રાષ્ટ્રપતિ સચિવાલય

શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 04 SEP 2021 5:43PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરના શિક્ષકોને શુભેચ્છા પાઠવી છે.

એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “શિક્ષક દિવસ એક મહાન શિક્ષણશાસ્ત્રી, દાર્શનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. હું તમામ શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

શિક્ષક દિવસ એ એક એવો પ્રસંગ છે જ્યારે આપણે બધા શિક્ષકોની સમર્પિત સેવાઓનું સન્માન કરીએ છીએ જે આપણા બાળકોના બૌદ્ધિક અને નૈતિક વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. ભારતીય પરંપરામાં શિક્ષકોને ભગવાનતુલ્ય માનવામાં આવે છે.

કોવિડ-19 વૈશ્વિક રોગચાળા દરમિયાન શિક્ષકોની કાર્યશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. લોકડાઉન દરમિયાન આપણા શિક્ષકોએ શિક્ષણના ઓનલાઇન માધ્યમની રજૂઆત સાથે સંકળાયેલ દરેક પડકારને સ્વીકાર્યો છે. તેઓએ વિદ્યાર્થીઓના અવિરત શિક્ષણને સક્ષમ કરવા અસરકારક પગલાં લીધાં છે.

આ પ્રસંગે આપણે બધા એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન માટે સમગ્ર શિક્ષક સમુદાયનો આભાર વ્યક્ત કરીએ.

હિન્દીમાં સંદેશ માટે અહીં ક્લિક કરો

 

SD/GP/BT(Release ID: 1752049) Visitor Counter : 367