પ્રધાનમંત્રીનું કાર્યાલય

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની 2021ની વાર્ષિક બેઠક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 AUG 2021 6:38PM by PIB Ahmedabad

નમસ્કાર જી,

ભારતની પ્રગતિને વેગ આપનારા ઉદ્યોગોના તમામ દિગ્ગજોને, સીઆઇઆઇના તમામ સદસ્યોને નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી ગણ, સીઆઈઆઈના પ્રમુખ શ્રી ટી વી નરેન્દ્રન જી, ઉદ્યોગના તમામ આગેવાનો, કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક દેશના રાજનાયકો, વિભિન્ન દેશોમાં નિયુક્ત ભારતના રાજદૂતો, દેવીઓ અને સજ્જનો.

વૈશ્વિક મહામારીના સમયમાં આજની બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. આવડા મોટા સંકટ વચ્ચે પણ અમે સરકાર અને ભારતના ઉદ્યોગ જગતની ભાગીદારીને મજબૂત બનતા નિહાળી રહ્યા છીએ. માસ્ક, પીપીઈ અને વેન્ટિલેશનથી લઈને રસીકરણ સુધી, દેશને જે કાંઈ પણ જરૂર પડી છે તેમાં ઉદ્યોગોએ આગળ આવીને શક્ય તેટલું યોગદાન આપ્યું છે. ઇન્ડસ્ટ્રીના તમે તમામ સાથી, તમામ સંગઠનો ભારતની વિકાસ ગાથાનો એક મોટો હિસ્સો રહ્યા છો. તમારા તમામના પ્રયાસોને કારણે ભારતનું અર્થતંત્ર ફરીથી વેગ પકડી રહ્યું છે. આજે ભાગ્યે કોઈ દિવસ એવો હશે જ્યારે નવી તકોને લઈને કોઈને કોઈ સીઇઓનું નિવેદન જારી થયું હોય અથવા તો કોઈ રિપોર્ટ આવ્યો હોય. આઈટી ક્ષેત્રમાં વિક્રમી રોજગારીને લઈને પણ અમે અહેવાલો જોયા છે. દેશમાં ડિજિટલાઈઝેશન અને ડિમાન્ડમાં વિકાસનું પરિણામ છે. આવામાં હવે આપણો પ્રયાસ હોવો જોઇએ કે આપણે નવી તકોનો ઉપયોગ કરીને આપણા લક્ષ્યાંકો તરફ બમણી ઝડપથી આગળ ધપીએ.

સાથીઓ,

સીઆઈઆઈની બેઠક વખતે 75મા સ્વાતંત્ર્ય દિવસના માહોલમાં, આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છેભારતીય ઉદ્યોગ જગતના નવા સંકલ્પો માટે, નવા લક્ષ્યાંકો માટે એક મોટો અવસર છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની એક મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. અને હું તમને કહેવા માગું છું કે સરકાર તમારી સાથે છે. તમારા તમામ પ્રયાસોની સાથે છે. આજે દેશમાં વિકાસ પ્રત્યે જે વાતાવરણ રચાયું છું, પોતાના સામર્થ્ય પ્રત્યે જે ભરોસો પેદા થયો છે, ભારતીય ઉદ્યોગ જગતે તેનો પૂરો લાભ ઉઠાવવો જોઇએ. તાજેતરના વર્ષોમાં ભારતમાં જે પરિવર્તન આવ્યા છે, તે સરકારની વિચારધારામાં કે વલણમાં હોય, સરકારી વ્યવસ્થાઓના કામ કરવાની પ્રક્રિયામાં હોય તે તમે સૌ અનુભવી રહ્યા છો, જોઈ રહ્યા છો અને મહેસૂસ કરી રહ્યા છો. આજનું નવું ભારત, નવી દુનિયાની સાથે ચાલવા માટે તૈયાર છે, આતુર છે. જે ભારત એક સમયે વિદેશી રોકાણ પર આશંકા સેવતું હતું તે આજે તમામ પ્રકારના રોકાણનું સ્વાગત કરે છે. જે ભારતની ટેક્સને લગતી નીતિઓને કારણે ક્યારેક રોકાણકારોમાં નિરાશા વ્યાપી જતી હતી આજે ભારતમાં વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક કોર્પોરેટ ટેક્સ છે અને ફેસલેસ ટેક્સ સિસ્ટમ પણ છે.

જે ભારતને દસ્તાવેજોમાં, કાગળોમાં, કાનૂનોમાં ગૂંચવાવું તે અમલદારશાહીની ઓળખ માનવમાં આવતું હતું ભારત વેપાર કરવામાં સરળતા (ઇજ ઓફ ડુઇંગ બિઝનેસ)ના ક્રમાંકમાં મોટી છલાંગ લગાવી રહ્યું છે. જ્યાં વર્ષો સુધી શ્રમિકોને, ઉદ્યોગોને સેંકડો કાનૂની જાળમાં ગૂંચવાયેલા રખાયા હતા ત્યાં આજે ડઝનબંધ શ્રમ કાનૂન 4 લેબર કોર્ટમાં સામેલ થઈ ચૂક્યા છે. જે દેશમાં એક સમયે ખેતીને માત્ર ગુજરાન ચલાવવાનું માધ્યમ માનવામાં આવતી હતી ત્યાં આજે કૃષિમાં ઐતિહાસિક સુધારણા મારફતે ભારતના ખેડૂતોને દેશ-વિદેશના બજારમાં સીધા જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામ પ્રયાસોનું પરિણામ છે કે આજે ભારતમાં વિક્રમી એફડીઆઈ આવે છે અને એફપીઆઈમાં પણ નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે. આજે દેશનું વિદેશી ભંડોળ અનામત પણ સર્વકાલીન ઉંચાઈના સ્તર પર પહોંચી ગઈ છે.

સાથીઓ,
નવા ભારતની વિચાર પ્રક્રિયા શું છે તેનું એક ઉદાહરણ હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. એક સમય હતો જ્યારે આપણને લાગતું હતું કે જે કાંઈ પણ વિદેશી છે તે બહેતર છે. માનસિકતાનું પરિણામ શું આવ્યું તે તમારા જેવા ઉદ્યોગોના દિગ્ગજો સારી રીતે સમજે છે. જેને આપણે વર્ષોની મહેનતથી ઉભા કર્યા હતા તે આપણી  પોતાની બ્રાન્ડનો પણ વિદેશી નામોથી પ્રચાર કરવામાં આવતો હતો. આજે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે દેશવાસીઓની ભાવના ભારતમાં બનેલી ચીજવસ્તુઓની સાથે છે. કંપની ભારતીય હોય તે જરૂરી નથી પણ આજે દરેક ભારતીય ભારતમાં બનેલી પ્રોડક્ટ અપનાવવા માગે છે. એટલે કે દેશે નક્કી કરી લીધું છે અને હવે ઉદ્યોગ જગતે પોતાના અનુસાર નીતિ બનાવવાની છે, રણનીતિ ઘડવાની છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં આગળ ધપતાં બાબત તમને ખૂબ મદદ કરશે.

અન્ય એક પરિબળ છે જેના તરફ પણ તમારે ધ્યાન આપવું જોઇએ. પરિબળ છે ભારતવાસીઓનો વધતો જતો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસને અમે એક ક્ષેત્ર તરીકે ગણી રહ્યા છીએ. તાજેતરમાં ઓલિમ્પિક્સના મેદાનમાં તેનો અનુભવ જોવા મળ્યો છે. આજે ભારતના યુવાનો મેદાનમાં ઉતરે છે તો તેમના મનમાં કોઈ ખચકાટ હોતો નથી. તેઓ મહેનત કરવા માગે છે, જોખમ લેવા માગે છે, તેઓ પરિણામ લાવવા માગે છે. હા, અમે ભારતથી આવીએ છીએ તે ભાવ આજે આપણે આપણા યુવાનોમાં જોઈ રહ્યા છીએ. પ્રકારનો આત્મવિશ્વાસ આજે ભારતના સ્ટાર્ટ અપમાં છે. આજે યુનિકોર્ન નવા ભારતની ઓળખ બની રહ્યા છે. સાત આઠ વર્ષ અગાઉ ભારતમાં ત્રણથી ચાર યુનિકોર્ન હશે. આજે ભારતમાં લગભગ 60 યુનિકોર્ન છે. તેમાંથી 21 યુનિકોર્ન તો તાજેતરના મહિનાઓમાં બન્યા છે. અને વાત તો તમે પણ નોંધી હશે કે યુનિકોર્ન અલગ અલગ ક્ષેત્રમાં આવી રહ્યા છે. હેલ્થ ટેક, સોશિયલ કોમર્સમાં યુનિકોર્ન બનવા તે સંકેત આપી રહ્યા છે કે ભારતમાં દરેક સ્તરે કેટલું પરિવર્તન થઈ રહ્યું છે. વેપારમાં જોખમ લેવાની વૃત્તિ, પોતાની ક્ષમતા પર ભરોસો કરવાની વૃત્તિ સતત વધી રહી છે. આવડી મોટી મહામારીમાં પણ આપણા સ્ટાર્ટ અપની મહત્વાકાંક્ષાઓ ચરમ સીમા પર છે. રોકાણકારો તરફથી પણ ભારતીય સ્ટાર્ટ અપ માટે વિક્રમી પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

સ્ટાર્ટ અપની વિક્રમી લિસ્ટિંગ  ભારતીય કંપનીઓ અને ભારતીય બજાર માટે એક નવા યુગનો પ્રારંભ છે. બાબત વાતનો વધુ એક પુરાવો છે કે ભારત પાસે વિકાસના અસાધારણ અવસરો ઉપલબ્ધ છે, અસામાન્ય સંભાવનાઓ ઉપલબ્ધ છે.

સાથીઓ,

ટેકનોલોજીને લઈને આજે દેશમાં જે ઉત્સાહ છે તે બાબત સરકારને ઝડપથી સુધારણા માટે પ્રેરિત કરે છે. જે સુધારણા અમે કર્યા છે તે કોઈ આસાન નિર્ણયો હતા, કોઈ સામાન્ય પરિવર્તન હતા. તમામ સુધારાની માગણી દાયકાઓથી થતી રહી હતી તેની જરૂરિયાત દરેક લોકો કહી રહ્યા હતા. અંગે વાતો તો ખૂબ થતી હતી પરંતુ નિર્ણયો લેવાતા હતા કેમ કે એમ માની લેવામાં આવ્યું હતું કે પરિવર્તન કરવું અત્યંત કપરું કાર્ય છે. પણ તમે પણ જોયું છે કે અમે નિર્ણયો કેવી દઢતા સાથે લીધા છે અને એટલે સુધી કે મહામારી દરમિયાન પણ સુધારણાની પ્રક્રિયા જારી રાખી હતી. અને તમે પણ જોઈ રહ્યા છો કે દેશ કેવી રીતે નિર્ણયોની સાથે ઉભો રહ્યો છે. જેવી રીતે કમર્શિયલ કોલ માઇનિંગનો પ્રારંભ કરાયો, ખાનગી ક્ષેત્રની ભાગીદારીને ઉત્સાહપૂર્વક વેગ અપાઈ રહ્યો છે, સંરક્ષણ ક્ષેત્રમાં મોટા મોટા સુધારાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે, સ્પેસ અને એટોમિક ક્ષેત્ર  જેવા એરિયાને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવાયા છે. આજે બિન સ્ટ્રેટેજિકની સાથે સાથે સ્ટ્રેટેજિક ક્ષેત્રને પણ ખાનગી પ્લેયર્સની તક આપવામાં આવી રહી છે, સરકારના અંકુશોને ઘટાડવામાં આવી રહ્યા છે. તમામ કપરા નિર્ણયો આજે શક્ય લાગી રહ્યા છે કેમ કે દેસ પોતાના ખાનગી ક્ષેત્ર પર, તમારા સૌ પર ભરોસો કરી રહ્યો છે. જેમ જેમ વિસ્તારોમાં આપણી કંપનીઓ સક્રિય બનશે તેમાં સંભાવનાઓનો પણ વિસ્તાર થશે. આપણા યુવાનોને પણ વધુને વધુ તક મળશે, ઇનોવેશનનો એક નવો યુગ શરૂ થશે.

સાથીઓ,

આપણા ઉદ્યોગો પર દેશના ભરોસાનું પરિણામ છે કે આજે વેપારમાં સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) વધી રહી છે. અને આસાન જીવનશૈલીમાં વધારો થઈ રહ્યો છે. કંપની કાયદામાં કરાયેલા પરિવર્તન તેનું મોટું ઉદાહરણ છે. આજે જે રીતે ઘણી  બધી જોગવાઈઓને ગુનાખોરીની મુક્ત કરાઈ રહી છે જે એક સમયે આપણા શ્રમિકો માટે માથાના દુઃખાવાથી ઓછી હતી. આવી રીતે એમએસએમઈ ક્ષેત્રને પણ પ્રોત્સાહિત કરવા માટે નવા પગલાં ભરવામાં આવ્યા છે જે તેમને મર્યાદિત કરનારી મજબૂરીઓથી મુક્ત કરાવશે. રાજય કક્ષાએ સુધારણા પર પણ આજે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, રાજ્યોને પણ ભાગીદાર બનાવવામાં આવી રહ્યા છે અને તેમને વધારાના ખર્ચ માટેની સવલત આપવામાં આવી રહી છે. મેઇક ઇન ઇન્ડિયાની સાથે સાથે રોજગારી અને નિકાસને વેગ આપવા માટે દેશે પ્રભાવી પીએલઆઈ યોજના પણ શરૂ કરી છે. તમામ સુઘારણા આજે એટલા માટે થઈ રહ્યા છે કેમ કે આજે દેશમાં જે સરકાર છે તે સુધારણા ફરજિયાતપણે નથી કરી રહી પરંતુ સુધારણા અમારા માટે વચનબદ્ધતાનો વિષય છે. આજે પણ અમારા સુધારણાની  ઝડપ જારી રહેલી છે. હમણાં સંસદમાં સત્રમાં એવા ઘણા ખરડા પસાર થયા છે જે દેશને પ્રયાસોમાં આગળ વધવા માટે વેગ આપશે. ફેક્ટરિંગ નિયમન સુધારણા ખરડો નાના વેપારોને ક્રેડિટ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ડિપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન સુધારણા ખરડો નાના રોકાણકારોના અધિકારોનું રક્ષણ કરશે. હજી તાજેતરમાં અમે ભૂતકાળની ભૂલો સુધારતાં પાછલી અસરથી કર માળખાને નાબૂદ કરવાનો પણ નિર્ણય લીધો છે. નિર્ણયની ઉદ્યોગોમાં જે રીતે પ્રશંસા થઈ રહી છે, મને ભરોસો છે કે તેનાથી ઉદ્યોગો અને સરકાર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત થશે.

સાથીઓ,

આજે દેશમાં સરકાર છે જે રાષ્ટ્ર હિતમાં મોટામાં મોટું જોખમ લેવા પણ તૈયાર છે. તમને યાદ હશે કે જીએસટી આટલા વર્ષો સુધી એટલા માટે અટક્યો હતો કારણકે અગાઉની સરકારમાં તેઓ રાજકીય જોખમ લેવાની  હિંમત કરી શક્યા નહીં. અમે માત્ર જીએસટી લાગુ કર્યો નહીં પણ આજે આપણે જીએેસટીનું વિક્રમી કલેક્શન પણ જોઈ રહ્યા છીએ. આવા તો કેટલાય ઉદાહરણ છે જે હું તમને ગણાવી શકું છું, કહી શકું છું. આજે તમારી સમક્ષ એક સરકાર છે જે તમામ બંધનો દૂર કરી રહી છે, દરેક બાઉન્ડ્રીને પાછળ ધકેલી રહી છે. આજે એક સરકાર છે જે તમને પૂછી રહી છે કે ભારતીય ઉદ્યોગ જગતની તાકાત વધારવા માટે કહો હવે શું કરવાનું છે?

સાથીઓ,
આપણા પૂર્વજો કહી ગયા છે કે નૈકં ચક્રં પરિભ્રમતિ. એટલે કે માત્ર એક પૈડાથી ગાડી ચાલી શકે નહીં. તમામ પૈડા યોગ્ય રીતે ચાલવા જોઈએ. આથી ઉદ્યોગોએ પણ જોખમ લેવાના પોતાના નેસર્ગિક વલણને થોડુ વધારે આગળ ધપાવવાનું છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નવા અને કપરાં માર્ગોની પસંદગી આપણે કરવાની છે. રોકાણ અને રોજગારની ગતિ વધારવા માટે ઉદ્યોગો પાસેથી પણ દેશને ઘણી અપેક્ષાઓ છે. જાહેર ક્ષેત્રની ફુટપ્રિન્ટને તર્કસંગત બનાવવા અને ઘટાડવા માટે નવી પીએસઈ નીતિ મારફતે નિર્ણાયક ફેંસલા લેવામાં આવી રહ્યા છે. તેના માટે ઉદ્યોગો તરફથી પણ વધુને વધુ ઉત્સાહ અને ઊર્જા દાખવવી જોઇએ.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી દેશે એક મોટું ડગલું ભર્યું છે. તેમાં સ્કૂલ, સ્કીલથી લઈને રિસર્ચ સુધીની એક નવી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો સર્વાંગી રોડમેપ છે. તેમાં પણ ઉદ્યોગની એક સક્રિય ભૂમિકા અત્યંત જરૂરી છે. ખાસ કરીને રિસર્ચ અને ડેવલપમેન્ટ પર રોકાણને લઈને આપણે અત્યંત ગંભીરતાથી કાર્ય કરવાનું છે. આત્મનિર્ભર ભારત માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર આપણું રોકાણ આપણે કેટલાય ગણું વધારવું પડશે અને બાબત માત્ર સરકારી પ્રયાસોથી શક્ય નથી. તેમાં ઉદ્યોગોની ઘણી મોટી ભાગીદારીની જરૂર છે. આપણો લક્ષ્યાંક બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરવાનો છે. આપણો લક્ષ્યાંક, દેશને સમૃદ્ધિ અને સન્માન આપના માટેનો છે. લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે આપણે આપણી ભાગીદારીને મજબૂત કરવાની છે. હું તમારી તમામ સમસ્યાના ઉકેલ માટે, તમારા તમામ સૂચનો માટે હંમેશાં ઉપલબ્ધ રહ્યો છું અને ભવિષ્યમાં પણ ઉપલબ્ધ રહીશ. હું ફરીવાર આઝાદીના અમૃત મહોત્સવના કાર્યકાળમાં તમે પણ અનેક અમૃત સંકલ્પ કરવા માટે પ્રેરિત થાઓ અને તમે બધા સંકલ્પ સાથે, નવી ઊર્જા સાથે આગળ આવો. તમને તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.

SD/GP/JD

 



(Release ID: 1744978) Visitor Counter : 285