પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

સુરેન્દ્રનગર જિલ્લાના નવા ગામે વાદી વસાહતના બાળકો માટે નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ કેનેડાવાસી ભારતીયોના સહયોગથી શક્ય બન્યુઃ શ્રી રૂપાલા


કેન્દ્રીય કૅબિનેટ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા નજીક નવા ગામે શ્રી સરસ્વતી વિદ્યામંદિરની નવનિર્મિત ઇમારત સમર્પિત કરી

ભાઇ શ્રી રમેશ ઓઝા દ્વારા શાળાના વર્ગખંડો સુપરત કરવામાં આવ્યા અને શ્રી પરષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન રહ્યા હતા

મંત્રીએ કહ્યું કે આવી પહેલનો ઉદ્દેશ ગ્રામીણ-શહેરી વિભાજનની ઊણપને પૂરવાનો છે

Posted On: 17 OCT 2021 11:49AM by PIB Ahmedabad

ઇન્ડિયન ફેમિલિ એસોસિયેશન, કેનેડા અને ઉર્મિ સરોજ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત, ગુજરાતના સુરેન્દ્રનગરના ચોટિલા નજીક નવા ગામે વાદી વસાહતમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિરની નવનિર્મિત ઇમારતનો ઉદઘાટન સમારોહ રવિવારે 17/10/2021ના રોજ સવારે 10 થી બપોરે 12:30 દરમ્યાન યોજાયો હતો.

માધવ પ્રસાદજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં, શાળાના વર્ગખંડો ભાઇ શ્રી રમેશ ઓઝા દ્વારા સોંપણી કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઇ મોકરિયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નીતિન પેથાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જીવન બદલતા અનુભવો દ્વારા, ઓછા લાભાન્વિતોની સેવા કરવાની નેમ સાથે, પરોપકારને ઉત્તેજન આપતા માનવજીવનને સુધારવા એક વ્યક્તિ કે સંસ્થાની પરોપકારી ઇચ્છા કે પ્રયાસ છે.

આવી એક સફળ ગાથા છે કે શાળાને સૌથી પછાત વાદી સમુદાયના વિદ્યાર્થીઓને સુપરત કરવી. શાળાના ઉદઘાટન પાછળની ગાથા એટલા માટે રસપ્રદ છે કેમ કે દલિત સમુદાયના કલ્યાણ માટે પોતાની કમાણી ન્યોછાવર કરવાની પ્રતિજ્ઞા લેનાર એક વ્યક્તિની દાનવૃત્તિનું શુદ્ધ કાર્ય છે.

ઉર્મિસરોજ ટ્રસ્ટની સ્થાપના એના સ્થાપક શ્રી જગદીશ ત્રિવેદીએ વર્ષ 2016માં કરી હતી કેમ કે તેઓ માનતા હતા કે માનવસેવા પ્રભુ સેવા છે. શ્રી ત્રિવેદીએ એમનું શેષ જીવન સમાજની સેવા માટે સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને નિવૃત્તિ બાદ રૂ. 11 કરોડ (1,47 મિલિયન ડૉલર્સ) દાન કરવાની જાહેર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એમનાં પ્રકાશનો જે સામાજિક ઑડિટ માટે ઉપલબ્ધ છે એમાંના એકમાં તેમણે એમની કમાણી અને યોગદાનોને સખાવતી કાર્યો માટે ઉપયોગમાં લેવાની જાહેર જાહેરાત પણ કરી હતી.

શાળાની સોંપણી ખરેખર રીતે કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા દ્વારા પેરિત છે. શ્રી રૂપાલાએ સુનિશ્ચિત કરવામાં પ્રેરક ભૂમિકા ભજવી હતી કે વાદી સમુદાયના બાળકોને પણ અત્યંત પછાત વાદી સમાજના બાળકોના શિક્ષણ માટે, મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઇએ.

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ વિશેષ રીતે ઉજાગર કર્યું હતું કે વાદી જ્ઞાતિના બાળકોને શિક્ષણની પાયાની સુવિધાઓ મળવી જોઇએ. તેમણે સૂચવ્યું હતું કે પહેલ, ગુજરાતમાં એક દાખલો સ્થાપિત કરશે કેમ કે એનો ઉદ્દેશ ગ્રામીણ-શહેરી વિભાજનની ઊણપને ભરવાનો છે. શ્રી રૂપાલાએ કહ્યું હતું કે શ્રી જગદીશભાઈ ત્રિવેદીના અથાક પ્રયાસોથી કેનેડાવાસી ભારતીયોના ભરપૂર સહયોગથી શાળાનું આ મકાન તૈયાર થયું છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.

ઉર્મિસરોજ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી જગદીશભાઇએ તરત શાળા માટે બે ઓરડા બંધાવ્યા હતા.

વાદી વસાહતમાં સરસ્વતી વિદ્યામંદિરસબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસનું ખરું ઉદાહરણ સ્થાપિત કરશે.

SD/GP/JD


(Release ID: 1764512) Visitor Counter : 312
Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu