રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ PPP પહેલ હેઠળ કેવડિયા રેલવે સ્ટેશન પર સોવેનીર શોપ સાથે આર્ટ ગેલેરી વિકસાવી


આર્ટ ગેલેરી ગુજરાત અને ભારતના વિવિધ આર્ટ અને ક્રાફ્ટ સ્વરૂપોનું પ્રદર્શન કરશે

હવે, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની મુલાકાત લેતા પ્રવાસીઓ કેવડિયા સ્ટેશન પર જ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકશે

Posted On: 02 NOV 2021 12:04PM by PIB Ahmedabad

હવે, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની મુલાકાત લેતા પ્રવાસીઓ કેવડિયા સ્ટેશન પર જ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકશે.

"સ્ટેચ્યુ ઓફ યુનિટી" નજીક વધુ એક પ્રવાસી આકર્ષણ ઉમેરતા, વડોદરા ડિવિઝન, પશ્ચિમ રેલવેએ ભારતીય રેલવેમાં PPP પહેલ હેઠળ કેવડિયા રેલવે સ્ટેશન પર સોવેનિયર શોપ સાથે આર્ટ ગેલેરીના વિકાસ માટે આ પ્રકારનો પ્રથમ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

PPP મોડલના ફાયદાઓ પર ઊભી થયેલી ખાનગી પાર્ટી દ્વારા વિકસિત અને સંચાલિત આર્ટ ગેલેરી ગુજરાત અને ભારતના વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્વરૂપો પ્રદર્શિત કરશે અને રેલવેને 24.7 લાખની કમાણી અને 2.83 કરોડની સંભવિત આવક થશે. આ કોન્સેપ્ટ કેવડિયાની મુલાકાત લેતા લોકોના અનુભવને સમૃદ્ધ બનાવશે જ, પરંતુ સામાજિક મોરચે, આ અનોખો ખ્યાલ નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી લોકોને તેમની આદિવાસી કળાને પ્રોત્સાહન આપવાની તક આપીને રોજગારી પણ પ્રદાન કરશે.

 

વિડિયો ક્લિપમાં દર્શાવ્યા મુજબ મુખ્ય લક્ષણો છે : https://www.youtube.com/watch?v=iPFIz_wA8hg

SD/GP

 


(Release ID: 1768851) Visitor Counter : 309