ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે ‘ડિલિવરિંગ ડેમોક્રેસી: સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બે દાયકા’ વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય ગોષ્ઠિનો શુભારંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને સૌથી સારી રીતે ભારતની જનતા જાણે છે અને એમના વિચારો, કામ અને એમની સિદ્ધિઓના આધારે જાણે છે

60ના દાયકાના ઉત્તરાર્ધમાં અને વર્ષ 2014 સુધી દેશની જનતાના મનમાં એક બહુ મોટો સવાલ આવ્યો હતો કે શું આપણી બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા સફળ થઈ શકે છે

વર્ષ 2014 સુધી રામરાજ્ય કે કલ્યાણરાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચૂકી હતી

2014માં ઘણી ધીરજથી જનતાએ નિર્ણય આપ્યો અને 30 વર્ષો બાદ પૂર્ણ બહુમતી સાથે કોઇ પ્રધાનમંત્રીને શ્રી નરેન્દ્ર મોદીજીના રૂપે આ દેશનું શાસન સોંપ્યું

વર્ષ 2001માં અમારા પક્ષે નિર્ણય લીધો કે શ્રી નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હશે જ્યારે રાજ્ય વિનાશકારી ભૂકંપ બાદ સૌથી મોટાં સંકટના સમયે ફરી ઊભાં થવાનો પ્રયાસ કરી રહ્યું હતું

મોદીજી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સમગ્ર સ્થિતિને જોવા, સમજવા અને ઘણા ફેરફારો કરવાના પ્રયાસ કર્યા

તેમણે સુધારા અને પારદર્શિતા પર કામ કર્યું, તેમની પરિભાષા અનુસાર પદ્ધતિને બદલવાને સુધારો ન કહેવાય, પણ જમીની પરિસ્થિતિને બદલવી એને સુધારા કહેવાય છે


મોદીજીએ જે સૌથી મોટું કામ કર્યું એ હતું સર્વસ્પર્શી-સર્વસમાવેશી વિકાસની શરૂઆત

2014ની ચૂંટણી વખતે અગાઉની સરકારનાં દસ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હતાં અને એ સમયે મંત્રીમંડળના તમામ સભ્યો પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનતા ન હતા પરંતુ દરેક વ્યક્તિ પોતાને જ પ્રધાનમંત્રી માનતી હતી

Posted On: 27 OCT 2021 7:47PM by PIB Ahmedabad

દેશમાં પોલિસી પેરાલિસિસ થઈ ચૂક્યો હતો, દેશની સુરક્ષાનું કોઇ ઠેકાણું રહ્યું હતું, વિદેશોમાં દેશનું સન્માન કદાચ સૌથી નિમ્ન સ્તરે હતું, 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો, ગોટાળા, ભ્રષ્ટાચાર, આંતરિક સલામતીના ઢગલાબંધ સવાલો ઊભા થયા હતા અને એમ લાગતું હતું કે ગમે ત્યારે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા જાણે ધ્વસ્ત થઈ જશે

સમયે અમારા પક્ષે નિર્ણય લીધો કે ગુજરાતના મુખ્યમંત્રી 2014ની ચૂંટણીઓમાં અમારા પક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે

સમયે થઈ રહેલાં ઘણાં પ્રકારનાં આંદોલનોની વચ્ચે જાહેરાતે દેશમાં એક નવા પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું જેનાથી આક્રોશને આશામાં પરિવર્તિત થતો આપણે જોયો

2014થી મોદીજીનો કાર્યકાળ શરૂ થયો અને દેશમાં દરેક ક્ષેત્રમાં મોટું પરિવર્તન થયું છે

માત્ર શાસન, સુધારા, સુશાસન જેવા શબ્દો કોઇ દેશની સમસ્યાઓને સમાપ્ત કરી શકે

દેશની સમસ્યા માત્ર વહીવટ, આર્થિક વિકાસ નથી પણ દેશનાં ગૌરવને પણ સાચવવાનું છેદેશની સંસ્કૃતિને પણ આગળ વધારવાની છે, દેશની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવાની છે

એક અલગ પ્રકારના દ્રષ્ટિકોણની જરૂર હોય છે અને પણ એક જનનેતામાં હોય છે જે જમીનથી આગળ આવ્યા હોય

પ્રધાનમંત્રીજીએ ગરીબ કલ્યાણને એક અલગ વ્યાખ્યા આપીને જીડીપીના માનવીય દ્રષ્ટિકોણને લોકો સમક્ષ મૂક્યો છે

આર્થિક સુધારા તો થઈ શકે છે પણ એનું કેન્દ્રબિંદુ દેશનો ગરીબમાં ગરીબ માણસ હોવું જોઇએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પાસપોર્ટની વેલ્યુ અને વિદેશમાં દેશના ગૌરવને વધાર્યું છે

સમગ્ર વિકાસનો અર્થ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે જેથી નાનાં બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી સૌ નિશ્ચિંત થઈ જાય કે દેશની તરફ કોઇ આંખ ઉઠાવી જોઇ શકે નહીં

પહેલા હંમેશા દેશની સંરક્ષણ નીતિ વિદેશ નીતિના પડછાયામાં રહેતી હતી, નરેન્દ્ર મોદીજીએ દેશની સંરક્ષણ અને વિદેશ નીતિને સ્પષ્ટતાની સાથે અલગ કરી દીધી

આપણાં બંધારણે ગરીબમાં ગરીબ વ્યક્તિનાં જીવનસ્તરને ઊંચે લાવવા, દેશને સુરક્ષિત, સમૃદ્ધ, શિક્ષિત અને સંસ્કારી બનાવવા, સંસ્કૃતિને આગળ વધારવા અને દુનિયાભરમાં દેશના ગૌરવને શિખર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે

મોદીજી ભલે પોતાને બહુ વિનમ્રતાથી પ્રધાન સેવક માને છે, પણ હું કહી શકું છું કે આઝાદી બાદ દેશમાં જો કોઇ સૌથી સફળ પ્રધાનમંત્રી છે તો શ્રી નરેન્દ્ર મોદીજી છે

પ્રધાનમંત્રીજીએ યોજનાઓ બનાવતી વખતે એનાં કદ અને વ્યાપને બદલી નાખ્યાં છે, આજે નીતિઓ, વ્યક્તિ, સમૂહ, રાજ્ય કે પાર્ટી કે અનુકૂળ નહીં પણ માત્ર ને માત્ર દેશહિતમાં બને છે

60ના દાયકા બાદ મોટા ભાગના લોકોએ એવી નીતિઓ બનાવી જે લોકોને પસંદ આવે પણ મોદીજીએ એવી નીતિઓ બનાવવાનું કાર્ય કર્યું છે જે લોકો માટે સારી હોય અને ડર્યા વિના કામ કર્યું

મોદી સરકારના નિર્ણયોનાં બે મુખ્ય કેન્દ્રબિંદુ હોય છે, એક ભારતનો ગરીબમાં ગરીબ માણસ અને નાગરિક અને બીજું બાકીની તમામ નીતિઓનું કેન્દ્રબિંદુ ભારત

શ્રી નરેન્દ્ર મોદીએ નોટબંધી સહિત અનેક કઠોર નિર્ણયો લીધા, ઘણાં લોકો એની વિરુદ્ધ હતા પણ મોદીજીએ બેડધક નિર્ણય લીધો જેથી સમગ્ર દેશને પેમેન્ટની તરફ લઈ જવાય અને કાળું નાણું સમાપ્ત કરાય 

મોદીજીએ વિશ્વપટલ પર ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત બનીને યોગ દિવસ માટે 177 દેશોની સહમતિ મેળવીને આજે આપના યોગ અને આયુર્વેદને દુનિયાભરમાં પહોંચાડવાનું કામ કર્યું

આઝાદી બાદ ભારતની સંસ્કૃતિના ધ્વજવાહક બનીને જો કોઇએ સંયુક્ત રાષ્ટ્રોમાં ભાષણ કર્યું છે તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજેડિલિવરિંગ્ ડેમોક્રેસી: સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બે દાયકાવિષય પર રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના તત્વાધાનમાં ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ-ગોષ્ઠિનું ઉદઘાટન કર્યું હતું. પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ભારતની જનતા સૌથી સારી રીતે જાણે છે અને તેમના વિચારો, કામ અને એમની સિદ્ધિઓના આધારે જાણે છે. શ્રી અમિત શાહે કહ્યું કે એક નાનકડો શબ્દ, ડિલિવરિંગ ડેમોક્રેસીમાં ભારતની જનતાની 75 વર્ષો સુધી જે આશાઓ હતી, એને સમાવી લેવામાં આવી છે. જ્યારે દેશ આઝાદ થયો અને આપણી બંધારણ સભા બની અને તેણે બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાને સ્વીકારી હતી અને એક યોગ્ય નિર્ણય હતો. પરંતુ 60ના દાયકાના ઉત્તરાર્ધમાં અને વર્ષ 2014 સુધી દેશની જનતાના મનમાં એક બહુ મોટો સવાલ આવી ગયો હતો કે શું બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકશે. વર્ષ 2014 સુધી રામરાજ્ય કે કલ્યાણરાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચૂકી હતી. જનતાના મનમાં એક આશંકા આવી ગઈ હતી કે ક્યાંક આપણી લોકતાંત્રિક સંસદીય વયવસ્થા નિષ્ફળ તો નથી ગઈ ને, તે પરિણામ આપતી નથી અને આગળ શું અને કઈ રીતે થશે. પરંતુ ભારતની જનતા બહુ ધીરજવાન છે કેમ કે ઘણી વસ્તુઓને સહન કરતા કરતા એક રાષ્ટ્ર તરીકે આપણે આજે અહીં સુધી પહોંચ્યા છીએ. બહુ ધીરજપૂર્વક જનતાએ નિર્ણય આપ્યો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને 30 વર્ષો બાદ પૂર્ણ બહુમતી સાથે દેશનું શાસન સોંપ્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે કોઇ પણ વ્યક્તિનું આજનું સ્વરૂપ જોઇએ એના આધારે આકલન કરવું જોઇએ પણ કેટલી તપસ્યા, સંઘર્ષ, ત્યાગ અને મહેનત કરીને અહીં સુધી પહોંચી છે જોવું જોઇએ. વર્ષ 2001માં અમારા પક્ષે નિર્ણય લીધો કે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હશે અને સમયે જ્યારે રાજ્ય સૌથી મોટાં સંકટમાં હતું, વિનાશકારી ભૂકંપ બાદ ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મોદીજી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સમગ્ર સ્થિતિને જોવા, સમજવા અને ઘણાં બધાં ફેરફારો લાવવાના પ્રયાસ કર્યા. સમયે કોઇ નહીં માનતું હતું કે તેઓ એક સફળ મુખ્યમંત્રી હશે પરંતુ તેમણે સુધારા અને પારદર્શિતા પર કામ કર્યું. તેમની પરિભાષા અનુસાર પદ્ધતિને બદલવી એને સુધારા કહી શકાય પરંતુ જમીની પરિસ્થિતિને બદલવી એને સુધારા કહેવાય છે. મોદીજીએ જે સૌથી મોટું કામ કર્યું હતું સર્વસ્પર્શી સર્વસમાવેશી વિકાસની શરૂઆત. વિકાસનો પરિઘ એવો હોવો જોઇએ જે સર્વસમાવેશક હોય અને વિકાસની પહોંચ એવી હોવી જોઇએ જે સર્વસ્પર્શી હોય અને વિકાસ દરેક વ્યક્તિ સુધી પહોંચે, અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને સૌને સમાવી લે. પ્રકારના વિકાસનું મોડલ તેમણે વ્યવસ્થિત કરવાની શરૂઆત કરી અને વિકાસ માટે સૌથી મોટી જરૂર હોય છે શિક્ષણની. અશિક્ષિતો સાથે કોઇ દેશ વિકાસ કરી શકે અને અશિક્ષિતને ભણાવવાની જવાબદારી શાસનની છે, તે તો પીડિત છે. જે વ્યક્તિ બંધારણે આપેલા પોતાના અધિકારો અને ફરજોને નથી જાણતી દેશના વિકાસમાં પૂર્ણ રીતે સહભાગી થઈ શકે.

શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રાથમિક શાળા શિક્ષણમાં એનરોલમેન્ટ લગભગ 67 ટકા અને ડ્રોપ આઉટ દર લગભગ 37 ટકા હતો. તેમના પ્રયાસોથી એનરોલમેન્ટ તો સો ટકા થઈ ગયું પણ ડ્રોપ આઉટ દર ઓછો કરવા માટે પણ તેમણે પ્રયાસો કત્ર્યા અને દરને 0 થી 1ની વચ્ચે લાવવાનું કામ કર્યું. રીતે તેમના પ્રયાસોને કારણે દેશમાં સૌથી પહેલા 24 કલાક વીજળી મળવાની ગુજરાતમાં શરૂ થઈ અને વીજળી મળતા ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું અને ગામડાંઓમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું. તેમણે કહ્યું કે કૃષિને વિકાસની સાથે જોડવું જોઇએ ત્યારે વિકાસ પરિપૂર્ણ થાય છે અને આપણા દેશમાં રોજગારનું સૌથી મોટું માધ્યમ આજે પણ કૃષિ છે અને દેશની 70 ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે. શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિની સમસ્યાઓને ઉકેલવા માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો અને ગુજરાતના 19000 ગામોમાં સરકાર જાતે પહોંચીને ખેડૂતોને જે પણ જોઇતું હતું ઉપલબ્ધ કરાવ્યું અને પરિણામે ગુજરાતે દસ વર્ષ સુધી સરેરાશ દસ ટકા કૃષિ વિકાસ દર હાંસલ કર્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 2014ની ચૂંટણી વખતે ગત સરકારનાં દસ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હતાં અને સમયે મંત્રીમંડળના તમામ સભ્યો પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનતા હતા અને દરેક વ્યક્તિ પોતાને પ્રધાનમંત્રી માનતી હતી. દેશમાં પૉલિસી પેરાલિસિસ થઈ ચૂક્યું હતું, દેશની સુરક્ષાનાં કોઇ ઠેકાણાં હતાં, વિદેશોમાં દેશનું સન્માન કદાચ સૌથી નિમ્ન સ્તરે આવી ગયું હતું. 12 લાખ કરોડના કૌભાંડો, ગોટાળા, ભ્રષ્ટાચાર, આંતરિક સલામતીના અઢળક સવાલો ઊભા થયા હતા અને એવું લાગતું હતું કે ગમે ત્યારે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા જાણે ધ્વસ્ત થઈ જશે. સમયે અમારા પક્ષે નિર્ણય લીધો કે ગુજરાતના મુખ્યમંત્રી 2014ની ચૂંટણીમાં અમારા પક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. વખતે થઈ રહેલાં ઘણાં પ્રકારનાં આંદોલનો વચ્ચે જાહેરાતથી દેશમાં એક નવા પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું જેના મારફતે આક્રોશને આશામાં પરિવર્તિત થતા મેં જાતે જોયો. 2014થી મોદીજીનો કાર્યકાળ શરૂ થયો અને દેશમાં દરેક ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. શ્રી શાહે કહ્યું કે શાસન, સુધારા, સુશાસન જેવા શબ્દો કોઇ દેશની સમસ્યાઓને સમાપ્ત કરી શકે, દેશની સમસ્યા માત્ર વહીવટ, આર્થિક વિકાસ નથી પણ દેશના ગૌરવને સાચવાનું છે, દેશની સંસ્કૃતિને પણ આગળ વધારવાની છે, દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની છે. એક અલગ પ્રકારના દ્રષ્ટિકોણની જરૂર હોય છે અને એક જનનેતામાં હોય છે જે જમીન સ્તરથી આગળ આવી હોય. આર્થિક સુધારા તો થઈ શકે પણ એનું કેન્દ્રબિંદુ દેશની ગરીબમાં ગરીબ વ્યક્તિ હોવી જોઇએ.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના પાસપોર્ટની વેલ્યુ અને વિદેશમાં દેશના ગૌરવને વધાર્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિકાસનો મતલબ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે જેથી નાનાં બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી આબાલવૃદ્ધ સુધી તમામ નિશ્ચિંત્ થઈ જાય કે દેશની તરફ કોઇ આંખ ઉઠાવીને જોઇ શકે એમ નથી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે અમે પ્રકારનું સુરક્ષા તંત્ર ઊભું કર્યું છે. ઉરી અને પુલવામામાં હુમલો થયો અને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી વિશ્વભરમાં સંદેશ ગયો કે હવે ભારતની સરહદો સાથે છેડછાડ થઈ શકે. શ્રી શાહે કહ્યું કે આપ એને દેશભક્તિ, શ્રી નરેન્દ્ર મોદીનાં સાહસ અને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોઇ શકો છો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પહેલા હંમેશા દેશની સંરક્ષણ નીતિ વિદેશ નીતિના ઓછાયા હેઠળ રહેતી હતી અને નરેન્દ્ર મોદીજીએ દેશની સંરક્ષણ અને વિદેશ નીતિને સ્પષ્ટતાની સાથે આગ કરી દીધી. આપણે સૌની સાથે દોસ્તી ઇચ્છીએ છીએ પણ આપણા સર્વભૌમત્વ પર કોઇ અતિક્રમણ થવું જોઇએ. શ્રી અમિત શાહે કહ્યું કે આર્થિક સુધારા, સુશાસન અને ગરીબી નાબૂદી જરૂરી છે પણ એનાથી સફળ શાસનની વ્યાખ્યા કરી શકાય. આપણા બંધારણે ગરીબમાં ગરીબ વ્યક્તિનાં જીવનસ્તરને સુધારવા, દેશને સુરક્ષિત, સમૃદ્ધ, શિક્ષિત અને સંસ્કારી બનાવવા, સંસ્કૃતિને આગળ ધપાવવા અને દુનિયાભરમાં દેશના ગૌરવને શિખર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે બધું એકત્ર થાય છે ત્યારે સફળ શાસન બને છે અને એમાં જે નેતૃત્વ આપે છે સફળ શાસક બને છે. શ્રી નરેન્દ્ર મોદી ભલે પોતાને બહુ નમ્રતાથી પ્રધાન સેવક માને છે પણ હું કહી શકું કે આઝાદી બાદ દેશમાં જો કોઇ સૌથી સફળ પ્રધાનમંત્રી છે તો શ્રી નરેન્દ્ર મોદીજી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ યોજનાઓ બનાવતી વખતે એનાં કદ અને વ્યાપને બદલી નાખ્યાં છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે પહેલાની યોજનાઓમાં સંખ્યા બતાવાતી હતી જેમ કે 10,000 લોકોને પાકાં મકાનો આપીશું જ્યારે મોદીજીએ નિર્ણય લીધો કે દેશના દરેક વ્યક્તિને 2022 પહેલાં પાકું ઘર આપીશું. આજે નીતિઓ વ્યક્તિ, સમૂહ, રાજ્ય કે પાર્ટીને અનુકૂળ નહીં પણ માત્ર ને માત્ર દેશહિતમાં બને છે. તેમણે કહ્યું કે 60ના દાયકા બાદ મોટા ભાગના લોકોએ એવી નીતિઓ બનાવી જે લોકોને પસંદ પડે પણ મોદીજીએ એવી નીતિઓ બનાવવાનું કામ કર્યું જે લોકો માટે સારી હોય અને ડર્યા વગર કામ કર્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારના નિર્ણયોનાં બે મુખ્ય કેન્દ્રબિંદુ છે, એક ભારતની ગરીબમાં ગરીબ વ્યક્તિ અને નાગરિક અને બીજું બાકીની તમામ નીતિઓનું કેન્દ્રબિંદુ ભારત. ગૃહ મંત્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા બધા નિર્ણયો કઠોરતાથી લીધા જેમ કે નોટબંધીનો નિર્ણય. તેમણે કહ્યું કે ઘણાં બધાં લોકો એની વિરુદ્ધ હતાં પણ મોદીજીએ બેડધક નિર્ણય લીધો જેથી સમગ્ર દેશને પેમેન્ટ તરફ લઈ જવાય અને કાળાં નાણાંને સમાપ્ત કરાય. તેમણે કહ્યું કે જનતા આમાં પ્રધાનમંત્રીની સાથે ઊભી રહી કેમ કે એમાં મોદીજીનો કોઇ સ્વાર્થ હતો. ત્યારબાદ ટ્રિપલ તલાકનો નિર્ણય લીધો. રાજીવ ગાંધી સરકારે આના પર નિર્ણય લીધો અને પછી પલટી નાખ્યો પણ મોદીજીએ ટ્રિપલ તલાક પર નિર્ણય પણ લીધો, એના પર અડગ રહ્યા અને આજે દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને અધિકાર આપવાનું કામ કર્યું છે. શ્રી અમિત શાહે કહ્યું કે સાથે મોદી સરકારે વન રેંક વન પેન્શનનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો. તેમણે કહ્યું કે જે માઇનસ 45થી 45 ડિગ્રી તાપમાનમાં દેશની સરહદોની રક્ષા કરે છે એમના પરિવારને સુરક્ષિત કરવા રાજ્ય, સરકાર અને શાસનની જવાબદારી છે. સરકારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો પણ નિર્ણય લીધો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 2019માં મોદીજીને મેન્ડેટ મળ્યો અને 5 ઑગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35 સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે કહ્યું કે સૌને સાથે લઈને અને સમગ્ર દેશમાં કોઇ પણ રમખાણો વગર શ્રી રામ જન્મભૂમિના નિર્માણનો નિર્ણય લેવાયો અને આજે મંદિર નિર્માણનું કામ ચાલુ છે. શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીએ વિશ્વ પટલ પર ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત બનીને યોગ દિવસ માટે 177 દેશોની સહમતિ મેળવીને આજે આપણા યોગ અને આયુર્વેદને દુનિયાભરમાં પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ ભારતની સંસ્કૃતિના ધ્વજવાહક બનીને જો કોઇએ સંયુક્ત રાષ્ટ્રોમાં ભાષણ આપ્યું છે તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી છે. પર્યાવરણ સંરક્ષણના આપણા વેદો અને ઉપનિષદોના સંદેશને મોદીજીએ વિશ્વ ફલક પર મૂક્યો અને પેરિસ જળવાયુ સંમેલનમાં સમગ્ર વિશ્વએ ભારતની આગેવાનીનો સ્વીકાર કર્યો જેના પરિણામ સ્વરૂપે ગુરુગ્રામમાં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ આવ્યું.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રીજીએ ગરીબ કલ્યાણને એક અલગ વ્યાખ્યા આપી છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ જીડીપીના માનવીય દ્રષ્ટિકોણને લોકો સમક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે વિકાસ દર વધવો જોઇએ પણ એના લાભાર્થી વ્યક્તિ અને ગરીબ હોવા જોઇએ. શ્રી શાહે કહ્યું કે 35 હજાર કરોડ રૂપિયા શૌચાલય બનવાથી અર્થતંત્રની ગતિ તો વધે છે સાથે એનાથી 10 કરોડ પરિવારો સન્માનની સાથે જીવે છે. ગૃહ મંત્રીએ કહ્યું કે મોદીજીએ તેમનાં માતાને ચૂલાનાં ધુમાડામાં ભોજન બનાવતાં અને ખાંસતા જોયાં છે, જ્યારે 11 કરોડ માતાઓ પાસે ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર પહોંચે છે ત્યારે જીડીપી પણ વધે છે અને એમનું સશક્તિકરણ પણ થાય છે.

શ્રી અમિત શાહે કહ્યું કે તાજેતરમાં આપણે સો કરોડ રસી મૂકવાનું લક્ષ્ય પાર કર્યું છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનના બેઉ ડૉઝ સો ટકા મફત આપવાની જાહેરાત અને એને અમલી કરવાનું સાહસ કોઇ પણ રાષ્ટ્રીય અધ્યક્ષમાં હોઇ શકે. શ્રી શાહે કહ્યું કે દેશમાં 43 કરોડ બૅન્ક ખાતા ખોલવાથી લોકો અર્થતંત્ર સાથે જોડાયા છે. અત્યાર સુધીમાં 19 લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી સીધા લોકોનાં ખાતામાં પહોંચ્યાં છે. 80 કરોડ લોકોને કોરોના સમયે દોઢ વર્ષ સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ઘઉં કે ચોખા મફત અપાયા છે. ખેડૂતો માટે સ્વામીનાથન આયોગની ભલામણ અનુસાર મહત્તમ સમર્થન મૂલ્ય એમએસપીના ખર્ચથી 50 ટકા વધારે આપવાનું કામ કર્યું છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે મોદીજી દર વર્ષે ખેડૂતોનાં ખાતામાં હજાર રૂપિયા મોકલી રહ્યા છે. લોકોએ ઋણ માફ કરવાની વ્યવસ્થા કરવાની માગ કરી, અમે ઋણ લેવું પડે પ્રકારની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારે નીતિઓ બનાવવાનું કામ કર્યું છે. પહેલા કદી ડ્રોન પોલિસી પર ચર્ચા પણ થતી હતી અને અંતરિક્ષને ઈસરોના ભરોસે છોડી દેવાયું હતું. આજે ડ્રોન, સ્પેસ, માઇનિંગ અને કોલસા ખનન, કૃષિ, ગ્રીન, વ્હાઇટ અને બ્લ્યુ રિવોલ્યુશન તથા નવી શિક્ષણ નીતિ લાવવાનું કામ કર્યું છે. શ્રી અમિત શાહે કહ્યું કે નવી શિક્ષણ નીતિ આપણી ભાષાઓને પણ મહત્વ આપશે. તેમણે દેશભરના લોકોને આગ્રહ કર્યો કે માતા-પિતા પોતાના બાળકો સાથે પોતાની ભાષામાં વાત કરે. તેમણે કહ્યું કે ભાષા માત્ર રોજગારનું માધ્યમ નથી પણ અભિવ્યક્તિ અને દેશની સંસ્કૃતિ અને ઈતિહાસને સમજવાનું માધ્યમ છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે આરોગ્ય નીતિમાં ધરમૂળ પરિવર્તન થઈ રહ્યું છે જેનાથી સૌથી નીચલા સ્તરે આરોગ્ય સુવિધાઓ પહોંચી શકે. તેમણે કહ્યું કે જળશક્તિ માટે પણ કામ થઈ રહ્યું છે અને માટે એક મંત્રાલય પણ બનાવાયું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે અનેક પગલાં લેવાયાં છે. જીઈએમના માધ્યમથી સરકારી ખરીદી થવાથી પ્રક્રિયા લગભગ પૂર્ણત: ભ્રષ્ટાચાર વિહિન થઈ ગઈ છે અને એનો વ્યાપ પણ વધી રહ્યો છે. શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીએ યુપીઆઇના માધ્યમથી આત્મનિર્ભર ભારતની દિશામાં એક બહુ મોટું કામ કર્યું છે અને કરોડો લોકો એની સાથે જોડાયાં છે. પ્રધાનમંત્રીએ સરકારી કર્મચારીઓ માટે મિશન કર્મયોગી શરૂ કર્યું છે જેનાથી તેઓ દેશ નિર્માણમાં વધુ સારું યોગદાન આપી શકે.


(Release ID: 1767055) Visitor Counter : 386


Read this release in: English , Marathi , Hindi , Bengali