સ્ટીલ મંત્રાલય
MECON, સ્ટીલ મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરી
Posted On:
27 AUG 2021 3:17PM by PIB Ahmedabad
સ્ટીલ મંત્રાલય હેઠળની પીએસયુ મેકોન લિમિટેડે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
સ્વતંત્રતા દિવસ પહેલા કર્મચારીઓ અને મુલાકાતીઓને ભારતની ધ્વજ સંહિતાથી વાકેફ કરવા મેકોનના મુખ્ય મથકના પ્રવેશદ્વાર પર ભારતીય ધ્વજ સંહિતા અને તેનું મહત્વ વ્યૂહાત્મક સ્થળો પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ધ્વજનું મહત્વ, ધ્વજ ફરકાવવા માટે શું કરવું અને ન કરવું અને રાષ્ટ્રીય ધ્વજના અન્ય મહત્વના પાસાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

સ્વતંત્રતા સેનાનીઓએ આપણા દેશ માટે લડતા, તેમના જીવનનું બલિદાન આપ્યું છે. આપણા સ્વતંત્રતા સેનાનીઓના જીવનનું ચિત્રણ કરતી રચનાઓ, ઓફિસ પરિસરમાં વ્યૂહાત્મક સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવી હતી એ દ્રઢ વિશ્વાસ સાથે કે આ બધાને અન્યાય સામે લડવાની પ્રેરણા અને ભાવના જગાડશે અને આપણી ફરજો પ્રત્યે જવાબદારીની ભાવના પેદા કરશે. આ સર્જનાત્મકતાઓએ દેશ માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના નિ:સ્વાર્થ બલિદાનને દર્શાવ્યું છે.

કોવિડ -19 ના સંદર્ભમાં તમામ નિર્દેશોનું પાલન કરીને સ્વતંત્રતા દિવસ પણ મેકોનના તમામ કાર્યાલયોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1749543)
Visitor Counter : 268