સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત ‘રાષ્ટ્રીય સહકારિતા સંમેલન’માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી


દેશભરમાંથી આવેલા 2100 કરતાં વધારે સહકારી બંધુઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી દેશ-વિદેશમાંથી જોડાયેલા અંદાજે 6 કરોડ લોકોને સંબોધન આપ્યું

આઝાદીના 75 વર્ષ પછી અને એવા સમયે કે જ્યારે સહકારિતા આંદોલનની ખૂબ જ જરૂર હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની રચના કરી

દેશભરમાંથી આવેલા સહકારિતા કાર્યકરો તરફથી સહકારિતા આંદોલનની રચના કરવા માટે પ્રધાનમંત્રીજીનો આભાર વ્યક્ત કર્યો

ગરીબ કલ્યાણ અને અંત્યોદયની કલ્પના સહકારિતા વગર થઇ જ શકે તેમ નહોતી

સહકારિતા બંધુઓ અને કાર્યકરોને આહ્વાન કર્યું કે હવે ઉપેક્ષાનો સમય સમાપ્ત થઇ ગયો છે અને પ્રાથમિકતાના સમયનો આરંભ થયો છે

દેશના વિકાસમાં સહકારિતાનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે, કાર્યમાં સહકારિતાની ભાવનાને સ્વભાવ અને સંસ્કારની જેમ સામેલ કરી સહકારિતાના આંદોલનને આગળ વધારવું પડશે

દેશના કરોડો ખેડૂતો, વંચિતો, પછાતો, દલીતો, ગરીબો, ઉપેક્ષિતો, મહિલાઓના વિકાસનો માર્ગ માત્ર સહકારિતાના માધ્યમથી જ પ્રશસ્ત થઇ શકે છે

અનેક લોકો સહકારિતાની પ્રાસંગિકતા પર સવાલ ઉઠાવે છે અને તેમને લાગે છે કે, સહકારિતા આંદોલન હવે અપ્રાસંગિક થઇ ગયું

Posted On: 25 SEP 2021 7:56PM by PIB Ahmedabad

સહકારિતા આંદોલન ભારતના ગ્રામીણ સમાજની પ્રગતિ પણ કરશે અને એક નવી સામાજિક મૂડીની અવધારણા પણ ઉભી કરશે

 

ભારતની જનતાના સ્વભાવમાં સહકારિતા ભળી ગઇ છે અને સંસ્કારમાં સહકારિતા છે, તેમજ આ કોઇ ઉધાર લીધેલો વિચાર નથી માટે ભારતમાં સહકારિતા આંદોલન ક્યારેય પણ અપ્રાસંગિક ના હોઇ શકે

 

સહકારી આંદોલને આ દેશને અનેક સંકટોમાંથી બહાર આવવામાં પોતાના તરફથી યોગદાન આપ્યું છે

 

સહકારિતા મંત્રાલય કોઓપરેટિવ સંસ્થાઓને મજબૂત બનાવવા, તેમાં પારદર્શકતા લાવવા, તેનું આધુનિકીકરણ કરવા, કમ્પ્યૂટરાઇઝ્ડ કરવા અને સ્પર્ધામાં ટકી રહે તેવી કોઓપરેટિવ તૈયાર કરવા માટે જ બનાવવામાં આવ્યું છે

 

આજે દેશમાં લગભગ 91% ગામડાં એવા છે જ્યાં કોઇને કોઇ કોઓપરેટિવ સંસ્થા કામ કરે છે, દુનિયામાં આવું ક્યાંય પણ નથી

 

આજે આપણે એક ખૂબ જ મોટા મંચ પર ઉભા છીએ અને હવે સમય આવી ગયો છે કે, નવું લક્ષ્ય તૈયાર કરીએ અને નવા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધીએ

 

આપણી સફળતા ચાર ચીજો પર નિર્ભર થઇ શકે છે જે સંકલ્પ શક્તિ, સાફ નીતિ, પરિશ્રમ અને સંઘ ભાવનાથી કામ કરવું છે

 

ગ્રામીણ ક્ષેત્રમાં દરેક વંચિતો સુધી વિકાસને પહોંચાડવાના પડકારને પાર કરવા માટે સહકારિતા મંત્રાલય નિરંતર કામ કરશે

 

કૃષિ ક્ષેત્ર નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે, વર્ષ 200-10માં કૃષિ બજેટ 12000 કરોડ રૂપિયાનું હતું જ્યારે 2020-21માં આ બજેટ વધારીને એક લાખ 34 હજાર 499 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે

 

પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારે ખર્ચ કરતાં વધારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે

 

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા દેશના 11 કરોડ ખેડૂતોને 1,58,000 કરોડ રૂપિયા સીધા DBTના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા

 

શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનું સહકારિતા મંત્રાલય, તમામ રાજ્યો સાથે સહકાર રાખીને ચાલશે અને આ કોઇની સાથે સંઘર્ષ કરવા માટે નથી બન્યું

 

આઝાદીના 75 વર્ષમાં અમૃત મહોત્સવમાં અનેક સહકાર નીતિ બનવવાની શરૂઆત કરવામાં આવશે

 

સમ-વિકાસ થવો જોઇએ, વિકાસ સર્વ સ્પર્શી હોવો જોઇએ, સર્વ સમાવેશી હોવો જોઇએ, વિકાસના મોડલની અંદર સૌને સ્પર્શી જાય તેવી તાકાત હોવી જોઇએ

 

પ્રધાનમંત્રીજીની ઇચ્છા છે કે, નાનામાં નાની વ્યક્તિને વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવવામાં આવે, સહકારિતાની પ્રક્રિયાથી દરેક ઘરને સમૃદ્ધ બનાવવાનું અને દરેક પરિવારની સમૃદ્ધિથી દેશને સમૃદ્ધ બનાવવામાં આવે એ જ સહકારથી સમૃદ્ધિનો મંત્ર છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે સહકારિતા સાથે જોડાયેલા અનેક મહાનુભાવોએ દશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્મા, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ (ગ્લોબલ)ના અધ્યક્ષ ડૉ. એરિયલ ગ્વાર્કો, સહકારિતા મંત્રાલય અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ તેમજ ભારતની અગ્રણી સહકારી સંસ્થાઓ – ઇફકો, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ, અમૂલ, સહકાર ભારતી, નાફેડ અને કૃભકો સહિત સમગ્ર સહકારી પરિવારના અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ દેશભરમાંથી આવેલા 2100 કરતાં વધારે સહકારી બંધુઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી દેશ-વિદેશમાંથી જોડાયેલા અંદાજે 6 કરોડ લોકોને સંબોધન આપ્યું હતુ જેની શરૂઆત પંડિત દીન દયાળ ઉપાધ્યાયની અંત્યોદયની નીતિના ઉલ્લેખ સાથે કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી અને એવા સમયે કે જ્યારે સહકારિતા આંદોલનની ખૂબ જ જરૂર હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની રચના કરી છે. તેમણે દેશભરના કરોડો સહકારિતા કાર્યકરો વતી સહકારિતા આંદોલનની રચના કરવા બદલ પ્રધાનમંત્રીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, દેશના પ્રથમ સહકારિતા મંત્રી બનવાનું તેઓ ગૌરવ અનુભવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારિતા શબ્દ સહ અને ‘કાર્ય’ શબ્દો જોડીને બનાવવામાં આવ્યો છે. હળીમળીને એક લક્ષ્ય સાથે બંધુત્વની ભાવનાથી એક દિશામાં કામ કરવું તે સહકારિતા છે.

શ્રી અમિત શાહે પોતાના સંબોધમાં સહકારિતા આંદોલન પર ભાર આપનારા માધવરાવ ગોલબોલે, વૈકુંઠભાઇ મહેતા, ત્રિભુવનદાસ પટેલ, વિઠ્ઠલ રાવ વિખે પાટીલ, યશવંતરાવ ચવ્હાણ, ધનંજયરાવ ગાડિગલ અને લક્ષ્ણરાવ ઇનામદાર જેવા અનેક લોકોને યાદ કરીને તમને વંદન કર્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારે ખર્ચ કરતાં વધારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા દેશના 11 કરોડ ખેડૂતોને 1,58,000 કરોડ રૂપિયા સીધા DBTના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, ઘણા લોકો કહે છે કે સહકારિતા રાજ્યનો વિષય છે પરંતુ શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનું સહકારિતા મંત્રાલય તમામ રાજ્યો સાથે સહકાર રાખીને ચાલશે અને આ કોઇની સાથે સંઘર્ષ કરવા માટે નથી બન્યું. આથી કોઇએ એવું વિચારવાની જરાય જરૂર નથી કે આ રાજ્યનો વિષય છે કે પછી કેન્દ્રનો વિષય છે.

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, વર્ષ 2002માં અટલજીની સહકાર નીતિ લઇને આવ્યા હતા અને હવે 2021-22માં મોદીજી થોડા સમયની અંદર નવી સહકાર નીતિ લઇને આવશે. તેમણે કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષમાં અમૃત મહોત્સવમાં નવી સહકાર નીતિ બનાવવાની શરૂઆત કરવામાં આવશે, પેક્સને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે, સમ-વિકાસ થવો જોઇએ, વિકાસ સર્વ સ્પર્શી હોવો જોઇએ, સર્વ સમાવેશી હોવો જોઇએ, વિકાસના મોડલની અંદર સૌને સ્પર્શી જાય તેવી તાકાત હોવી જોઇએ અને વિકાસનું મોડલ સૌને સંમોહિત કરી દે તેવું હોવું જોઇએ , તે પોતાની ભૂજાઓ ફેલાવીને ઉભું હોવું જોઇએ જે કોઓપરેટીવ વગર શક્ય નથી. આથી સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીજીની ઇચ્છા છે કે, સહકારિતાના આધારત પર ભારતમાં વિકાસનો એક નવો અધ્યાય લખવામાં આવે. મોદીજીના આત્મનિર્ભર ભારતના સપનાંને ચરિતાર્થ કરવા માટે સહકારી ક્ષેત્રએ તેમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની રહેશે અને આપણે સહકારિતાના સંસ્કાર બનાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, જે મહત્વપૂર્ણ ભૂમિકા આપણે નિભાવીશું તેને આવનારી પેઢીઓ યાદ રાખશે.

 



(Release ID: 1758125) Visitor Counter : 322