મંત્રીમંડળ
મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશનના અમલીકરણને મંજૂરી આપી
પૂર્વોત્તર પ્રદેશ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના લાવવામાં આવી
રૂપિયા 11,040 કરોડનો નાણાં ખર્ચ કરવામાં આવશે જેમાંથી રૂપિયા 8,844 કરોડનો હિસ્સો ભારત સરકારનો રહેશે
તેલીબિયાં અને ઓઇલ પામના વિસ્તારમાં વૃદ્ધિ અને ઉત્પાદકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે
બીજના બગીચાઓને સહાયતા જેમાં ખાસ કરીને પૂર્વોત્તર અને આંદામાનના વિસ્તારોને ખાસ સહાય
ફ્રેશ ફ્રૂટ જથ્થાઓ માટે ઓઇલ પામના ખેડૂતોને ભાવની ખાતરી
Posted On:
18 AUG 2021 4:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા મિશનના પ્રારંભ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર દ્વારા આ નવી પ્રાયોજિત યોજનામાં પૂર્વોત્તરના પ્રદેશો અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલોની આયાત પર ઘણી મોટી નિર્ભરતાના કારણે, સ્થાનિક સ્તરે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ઓઇલ પામનું વધતું ક્ષેત્ર અને ઉત્પાદકતા મહત્વની ભૂમિકા નિભાવે છે.
આ યોજના માટે રૂપિયા 11,040 કરોડનો કુલ નાણાં ખર્ચ કરવામાં આવશે જેમાંથી રૂપિયા 8,844 કરોડનો હિસ્સો ભારત સરકારનો રહેશે અને રૂપિયા 2,196 કરોડનો હિસ્સો રાજ્યોનો રહેશે અને તેમાં વાયેબિલિટી ગેપ ફંડિંગ પણ સામેલ છે.
આ યોજના અંતર્ગત, વર્ષ 2025-26 સુધીમાં ઓઇલ પામ માટે વધારાનું 6.5 લાખ હેક્ટર (હે.) ક્ષેત્રફળ આવરી લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને તેના કારણે એકંદરે 10 લાખ હેક્ટર સુધી પહોંચવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાશે. ક્રૂડ પામ ઓઇલ (CPO)નું ઉત્પાદન વર્ષ 2025-26 સુધીમાં 11.20 લાખ ટન અને વર્ષ 2029-30 સુધીમાં 28 લાખ ટન સુધી પહોંચી જશે તેવી અપેક્ષા છે.
આ યોજના ઓઇલ પામના ખેડૂતોને અત્યંત લાભદાયી પુરવાર થશે અને તેનાથી મૂડી રોકાણમાં વધારો થશે, નવી રોજગારીઓનું સર્જન થશે, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે અને તેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
વર્ષ 1991-92થી ભારત સરકાર દ્વારા તેલીબિયાં અને ઓઇલ પામના ઉત્પાદનમાં વધારો કરવા માટે સંખ્યાબંધ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેલીબિયાંનું ઉત્પાદન 2014-15માં 275 લાખ ટન હતું ત્યાંથી વધીને વર્ષ 2020-21માં 365.65 લાખ ટન સુધી પહોંચી ગયું છે. પામ તેલના ઉત્પાદનની સંભાવનાનો ઉપયોગ કરવા માટે વર્ષ 2020માં ઓઇલ પામના ઉછેર માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓઇલ પામ રિસર્ચ (IIOPR) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 28 લાખ હેક્ટર વિસ્તારનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. આમ, દેશમાં ઓઇલ પામના વાવેતર અને તેના કારણે ક્રૂડ પામ ઓઇલ (CPO)ના ઉત્પાદનની ખૂબ જ મોટી સંભાવનાઓ રહેલી છે. હાલમાં, ફક્ત 3.70 લાખ હેક્ટરમાં ઓઇલ પામનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તેલીબિયામાં પ્રત્યે હેક્ટરમાં 4 ટન જેટલું ઓઇલનું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ ઓઇલ પામ પ્રત્યેક હેક્ટરમાં 10 થી 46 ગણુ વધારે તેલ ઉત્પાદન કરે છે. આમ, આના ઉછેરમાં ખૂબ જ મોટી સંભાવનાઓ રહેલી છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સમયમાં લગભગ 98% CPOની આયાત કરવામાં આવી રહી છે તે હકીકતને પણ ધ્યાનમાં રાખીને, દેશમાં CPOના વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવિત યોજના વર્તમાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન – ઓઇલ પામ કાર્યક્રમને સમાવી લે છે.
આ યોજનામાં મુખ્ય બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઓઇલ પામના ખેડૂતો ફ્રેશ ફ્રૂટના જથ્થાઓ (FFB)નું ઉત્પાદન કરે છે જેમાંથી ઉદ્યોગ દ્વારા ઓઇલ લાવવામાં આવે છે. હાલમાં આ FFBના ભાવોને આંતરરાષ્ટ્રીય CPOમાં ભાવની વધ-ઘટ સાથે સાંકળી લેવામાં આવ્યા છે. પ્રથમ વખત, ભારત સરકાર FFB માટે ઓઇલ પામના ખેડૂતોને ભાવની ખાતરી આપશે. આને વાયેબિલિટી ભાવ (VP) તરીકે ઓળખવામાં આવશે. આનાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય CPOના ભાવમાં થતી વધ-ઘટ સામે ભાવનું રક્ષણ પ્રાપ્ત થશે અને તેમને ભાવમાં થતા ચડાવઉતાર સામે રક્ષણ મળી રહેશે. આ VP છેલ્લા 5 વર્ષના જથ્થાબંધ ભાવ સૂચકાંક સાથે સમાયોજિત વાર્ષિક વાર્ષિક સરેરાશ CPO ભાવ રહેશે જેને 14.3% થી ગુણાકાર કરવામાં આવશે. આનાથી 1 નવેમ્બરથી 31 ઓક્ટોબર સુધીના વાર્ષિક સમયગાળા માટે ઓઇલ પામનો વાર્ષિક ભાવ નિશ્ચિત કરવામાં આવશે. આ ખાતરીના કારમે ભારતીય ઓઇલ પામના ખેડૂતોમાં વિશ્વાસ વધશે અને તેઓ વાવેતરના ક્ષેત્રફળમાં વધારો કરશે અને તેના કારણે પામ ઓઇલના ઉત્પાદનમાં વધારો થશે. ફોર્મ્યુલા ભાવ (FP) પણ નિર્ધારિત કરવામાં આવશે જે CPOના 14.3% રહેશે અને તેને માસિક ધોરણે નિશ્ચિત કરવામાં આવશે. વાયેબિલિટી ગેપ ફંડિગ VP-FP રહેશે અને જો જરૂર ઉભી થશે તો, તેની ચુકવણી સીધી જ DBTના રૂપમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કરવામાં આવશે.
ખેડૂતોને આપવામાં આવતી ખાતરી વાયેબિલિટી ગેપ ફંડિંગના રૂપમાં રહેશે અને ઉદ્યોગ દ્વારા CPO કિંમતના 14.3%ના હિસાબે તેની ચુકવણી આપવાનો આદેશ આપવામાં આવશે જેને તબક્કાવાર 15.3% સુધી લઇ જવામાં આવશે. આ યોજના માટે એક પૂર્ણતા જોગવાઇ પણ રહેશે જેની તારીખ 1 નવેમ્બર 2037 રાખવામાં આવી છે. પૂર્વોત્તર પ્રદેશ અને આંદામાનને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે, સરકાર CPOના 2%ના હિસાબે વધારાનો ખર્ચ ભોગવશે જેથી ખેડૂતોને ભારતના બાકીના હિસ્સાઓની સરખામણી પ્રમાણે ભાવની ચુકવણી સુનિશ્ચિત થઇ શકે. જે રાજ્યો ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા વ્યવસ્થાતંત્રને અપનાવે તેઓને યોજનામાં પ્રસ્તાવિક વાયેબિલિટી ગેપ ચુકવણીમાંથી લાભ થશે અને આના માટે તેઓ કેન્દ્ર સરકાર સાથે એક સમજૂતી કરાર કરશે.
આ યોજનામાં ધ્યાનમાં આપવામાં આવેલું બીજું સૌથી મોટું પરિબળ ઇનપુટ્સ/હસ્તક્ષેપોમાંની મદદમાં નોંધપાત્ર વધારો કરવાનું છે. નોંધપાત્ર વૃદ્ધિ ઓઇલ પામની વાવેતરની સામગ્રી માટે કરવામાં આવી છે અને તેમાં હેક્ટર દીઠ રૂપિયા 12,000થી રકમ વધારીને હેક્ટર દીઠ રૂપિયા 29,000ની સહાયતા કરવામાં આવી છે. વધુમાં, નોંધપાત્ર વધારો જાળવણી અને આંતર- પાક હસ્તક્ષેપો માટે કરવામાં આવ્યો છે. જુના જુના બગીચાઓના પુનરુત્કર્ષના હેતુથી જૂના બગીચાઓમાં ફરી વાવેતર કરવા માટે પ્રત્યેક છોડ દીઢ રૂપિયા 250ની વિશેષ સહાયતા આપવામાં આવી રહી છે.
દેશમાં વાવેતરની સામગ્રીની અછતને પહોંચી વળવા માટે, ભારતના બાકીના વિસ્તારમાં બીજના બગીચાઓને 15 હેક્ટર માટે 80 લાખ સુધીની સહાયતા આપવામાં આવશે જ્યારે આંદામાનના વિસ્તારોમાં તેમજ પૂર્વોત્તરના પ્રદેશોમાં 15 હેક્ટર માટે રૂપિયા 100 લાખની સહાયતા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ભારતના બાકીના વિસ્તારોમાં બીજના બગીચાઓ માટે રૂપિયા 40 લાખના હિસાબે અને પૂર્વોત્તર તેમજ આંદામાનના પ્રદેશો માટે રૂપિયા 50 લાખની સહાયતા આપવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વોત્તર અને આંદામાનના પ્રદેશો માટે વધારાની સહાયતા પણ પૂરી પાડવામાં આવશે જેમાં એકીકૃત ખેતીવાડીની સાથે સાથે હાફ મૂન ટેરેસ વાવેતર, બાયો ફેન્સિંગ અને જમીનના ક્લિઅરન્સ માટે વિશેષ જોગવાઇઓ કરવામાં આવી રહી છે. આ ઉદ્યોગને મૂડી સહાયતા કરવા માટે, પૂર્વોત્તરના રાજ્યો અને આંદામાનના પ્રેદશ માટે, રૂપિયા 5 કરોડની જોગવાઇ 5 mt/hr યુનિટ માટે કરવામાં આવી છે જેમાં ઉચ્ચ ક્ષમતા માટે સપ્રમાણતા અનુસાર વૃદ્ધિની જોગવાઇ છે. આનાથી આ પ્રદેશોમાં ઉદ્યોગજગત વધારે આકર્ષિત થશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1747026)
Visitor Counter : 551
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam