ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ પર ગુજરાતના કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા અને પરેડની સલામી ઝીલી
દેશના પહેલા ગૃહમંત્રી અને લોહપુરુષના નામથી પ્રસિદ્ધ સરદાર પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી
આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે દેશના પહેલા ગૃહ મંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાની જે પરંપરા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરી છે, આજે આપણે એને આગળ વધારી રહ્યા છે
દેશની આઝાદીના 75 વર્ષો થઈ રહ્યાં છે અને એ સમયને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય દેશના પ્રધાનમંત્રીજીએ લીધો
આજે આ રાષ્ટ્રીય એકતા દિવસનું એક અલગ મહત્વ પણ છે કેમ કે રાષ્ટ્રીય એકતા દિવસ આઝાદીના અમૃત મહોત્સવનો દિવસ પણ છે
શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌની સમક્ષ ઓજસ્વી-તેજસ્વી, વિકસિત, સમૃદ્ધ, સુરક્ષિત, સંસ્કૃત અને શિક્ષિત ભારતનો સંકલ્પ મૂક્યો છે
દેશની સુરક્ષા, આર્થિક સુધારા, દેશને આત્મનિર્ભર બનાવવા અને મેક ઇન ઇન્ડિયા સહિત મોદીજીએ દરેક ક્ષેત્રમાં નવી પહેલ કરી છે
આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે 15 ઑગસ્ટ 1947થી લઈને આજ સુધી આપણી સમક્ષ ઘણી ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ, સંઘર્ષ અને બલિદાન છે અને તેને લઈને દેશ કેવી રીતે આગળ વધે એનો સંકલ્પ કરવાનો છે
1857થી 1947 સુધી આઝાદીનો આપણો સંઘર્ષ રહ્યો, અનેક પ્રકારની આઝાદીની લડાઇઓ લડવામાં આવી, ઘણાં લોકોએ સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, એવા જાણ્યા-અજાણ્યા તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાની છે, તેમને યાદ પણ કરવાના છે, એમના બલિદાની જુસ્સામાંથી પ્રેરણા લઈને બાળકો અને યુવા પેઢીને આગળ દેશના નિર્માણમાં લગાવવાના છે
સદીઓમાં ક્યારેક કોઇ એક જ સરદાર બની શકે છે અને એ એક સરદાર સદીઓ સુધી પ્રકાશ રેલાવે છે
સરદાર સાહેબ જ હતા જેમણે આઝાદીનાં આંદોલનમાં ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો, સહકારનો પાયો નાંખ્યો અને અંગ્રેજો સમક્ષ આઝાદીના આંદોલનના વ્યવહારિક પક્ષનું હંમેશા નેતૃત્વ કર્યું
સરદાર સાહેબે આપેલી પ્રેરણાએ જ આ દેશને એક અને અખંડ રાખવાનું કામ કર્યું છે અને એમની પ્રેરણા દેશને આગળ લઈ જવા માટે આપણને એકજૂથ રાખવામાં સફળ થઈ રહી છે
આ સ્થળ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશીનું પરિણામ છે અને આવનારી પેઢીઓ અહીંથી દેશને અખંડ રાખવાની પ્રેરણા લઈને જાય છે
60 કરોડ ગરીબો અને 130 કરોડ નાગરિકોને દેશની વિકાસ યાત્રા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની સાથે જોડવાનો જે યજ્ઞ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો છે એ આપણા લોહપુરુષ સરદાર પટેલનાં સ્વપ્નને જરૂર પૂર્ણ કરશે
મોદીજીએ 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર, સુરક્ષિત ભારત અને નવી શિક્ષણ નીતિના માધ્યમથી શિક્ષિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે, સાથે જ આપણી ભાષાઓને ગૌરવ અપાવવાનું પણ લક્ષ્ય સમક્ષ મૂક્યું છે
આ આકાશને આંબતી સરદાર સાહેબની પ્રતિમા આજે સમગ્ર દુનિયાને સંદેશ આપી રહી છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, ભારતની એકતા અને અખંડિતતાને કોઇ વેર-વિખેર કરી શકે નહીં
સરદાર સાહેબનું જીવન સૌના માટે, ખાસ કરીને બાળકો અને યુવાઓ માટે પ્રેરણાદાયી છે
જે લોકો માનતા હતા કે આઝાદ ભારત ટુકડે ટુકડા થઈને વિખેરાઇ જશે, એમના ઇરાદાઓ પર પાણી ફેરવતા સરદાર પટેલે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું
સરદાર સાહેબનું જીવન, વ્યક્તિત્વ, આપણને સૌને હંમેશા પ્રેરણા અને માર્ગદર્શન આપે છે
આજે આપણે ભારત માતાનું જે અખંડ સ્વરૂપ જોઇ રહ્યા છે એ માત્ર ને માત્ર સરદાર સાહેબના કાર્યોનું જ પરિણામ છે
Posted On:
31 OCT 2021 4:28PM by PIB Ahmedabad
અલગ રજવાડાઓને ભારતમાં જોડવાની સાથે જ દેશનો એક ભાગ એવો હતો જેના પર કોઇનું ‘ ધ્યાન ગયું ન હતું, એ ભાગ હતો ‘લક્ષદ્વિપ’, સરદાર પટેલે ભારતીય નૌકા દળને યોગ્ય સમયે ‘લક્ષદ્વિપ’ મોકલીને એને ભારતનું અવિભાજ્ય અંગ બનાવ્યું
સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને એક કરવાનું કામ કર્યું પણ કમનસીબે સરદાર સાહેબને ભૂલાવવાના પ્રયાસ કરવામાં આવ્યા
આઝાદી બાદ એમનાં યોગદાનને ઉચિત સન્માન અને સ્થાન કદી ન મળ્યાં, ન એમને ભારત રત્ન એનાયત કરાયો, ના એમને ઉચિત સન્માન આપવામાં આવ્યું
આ સ્ટેચ્યુ ઑફ યુનિટી સમગ્ર વિશ્વને સંદેશ છે કે ભારતની એકતાને કોઇ તોડી ન શકે, ભારતની અખંડિતતાને કોઇ નુક્સાન ન પહોંચાડી શકે અને ભારતનાં સાર્વભૌમત્વ સાથે કોઇ છેડછાડ ન કરી શકે
દેશભરના ખેડૂતોના ખેતીમાં ઉપયોગ કરાતા ઓજારોનું લોખંડ એકત્ર કરીને શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની એક બહુ મોટી પ્રતિમા બનાવવાની કલ્પના કરી
આ પ્રતિમામાં લાગેલ લોખંડ દેશભરના ખેડૂતોનું હળ કે અન્ય ખેત ઓજારોને ઓગાળીને બનાવાયેલ લોખંડ છે અને એ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે
આ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ માત્ર 46 મહિનામાં પૂરું કરાયું છે
હું આનું વર્ણન દેશના યુવાઓ માટે એટલા ખાતર કરું છું કે તેઓ આપણી દેશની એકતાના આ તીર્થસ્થળે એક વાર મુલાકાત જરૂર લે અને અહીંથી જે ચેતના અને ઊર્જા પ્રાપ્ત થશે એ આવનારાં જીવનમાં દેશ માટે કામ કરવાની પ્રેરણા આપશે
દેશને મળેલી ઘણી સિદ્ધિઓનાં ગુણગાન કરવાના છે પણ સાથે જ 100 વર્ષ બાદ દેશ ક્યાં ઊભો હશે એની સંકલ્પના અને સંકલ્પ પણ આજની પેઢીએ લેવાના છે
7 વર્ષની અંદર એક અલગ પ્રકારના ભારત, જેની કલ્પના સરદાર પટેલે કરી હતી, એવા ભારતનાં નિર્માણની આશા દેશના 130 કરોડ લોકો અને ખાસ કરીને દેશના 60 કરોડ ગરીબોનાં મનમાં જાગૃત કરી છે
આજે રાષ્ટ્રીય એકતા દિવસ જે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આવ્યો છે એ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણું સમગ્ર જીવન સરદાર પટેલે ચીંધેલા માર્ગે ચાલીને આ દેશને મજબૂત અને સરદાર પટેલનાં સપનાંનો દેશ બનાવીશું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ પર ગુજરાતના કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે દેશના પહેલા ગૃહ મંત્રી અને લોહપુરુષનાં નામથી પ્રસિદ્ધ સરદાર પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદેશ યાત્રાએ હોવાને લીધે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જે પરંપરા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરી છે, આપણા દેશના પહેલા ગૃહ મંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાની, આજે આપણે એને આગળ વધારી રહ્યા છીએ. શ્રી શાહે કહ્યું કે આજે આ રાષ્ટ્રીય એકતા દિવસનું એક અલગ મહત્વ પણ છે કેમ કે આ રાષ્ટ્રીય એકતા દિવસ આઝાદીના અમૃત મહોત્સવનો દિન પણ છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન આવતો આ રાષ્ટ્રીય એકતા દિવસ આપણા સૌના માટે ખાસ મહત્વ ધરાવે છે કેમ કે સરદાર સાહેબે આઝાદી બાદ, જ્યારે અંગ્રેજોએ દેશના ટુકડા કરવાનું ષડયંત્ર કર્યું હતું, ભારત, પાકિસ્તાન અને 550થી વધુ રજવાડાંને અલગ કરીને દેશને ટુકડામાં રાખવાની યોજના હતી, એને નિષ્ફળ બનાવતા એક અખંડ ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો.
શ્રી શાહે કહ્યું કે દેશની આઝાદીને 75 વર્ષો થઈ રહ્યા છે અને એ સમયને દેશના પ્રધાનમંત્રીજીએ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય લીધો. આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા એક તરફ તો 1947થી લઈને આજ સુધી આપણી સમક્ષ ઘણી ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ, સંઘર્ષ અને બલિદાનો છે અને એને લઈને દેશ કેવી રીતે આગળ વધે એનો સંકલ્પ કરવાનો છે. બીજી તરફ, 1857થી લઈને 1947 સુધી આઝાદીનો આપણો સંઘર્ષ રહ્યો, અનેક પ્રકારની આઝાદીની લડાઇઓ લડવામાં આવી, ઘણાં લોકોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું, એવા જાણીતા-અજાણ્યા તમામ સ્વતંત્રતા સેનાનીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પવાની છે, તેમને યાદ કરવાના છે અને એમનાં બલિદાની જુસ્સામાંથી પ્રેરણા લઈને બાળકો અને યુવા પેઢીને આગળ દેશના નિર્માણમાં જોતરવાના છે, એટલે આજે આ રાષ્ટ્રીય એકતા દિવસનું અનોખું મહત્વ છે. તેમણે કહ્યું કે આજે સરદાર પટેલની જન્મજયંતી છે અને હું આજે સૌને કહેવા માગું છું કે સદીઓમાં એક જ સરદાર બની શકે છે અને એ એક સરદાર સદીઓ સુધી પ્રકાશ રેલાવે છે. સરદાર સાહેબે આપેલી પ્રેરણાએ જ આ દેશને એક અને અખંડ રાખવાનું કામ કર્યું છે અને એમની પ્રેરણા દેશને આગળ લઈ જવા માટે આપણને એકજૂથ રાખવામાં સફળ થઈ રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કેવડિયા માત્ર એક સ્થળનું નામ નથી, આ એક તીર્થસ્થળ બની ગયું છે, રાષ્ટ્રીય એકાત્મતા અને રાષ્ટ્ર ધર્મનું તીર્થસ્થાન, દેશભક્તિનું તીર્થસ્થળ અને આ આકાશને આંબતી સરદાર સાહેબની પ્રતિમા આજે સમગ્ર દુનિયાને સંદેશ આપી રહી છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, ભારતની એકતા અને અખંડિતતાને કોઇ વેર-વિખેર ન કરી શકે.
શ્રી અમિત શાહે કહ્યું કે સરદાર સાહેબનું જીવન આપના સૌના માટે, ખાસ કરીને બાળકો અને યુવાઓ માટે પ્રેરણાદાયી છે. સરદાર સાહેબ એક ગરીબ ખેડૂતના ઘરમાં જન્મ લીધા બાદ બૅરિસ્ટર સુધીનો અભ્યાસ કરીને પોતાની કારકિર્દી છોડીને ગાંધીજીના આહવાન પર આઝાદીના આંદોલન સાથે જોડાયા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજ દેશ સમક્ષ ઘણા પ્રકારનાં સંકટો છોડી ગયા. એક તરફ વિભાજનનું સંકટ હતું, નવી શાસન વ્યવસ્થા બનાવવાનો પ્રશ્ન હતો, નવું બંધારણ બનાવવાનું હતું અને સૌથી મોટું સંકટ હતું 500થી વધારે રજવાડાને ભારત સંઘમાં સામેલ કરવા. પણ સરદાર સાહેબે નિર્બળ બનતી તબિયત છતાં, આ કાર્ય પૂર્ણ કર્યું અને જે લોકો વિચારતા હતા કે આઝાદ ભારત ટુકડે ટુકડા થઈને વેરાઈ જશે, એમના ઇરાદાઓ પર પાણી ફેરવતા સરદાર પટેલે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. સરદાર સાહેબનું જીવન, એમનું વ્યક્તિત્વ આપણે સૌને હંમેશા પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. સરદાર સાહેબ જ હતા જેમણે આઝાદીના આંદોલનમાં ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો, સહકારનો પાયો નાખ્યો અને અંગ્રેજો સામે આઝાદીનાં આંદોલનના વ્યવહારિક પક્ષનું હંમેશા નેતૃત્વ કર્યું. તેઓ કોઇ પણ વાતને નિર્ભય રીતે મૂકવામાં ખચકાતાં ન હતા. આજે આપણે જે ભારત માતાનું અખંડ સ્વરૂપ જોઇએ છે એ માત્ર ને માત્ર સરદાર સાહેબનાં કાર્યોનું જ પરિણામ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યારે સમગ્ર રાજા-રજવાડાનો ભારતીય સંઘમાં વિલય કરવાનો હતો ત્યારે સરદાર સાહેબની તબિયત સારી નહોતી ચાલતી. સવારે 5 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી બેઠકો ચાલતી હતી. દેશના અલગ ભાગોને ભારતની સાથે જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું હતું. અલગ રજવાડાને ભારતમાં જોડવાની સાથે જ દેશનો એક ભાગ એવો પણ હતો જેના પર કોઇનું ધ્યાન ગયું નહીં અને એ હતો ‘લક્ષદ્વીપ’, સરદાર પટેલે ભારતના નૌકા દળને યોગ્ય સમયે ‘લક્ષદ્વીપ’ મોકલીને એને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.
શ્રી અમિત શાહે કહ્યું કે સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને એક રાખવાનું કામ કર્યું પણ કમનસીબે સરદાર સાહેબને ભૂલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. આઝાદી બાદ એમનાં યોગદાનને ઉચિત સન્માન અને સ્થાન કદી ન મળ્યું. ના તેમને ભારત રત્ન આપવામાં આવ્યો, ના એમને ઉચિત સન્માન અપાયું. પરંતુ સૂર્યને વાદળો કેટલી વાર સુધી ઢાંકી રાખી શકે, પરિસ્થિતિઓ બદલાઇ, દેશ બદલાયો અને આજે સરદાર સાહેબને ભારત રત્ન પણ મળ્યું છે અને વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા આપણા સૌની સમક્ષ છે. આ સ્ટેચ્યુ ઑફ યુનિટી સમગ્ર દુનિયાને સંદેશ છે કે ભારતની એકતાને કોઇ તોડી નહીં શકે, ભારતની અખંડિતતાને કોઇ તોડી નહીં શકે અને ભારતનાં સાર્વભૌમત્વ સાથે કોઇ છેડછાડ ન કરી શકે અને એનું પ્રતીક સ્ટેચ્યુ ઑફ યુનિટી છે. 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઑફ યુનિટીની ઊંચાઇ સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતા લગભગ બમણી છે. આ પ્રતિમાનો શુભારંભ જ્યારે આપણા પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ સરદાર સાહેબની કાર્યપદ્ધતિને અનુરૂપ હશે. સમગ્ર જીવન એમણે ખેડૂતોનો અવાજ બુલંદ કરવામાં લગાવ્યું, અંગ્રેજો સામે ઘણા બધા ખેડૂતોના અધિકારોના સત્યાગ્રહનાં આંદોલનો કર્યા, બારડોલી સત્યાગ્રહને કારણે જ એમને સરદારની ઉપમા મળી હતી. દેશભરના ખેડૂતોના કૃષિમાં ઉપયોગમાં લેવાતા ઓજારોનું લોખંડ એકત્ર કરીને શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની એક બહુ મોટી પ્રતિમા બનાવવાની કલ્પના કરી. આ પ્રતિમામાં લાગેલ લોખંડ દેશભરના ખેડૂતોનાં હળ કે અન્ય કોઇ કૃષિ ઓજારને ઓગાળીને બનાવાયેલું લોખંડ છે અને એ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 135 મીટર ઊંચાઇ પર એક પ્રેક્ષક ગૅલેરી છે જેમાં 200 લોકો બેસીને આ વિહંગમ દ્રશ્ય જોઇ શકે છે. આ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ માત્ર 46 મહિનામાં પૂરું કરવામાં આવ્યું. એમાં 70 હજાર મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે, 6 હજાર મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18 હજાર 500 મેટ્રિક ટન રિઇન્ફોર્સમેન્ટ બારનો ઉપયોગ થયો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી સરદાર સરોવર બંધથી 3.5 કિમીના અંતરે એક સુંદર સ્થળે બનાવાયું છે. હું એનું વર્ણન દેશના યુવાઓ માટે એટલા માટે કરું છું કેમ કે આપણા દેશની એકતાના આ તીર્થસ્થળે એક વાર મુલાકાત અવશ્ય લે. અહીંથી જે ચેતના અને ઊર્જા પ્રાપ્ત થશે એ આવનારાં જીવનમાં દેશ માટે કામ કરવાની પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે આના ઉદઘાટનના 30 મહિનાની અંદર 50 લાખ લોકોએ સ્ટેચ્યુ ઑફ યુનિટીના દર્શન કર્યા. એક વર્શમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીએ અમેરિકાના સ્ટેચ્યુ ઑફ લિબર્ટીના ફૂટ-ફૉલને પાર કરી લીધું. આજે અહીં રોજ 15 હજારથી વધારે પર્યટકો આવે છે અને સરદર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પે છે. શ્રી અમિત શાહે કહ્યું કે આ સ્થળ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશીનું પરિણામ છે અને અહીંથી આવનારી પેઢીઓ દેશને અખંડ રાખવાની પ્રેરણા લઈને જાય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે ભારતમાં 2014માં પરિવર્તન થયું, મોદીજીના નેતૃત્વમાં સરકાર બની ત્યારે 31 ઑક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે આ એટલા માટે કરવામાં આવ્યું કેમ કે દેશને આઝાદી અને ત્યારબાદ રાષ્ટ્રને અખંડિત રાખવા માટે સરદાર પટેલે જે સંઘર્ષ કર્યો એ વર્ષો સુધી આપણી યુવા પેઢીને પ્રેરણા આપતા રહે. શ્રી શાહે કહ્યું કે જન સહયોગથી બનેલી આ મૂર્તિ એનું પ્રતીક છે. આપણી એકતાને પ્રદર્શિત કરતા રન ફોર યુનિટી પણ એ દિવસે શરૂ થાય છે અને સવારે તમામ લોકો રાષ્ટ્રીય એકતા દોડમાં સામેલ થાય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ આપણા સૌના માટે બહુ મહત્વપૂર્ણ છે. દેશને મળેલી સિદ્ધિઓનાં ગુણગાન તો કરવાના જ છે પણ સાથે જ 100 વર્ષો બાદ દેશ ક્યાં ઊભો હશે એની સંકલ્પના અને સંકલ્પ પણ આજની પેઢીએ લેવાનાં છે. શ્રી શાહે કહ્યું કે જ્યારે આઝાદીનાં 100 વર્ષો પૂરાં થશે ત્યારે દેશ ક્યાં હશે એનો નિર્ણય અને સંકલ્પ આપણા દેશની જનતા અને ખાસ કરીને આજની યુવા પેઢીએ લેવાનો છે. તેમણે કહ્યું કે જો દેશની 130 કરોડ જનતા એક-એક સંકલ્પ લે અને જીવનપર્યન્ત એનું પાલન કરે તો એ દેશને આગળ વધારવા માટેનું એક બહુ મોટું માધ્યમ બનશે. શ્રી અમિત શાહે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌની સમક્ષ એક સંકલ્પ મૂક્યો છે, ઓજસ્વી-તેજસ્વી, વિકસિત, સમૃદ્ધ, સુરક્ષિત, સુસંસ્કૃત અને શિક્ષિત ભારતનો સંકલ્પ. આ સંકલ્પની સિદ્ધિ માટે આપણે સૌએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષને સંકલ્પ વર્ષ તરીકે પણ મનાવવું જોઇએ. આપણે સૌએ સંકલ્પ લઈને દેશને આગળ વધારવા માટે જીવનભર દેશ માટે કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે કલ્પના કરો કે એક બાળક સંકલ્પ લે કે તે ભોજનની થાળીમાં એક પણ અન્નનો દાણો નહીં છોડે, અને 12મા ધોરણમાં ભણતી કન્યા એ સંકલ્પ લે કે સમગ્ર જીવન ટ્રાફિક નિયમોનો ભંગ નહીં કરે તો દેશને કેટલો બધો ફાયદો થશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જો આ જ રીતે 130 કરોડની જનતા એક સંકલ્પ લે તો 130 કરોડ સંકલ્પનો સંપૂટ દેશને આગળ વધારવા માટે ચોક્કસ જ પરિણામલક્ષી હશે.
શ્રી શાહે કહ્યું કે મોદીજીએ અનેક ક્ષેત્રમાં ફેરફાર કર્યા છે. દેશની સુરક્ષા, આર્થિક સુધારા, દેશને આત્મનિર્ભર બનાવવા અને મેક ઇન ઇન્ડિયા સહિત મોદીજીએ દરેક ક્ષેત્રમાં નવી પહેલ કરી છે. 7 વર્ષની અંદર એક અલગ પ્રકારના ભારત જેની કલ્પના સરદાર પટેલે કરી હતી એવા ભારતના નિર્માણની આશા દેશના 130 કરોડ લોકો અને ખાસ કરીને દેશના 60 કરોડ ગરીબોનાં મનમાં જાગૃત થઈ છે. તેમણે કહ્યું કે આ 7 વર્ષો દેશના 60 કરોડ ગરીબોને સમર્પિત રહ્યા છે. મોદીજીએ આ 7 વર્ષોમાં દેશના 60 કરોડ ગરીબોને ભારતનાં આંદોલનની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આઝાદીનાં 70 વર્ષો સુધી દેશના કરોડો ગરીબ નાગરિકો ક્યારેય પણ પોતાની જાતને દેશના વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલા ન માનતા હતા. મોદીજીએ 7 વર્ષોમાં એમનાં ઘરમાં વીજળી, શૌચાલય, ગેસ સિલિન્ડર અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના કાર્ડ જેવી ઘણી યોજનાઓનો લાભ પહોંચાડ્યો. પ્રધાનમંત્રીજીએ 2022 સુધી દરેક ઘરમાં નળમાંથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ હાથમાં લીધું છે. હવે દેશના 60 કરોડ ગરીબ લોકોને લાગે છે કે તેઓ પણ દેશની વિકાસ યાત્રાનો હિસ્સો છે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું પણ કઈક યોગદાન આપી શકે છે. આ ભાવના જે જાગી છે, 60 કરોડ ગરીબો અને 130 કરોડ નાગરિકોને દેશની વિકાસ યાત્રા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની સાથે જોડવાનો જે યજ્ઞ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો છે એ આપણા લોહપુરુષ સરદાર પટેલનું સ્વપ્ન જરૂર પૂર્ણ કરશે. એક એવા ભારતનું નિર્માણ કરશે જે દુનિયામાં ભારતને એનું યોગ્ય સ્થાન પ્રદાન કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મોદીજીએ 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર, સુરક્ષિત ભારત અને નવી શિક્ષણ નીતિના માધ્યમથી શિક્ષિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ આપણી ભાષાઓને ગૌરવ અપાવવાનું લક્ષ્ય પણ સમક્ષ મૂક્યું છે. આજનો દિવસ આપણા સૌના માટે મહત્વપૂર્ણ છે. આજે રાષ્ટ્રીય એકતા દિવસ જે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આવ્યો છે, એ દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણું સમગ્ર જીવન સરદાર પટેલે ચીંધેલા માર્ગ પર ચાલીને આ દેશને મજબૂત અને સરદાર પટેલનાં સપનાનો દેશ બનાવીશું.
SD/GP/JD
(Release ID: 1768169)
Visitor Counter : 421