ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે કોવિડ-19ની ઉત્તમ સ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી કરતારપુર સાહિબ કોરિડોરનું 17 નવેમ્બર, 2021થી ફરી સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે


મોદી સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં શિખ તીર્થયાત્રાળુઓને લાભ થશે

શ્રી કરતારપુર સાહિબ કરોડો દેશવાસીઓની અસીમ શ્રદ્ગાનું કેન્દ્ર છે અને આ કોરિડોરનું ફરી સંચાલન શરૂ કરવાનો નિર્ણય શિખ સમુદાય પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતાને દર્શાવે છે

Posted On: 16 NOV 2021 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કોવિડ-19ની ઉત્તમ સ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી કરતારપુર સાહિબ કોરિડોરનું 17 નવેમ્બર, 2021થી ફરી સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોવિડ-19 મહામારીના કારણે 16 માર્ચ, 2020થી આ કોરિડોરને સસ્પેન્ડ કરી દીધો હતો. શ્રી કરતારપુર સાહિબ કરોડો દેશવાસીઓની અસીમ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ કોરિડોરનું ફરી સંચાલન શરૂ કરવાનો નિર્ણય શિખ સમુદાય પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતે દર્શાવે છે. મોદી સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં શિખ તીર્થયાત્રાળુઓને લાભ થશે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કોરિડોરનું પુનઃ સંચાલન શરૂ કરવાના કામમાં ઝડપ લાવવા માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી.

શ્રી કરતારપુર સાહિબ કોરિડોરથી તીર્થયાત્રાની સુવિધા હાલની પ્રક્રિયાઓ અને કોવિડ પ્રોટોકોલના પાલન અનુસાર પ્રદાન કરવામાં આવશે.

ભારતે ઝીરો પોઈન્ટ, ઈન્ટરનેશનલ બાઉન્ડ્રી પર ડેરા બાબા નાનકમાં શ્રી કરતારપુર સાહિબ કોરિડોરના સંચાલનની રીતભાત પર પાકિસ્તાન સાથે 24 ઓક્ટોબર, 2019ના રોજ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રલયના પ્રતિનિધિઓ સાથે પંજાબ સરકારના પ્રતિનિધિ પણ ઉપસ્થિત હતા.

કેન્દ્રીય મંત્રીમંડળે 22 નવેમ્બર, 2018ના રોજ શ્રી ગુરૂ નાનક દેવજીની 550મી જયંતીના ઐતિહાસિક અવસરને સમગ્ર દેશ અને દુનિયાભરમાં ભવ્ય રીતે મનાવવાનો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.

આ ઐતિહાસિક નિર્ણયમાં કેન્દ્રીય મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય સરહદ સુધી ડેરા બાબા નાનકથી શ્રી કરતારપુર સાહિબ કોરિડોરના નિર્માણ અને વિકાસને મંજૂરી આપી દીધી હતી જેથી ભારતના તીર્થયાત્રાળુઓને ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપુરની યાત્રા કરવામાં સુવિધા રહે અને આ યાત્રા વર્ષ ભર સુચારુ તથા સુગમ રીતે ચાલતી રહે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1772279) Visitor Counter : 253