સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સશસ્ત્રદળોના આધુનિકીકરણ માટે રૂ. 7,965 કરોડની કિંમતની દરખાસ્તોને મંજૂરી

Posted On: 02 NOV 2021 1:55PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • HAL પાસેથી 12 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી
  • નૌસેનાની ડિટેક્શન ટ્રેકિંગ અને યુદ્ધ જહાજોના જોડાણની ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે BEL ની Lynx U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ મેળવવામાં આવશે
  • નૌસેનાની સમુદ્ર તટની સતર્કતાની ક્ષમતામાં વધારો કરવા માટે HALના ડોર્નિઅર એરક્રાફ્ટના મીડ-લાઇફ અપગ્રેડેશનને મંજૂરી આપવામાં આવી
  • નૌસેનાની બંદૂકોના વૈશ્વિક ખરીદી કેસને બંધ કરવામાં આવ્યો; BHEL દ્વારા ઉત્પાદિત અપગ્રેડ કરેલ ટૂંકી રેન્જના ગન માઉન્ટમાં બંદૂકોનો જથ્થો ઉમેરવામાં આવ્યો છે.

સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠક 02 નવેમ્બર 2021ના રોજ સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠક દરમિયાન સશસ્ત્રદળોના આધુનિકીકરણ અને પરિચાલન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રૂપિયા 7,965 કરોડની મૂડી સંપાદનની દરખાસ્તોને આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપવામાં આવી છે. આ તમામ દરખાસ્તો (100%) ભારતમાં ડિઝાઇન, વિકાસ અને વિનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ કરવામાં આવી છે.

સ્થાનિક સંસાધનો પાસેથી ખરીદીની મુખ્ય મંજૂરીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી બાર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર; ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) પાસેથી Lynx U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ કે જે, નૌસેનાના યુદ્ધ જહાજોની ડિટેક્શન ટ્રેકિંગ અને જોડાણ ક્ષમતાઓમાં વધારો કરશે, તેમજ સમુદ્રી જાસૂસી પૂર્વેક્ષણ અને સમુદ્ર તટની સતર્કતાની નૌસેનાની ક્ષમતામાં વધારો કરવા માટે HALના ડોર્નિઅર એરક્રાફ્ટમાં મીડ લાઇફ અપગ્રેડ કરવાનું સામેલ છે.

‘આત્મનિર્ભર ભારત’ને વધુ વેગ આપીને, નૌસેનાની બંદૂકોના વૈશ્વિક ખરીદીના કેસને બંધ કરવામાં આવ્યો છે અને આ બંદૂકોનો જથ્થો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા ઉત્પાદિત કરવામાં આવતા અપગ્રેડ કરેલ સુપર રેપિડ ગન માઉન્ટ (SRGM)માં ઉમેરવામાં આવ્યો છે. આ SRGM માર્ગદર્શિત (ગાઇડેડ) યુદ્ધસામગ્રી તેમજ રેન્જ એક્સટેન્શનનો ઉપયોગ કરીને ઝડપી દાવપેચના લક્ષ્યોને જોડવાની વિશિષ્ટ ક્ષમતાઓ પ્રદાન કરે છે અને ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો પર તેને લગાવવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1768909) Visitor Counter : 311