ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની કન્સલ્ટેટિવ કમિટિની બેઠકની અધ્યક્ષતા કરી જેમાં તટવર્તીય સુરક્ષા વિષય પર ચર્ચા કરવામાં આવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અનુસાર સીમા વ્યવસ્થાપન વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા તટવર્તીય સુરક્ષાને વધુ સુદ્દઢ બનાવવાની દિશામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં કાર્યો થયાં છે
તટવર્તીય સુરક્ષામાં ઘણાં મંત્રાલયો અને એજન્સીઓની ભૂમિકા છે જેમાં પરસ્પર સંકલન સાધીને જલદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં તમામ હિતધારકોની બેઠક યોજીને તટવર્તીય સુરક્ષાને વધારે મજબૂત બનાવાશે
તમામ રાજ્યો સાથે મળીને તટવર્તીય સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે યોગ્ય અને પૂરતાં પગલાં લેવામાં આવશે
પહેલી વાર ભારતના તમામ દ્વીપોનું સર્વેક્ષણ કરાવાયું છે અને આ બાબતે પ્રાપ્ત હેવાલના આધારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઇ રહ્યા છે
તમામ રાજ્યોમાં અલગ કૉસ્ટલ પોલીસ કૅડરની રચના કરવા અને ટેકનોલોજીની મદદથી ટાપુઓ અને તટવર્તી વિસ્તારોની દેખરેખનું સૂચન
Posted On:
28 OCT 2021 7:29PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની પરામર્શ-કન્સલ્ટેટિવ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં તટવર્તીય સુરક્ષા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી અજય મિશ્રા, કેન્દ્રીય ગૃહ સચિવ, મત્સ્યપાલન સચિવ, ભારતીય તટરક્ષક અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અનુસાર સીમા વ્યવસ્થાપન વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા તટીય સુરક્ષાને વધારે મજબૂત કરવાની દિશામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં કાર્યો થયાં છે અને સૌનાં સૂચનોથી એને વધુ સારાં બનાવી શકાય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય કાંઠા વિસ્તારની સુરક્ષામાં આવતા પડકારોનું ગંભીરતાથી આકલન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બેઠકમાં કરવામાં આવેલાં સૂચનોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો સાથે મળીને તટીય સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે યોગ્ય અને પૂરતાં પગલાં લેવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે પહેલી વાર ભારતના તમામ ટાપુઓનું સર્વેક્ષણ કરાવાયું છે અને આ બાબતે મળેલા હેવાલના આધારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તટીય સુરક્ષામાં ઘણાં મંત્રાલયો અને એજન્સીઓની ભૂમિકા છે અને એમની વચ્ચે પરસ્પર સમન્વય-સંકલન સાધીને જલદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં તમામ હિતધારકોની બેઠક યોજીને તટીય સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવશે.

બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને તટીય સુરક્ષાને જમીન સરહદ સુરક્ષાની સમકક્ષ અને સુદ્દઢ કરવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું. બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ તમામ રાજ્યોમાં અલગ કૉસ્ટલ પોલીસ કૅડરની રચના કરવા અને ટેકનોલોજીની મદદથી ટાપુઓ અને તટીય વિસ્તારોની દેખરેખનું પણ સૂચન કર્યું હતું. આ ઉપરાંત, કાંઠાના વિસ્તારોના ચોતરફ વિકાસ માટે યોગ્ય માત્રામાં બજેટ ફાળવણી અને કૉસ્ટલ પોલીસ મથકોના અસરકારક સંચાલન પર પણ ભાર મૂકાયો હતો. આ માટે પોલીસ કર્મચારીઓની યોગ્ય તાલીમની વ્યવસ્થા અને સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારોને તાલીમ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. દરિયામાં જહાજો અને માછલી પકડવા જતી નૌકાઓ વચ્ચે થતી અથડામણને ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોકવા માટે પણ ચર્ચા થઈ હતી. સભ્યોએ તટીય સુરક્ષાની સાથે સમુદ્રી વેપાર અને બ્લ્યુ ઈકોનોમીને વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
બેઠક દરમ્યાન તટીય સુરક્ષાને વધુ સુદ્દઢ બનાવવા માટે લેવાયેલાં પગલાં પર ગૃહ મંત્રાલયના સીમા વ્યવસ્થાપન વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તટીય સુરક્ષા યોજનાના તબક્કા 1 અને તબક્કા 2ની સમાપ્તિ અને ત્રીજો તબક્કો શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
SD/GP/JD
(Release ID: 1767374)
Visitor Counter : 307