PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 26 OCT 2021 5:00PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત 102.94 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,428 નવા કેસ નોંધાયા, 238 દિવસમાં સૌથી ઓછા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.48% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,63,816 થયું, 241 દિવસમાં સૌથી ઓછા
  • સાજા થવાનો દર હાલમાં 98.19% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 15,951 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,83,318 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 32 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.24% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.10% પહોંચ્યો, છેલ્લા 22 દિવસથી 2% કરતા ઓછો
  • કુલ 60.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 102.94 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં 98.19%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 12,428 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,63,816) 241 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.24%) છેલ્લા 32 દિવસમાં 2% કરતા ઓછો

 

 

છેલ્લા 24 કલાકમાં 64,75,733 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 102.94 કરોડ (1,02,94,01,119) સુધી પહોંચી ગયો છે. આ 1,02,28,502 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,78,376

બીજો ડોઝ

91,61,406

FLWs

પ્રથમ ડોઝ

1,83,69,785

બીજો ડોઝ

1,57,60,430

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

40,94,98,214

બીજો ડોઝ

12,88,99,829

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,25,40,509

બીજો ડોઝ

9,20,43,343

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,83,99,191

બીજો ડોઝ

6,43,50,036

કુલ

1,02,94,01,119

 

છેલ્લા 24 કલાકમાં 15,951 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,35,83,318 થઈ છે.

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.19%છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C5KB.jpg

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 121 દિવસોમાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં સૌથી ઓછા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003LY9H.jpg

એક્ટિવ કેસલોડ 2 લાખની નીચે રહ્યો છે અને હાલમાં 1,63,816 પર છે જે 241 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.48% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004A7HP.jpg

દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13,24,263 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.19 કરોડ (60,19,01,543) સંચિત પરીક્ષણો કર્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.24% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 32 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.10%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 22 દિવસોથી 2% ની નીચે અને સતત 57 દિવસો માટે 3% ની નીચે રહ્યો છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 107.22 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 12.37 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

રસીના ડોઝ

(26 ઓક્ટોબર, 2021 સુધી)

પુરવઠો

1,07,22,96,865

બાકી ઉપલબ્ધ

12,37,18,504

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 107.22 કરોડ (1,07,22,96,865) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાં, કોવિડ-19 રસીના 12.37 કરોડ (12,37,18,504) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

 

 

 


(રીલીઝ આઈડી: 1766661) મુલાકાતી સંખ્યા : 280
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Manipuri , Punjabi