નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 (શ્રેણી VII)-ઇશ્યૂ કિંમત

Posted On: 23 OCT 2021 12:57PM by PIB Ahmedabad

21 ઓક્ટોબર, 2021ના ભારત સરકારના નોટિફિકેશન નંબર 4(5)-B(W&M)/2021ના સંદર્ભમાં, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 2021-22 (શ્રેણી VII) સબ્સ્ક્રિપ્શન માટે 25-29 ઓક્ટોબર, 2021 દરમિયાન સેટલમેન્ટની તારીખ 02  નવેમ્બર, 2021 સાથે ખોલવામાં આવશે. સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત `4,765 (માત્ર ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા) - પ્રતિ ગ્રામ હશે, જેમ કે 22 ઓક્ટોબર, 2021 ના રોજ તેમની પ્રેસ રિલીઝમાં આરબીઆઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.

ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને જે રોકાણકારો ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરવામાં આવે છે તેમને ઈશ્યુ પ્રાઈસમાંથી ગ્રામ દીઠ `50 (માત્ર પચાસ રૂપિયા) ની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત સોનાના ગ્રામ દીઠ `4,715 (રૂપિયા ચાર હજાર સાતસો પંદર) હશે.

 

SD/GP/BT


(Release ID: 1765948) Visitor Counter : 303