબાવીને, પ્રગતિશીલ વિચારો, આવિષ્કારી ટેકનોલોજીઓ શોધવામાં આવે છે, તેના પર ચર્ચા કરવામાં આવે છે અને તેને ઉકેલોમાં વિકસાવવામાં આવે છે તેમજ સહિયારા વિકાસ અને મોટાપાયે માનવજાતની સેવા કરવા માટે ફિનટેક ઉદ્યોગ દ્વારા ટેકનોલોજી અને આવિષ્કારોનો લાભ ઉઠાવી શકાય તે અંગે ચર્ચા કરવા અને પગલાં લઇ શકાય તેવા વિચારો રજૂ કરવા માટે તે નીતિ, વેપાર અને ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી બૌદ્ધિકોને એકજૂથ કરે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક મુખ્ય વક્તાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી શ્રી મુકેશ અંબાણી છે; સોફ્ટબેંકના ચેરમેન અને સીઈઓ શ્રી માસાયોસી સન અને ઇન્ફોસિસના સહસ્થાપક શ્રી નંદન નિલેકણી છે.

અગાઉ કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં સંબોધન આપતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે GIFT IFSC ખાતે “વિશ્વ કક્ષાના ફિનટેક હબ”ને સહકારની જાહેરાત કરી હતી જે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) છે. IFSCA એ ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSC)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટેનું એક સત્તામંડળ છે.

IFSCAની ઇન્ફિનિટી ફોરમ વેબસાઇટ લાઇવ કરવાના પ્રસંગે IFSCAના ચેરપર્સન શ્રી ઇન્જેતિ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્રોના સંયુક્ત નિયામક તરીકે, IFSCA વૈશ્વિક સ્તરે નાણાકીય સેવા ઉદ્યોગને આગળ ધપાવવા અને તેનો વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારી મુખ્ય ઇન્ફિનિટી ફોરમ પરસ્પર સહકારની ભાવના સાથે આ ઉદ્યોગના અસિમિત ભવિષ્યની શોધ કરવા માટે વૈશ્વિક ફિનટેક ઉદ્યોગના તમામ મુખ્ય હિતધારકોને એકસાથે લાવવાની દિશામાં અમારા પ્રયાસોનો એક હિસ્સો છે. હાલમાં, ભારતીય ફિનટેક ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે, માટે આપણા ભાગીદાર રાષ્ટ્રો અને અન્ય લોકોને આપવા માટે અને જેમણે નાણાકીય ઉપરાંત આવિષ્કાર માટે સફળતાપૂર્વક ફિનટેકનો લાભ લીધો છે તેમની પાસેથી શીખવા માટે અમારી પાસે ઘણું બધું છે.

 

આ ફોરમના એજન્ડામાં ‘બિયોન્ડ’ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં વિવિધ પેટા થીમ પણ સામેલ કરવામાં આવી છે, જેમકે:

  1. નાણાકીય સર્વસમાવેશીતાને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક હિસ્સાના વિકાસમાં ભૌગોલિક સરહદોથી પાર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારો અને વ્યવસાયો સાથે ફિનટેક બિયોન્ડ બાઉન્ડ્રીઝ;
  2. દીર્ઘકાલિન વિકાસને આગળ ધપાવવા માટે સ્પેસટેક, ગ્રીનટેક અને એગ્રીટેક જેવા ઉભરતા ક્ષેત્રો સાથે એક કેન્દ્રિતા સ્થાપિત કરીને ફિનટેક બિયોન્ડ ફાઇનાન્સ; અને
  3. ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ કેવી રીતે ભવિષ્યમાં ફિનટેક ઉદ્યોગની પ્રકૃતિને અસર કરી શકે છે અને નવી તકોને પ્રોત્સાહન આપી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને ફિનટેક બિયોન્ડ નેક્સ્ટ. દરેક થીમ આ કાર્યક્રમની સર્વોચ્ચ ભાવનાને અનુરૂપ ફિનટેકના ક્ષેત્રનું સીમાઓથી આગળ વિસ્તરણ કરે છે.

 

ઇન્ફોસિસના સહસ્થાપક અને ચેરમેન શ્રી નંદન નિલેકણીએ આ કાર્યક્રમના એજન્ડા વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “ઈન્ડિયા સ્ટેક (ભારતના હિસ્સા)ની કહાની અને અબજ લોકોના જીવન પર તેના કારણે પડેલી અસરને વૈશ્વિક હિસ્સા પહેલ દ્વારા આપણી સરહદોથી આગળ દુનિયામાં લઇ જઇ શકાય છે. ફિનટેક અને તમામ ક્ષેત્રોમાં તેની એક કેન્દ્રિતા મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે અને ઇન્ફિનિટી ફોરમ તેમજ તેના પ્રભાવશાળી એજન્ડાના માધ્યમથી IFSCA ના વિચારશીલ નેતૃત્વ વિશે નોંધ લેવામાં મને ઘણો આનંદ થઇ રહ્યો છે.

 

ઇન્ફિનિટી ફોરમ આમને પણ તકો પ્રદાન કરશે

  1. IFSCA ની I-સ્પ્રિન્ટ’21 શ્રેણી અંતર્ગત યોજવામાં આવેલી સ્પ્રિન્ટ્સના ફાઇનલિસ્ટ સહિત ભારત અને સહભાગી દેશોમાંથી પસંદગીની ફિનટેકને 4 ડિસેમ્બર, 2021ના રોજ યોજાનારા વર્ચ્યુઅલ પ્રદર્શનમાં પોતાના આવિષ્કારો બતાવવા માટેની તક, અને
  2. ભારત તેમજ ભાગીદાર દેશોની કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ફોરમના વિવિધ સત્રોમાંથી બહાર પડતી નીતિ ભલામણો પર કૉલ ફોર એક્શન સ્ટેટમેન્ટ વિકસાવવા અને સબમિટ કરવા માટેની તક જે તેમને ફિનટેક ઉદ્યોગની દૂરંદેશી અને પ્રાથમિકતાઓને આકાર આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા સમર્થ બનાવે છે.

આ વર્ષની ફોરમમાં મુખ્ય સ્થાનિક ભાગીદારોમાં નીતિ આયોગ, ઇન્વેસ્ટ ઇન્ડિયા, FICCI અને NASSCOM છે.

ઇન્ફિનિટી ફોરમ માટેની વેબસાઇટ અને એજન્ડા ગઇકાલે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિશે વધારે વિગતો જાણવા અને તેમાં નોંધણી કરાવવા માટે www.infinityforum.in ની મુલાકાત લો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1773298) Visitor Counter : 232