પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓએનજીસીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઘણી પ્રવૃત્તિઓ શરુ કરી

Posted On: 22 SEP 2021 1:40PM by PIB Ahmedabad

દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) ના નેજા હેઠળ એનર્જી મહારત્ન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ કેન્દ્રીય વિદ્યાલય અને એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ભારતના વિવિધ ભાગોમાં તેના તેલ ક્ષેત્રોની મુલાકાતોનું આયોજન કર્યું હતું. આ ક્ષેત્રની યાત્રાઓએ ભારતની યુવા પેઢીના તેલ અને ગેસના વ્યવસાયમાં રસ જગાડ્યો છે, જે ભારતની ઉર્જા સ્વતંત્રતાનું મહત્વનું તત્વ છે. તમામ કોવિડ -19 પ્રોટોકોલના પાલન બાદ તમામ ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, ઓએનજીસીએ સપ્ટેમ્બર 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન 25 જૂથોની અભ્યાસ મુલાકાતનું આયોજન કરવાની વિસ્તૃત યોજના પણ તૈયાર કરી છે. આ યોજના હેઠળ, ઓએનજીસી પહેલાથી જ વિદ્યાર્થીઓના પાંચ જૂથો માટે ક્ષેત્ર મુલાકાત પૂર્ણ કરી ચૂકી છે. 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અભ્યાસ મુલાકાત અમદાવાદ, મહેસાણા, અંકલેશ્વર, કેમ્બે અને કાવેરી ખાતે ઓએનજીસીની પાંચ જુદી-જુદી સંપત્તિઓમાં આયોજીત કરવામાં આવી હતી. આ પ્રવાસોએ વિદ્યાર્થીઓને ઉર્જા વ્યવસાયની વિવિધ ઝીણવટભરી વિશિષ્ટતાઓ અને તે પાછળના વિજ્ઞાન અને ટેકનોલોજીથી અવગત કરાવ્યા.

ઉત્તર ગુજરાતમાં ઓએનજીસીની મહેસાણા સંપતિમાં, પાટણની સરકારી એન્જિનિયરિંગ કોલેજના 96 વિદ્યાર્થીઓને ચાર બેચમાં શોભાસન સેન્ટ્રલ ટેન્ક ફાર્મ (સીટીએફ)માં ઓઇલફિલ્ડનું સંચાલનના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા. મહેસાણા ખાતે ONGCના વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને 13-14 સપ્ટેમ્બર, 2021ની બે દિવસની મુલાકાત દરમિયાન કામગીરીની ગૂંચવણો સમજાવી.

ઓએનજીસી કેમ્બે એસેટે 13-15 સપ્ટેમ્બર દરમિયાન લુનેજ મ્યુઝિયમ અને અખોલજુનીની આઠમા, નવમા અને દસમા વર્ગના વિદ્યાર્થીઓ માટે ત્રણ બેચમાં ફિલ્ડ વિઝિટનું આયોજન કર્યું હતું, જેમાં 30 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અંકલેશ્વર એસેટે અંકલેશ્વરની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે વેલ સાઇટ્સ, સીટીએફ અને વર્ક-ઓવર રિગ્સ પર ઓએનજીસી કામગીરીની ઝલક આપવા માટે અભ્યાસ મુલાકાત ગોઠવી હતી.

1-15 સપ્ટેમ્બર દરમિયાન પખવાડિયા માટે કાવેરી એસેટ દ્વારા અન્ય સો વિદ્યાર્થીઓની અભ્યાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 100 વિદ્યાર્થીઓની આખી બેચને 10 વિદ્યાર્થીઓના નાના જૂથોમાં વહેંચવામાં આવી હતી. પુડ્ડુચેરી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ટ્રીપમાં ભાગ લીધો હતો અને દરેક બેચ કોલેજના ફેકલ્ટી સાથે હતી. વિદ્યાર્થીઓને ONGC એસેટના કુથલમ અને નરીમાનમ સરફેસ ઇન્સ્ટોલેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1756952) Visitor Counter : 385