સંરક્ષણ મંત્રાલય
અલ્જેરિયન નૌકાદળ સાથે ભારતીય નૌકાદળની પ્રથમ કવાયત
Posted On:
31 AUG 2021 10:44AM by PIB Ahmedabad
યુરોપ અને આફ્રિકાની તેની ચાલુ સદ્ભાવના મુલાકાતના ભાગરૂપે INS તબરે 29 ઓગસ્ટ, 2021ના રોજ અલ્જેરિયન નૌકાદળના જહાજ 'ઇઝાદજેર' સાથે મેરીટાઇમ પાર્ટનરશિપ કવાયતમાં ભાગ લીધો હતો.
અલ્જેરિયાના દરિયાકિનારે યોજાયેલી ઐતિહાસિક કવાયતમાં ફ્રન્ટલાઈન અલ્જેરિયન યુદ્ધ જહાજ 'ઇઝાદજેર' ની ભાગીદારી જોવા મળી હતી.
કવાયતના ભાગરૂપે, ભારત અને અલ્જેરિયાના યુદ્ધ જહાજો વચ્ચે સહ-સંકલિત દાવપેચ, સંચાર પ્રક્રિયાઓ અને સ્ટીમ પાસ્ટ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ કવાયતે બે નૌકાદળોને એકબીજાના પગલે ચાલતા ઓપરેશનના ખ્યાલને સમજવામાં સક્ષમ બનાવ્યા, આંતર -કાર્યક્ષમતામાં વધારો કર્યો અને ભવિષ્યમાં તેમની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા અને સહયોગ વધારવાની શક્યતાને વધારી છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1750657)