પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

દેશમાં CNG સેવાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર પગલાં લઈ રહી છે

Posted On: 11 AUG 2021 2:31PM by PIB Ahmedabad

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ આજે રાજ્યસભાને લેખિત જવાબમાં માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સેવાઓને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ રહી છે. 31.03.2021ના રોજ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં CNG સ્ટેશનોની સંખ્યા પરિશિષ્ટમાં છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયામક બોર્ડ (PNGRB) ને PNGRB એક્ટ, 2006 મુજબ ભૌગોલિક વિસ્તારો (GAs) માં સીએનજી સ્ટેશનો, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્કના વિકાસ માટે સંસ્થાઓને અધિકૃતતા આપવાની સત્તા છે. PNGRB કુદરતી ગેસ પાઇપલાઇન કનેક્ટિવિટી અને કુદરતી ગેસની ઉપલબ્ધતા સાથે સુમેળમાં CGD નેટવર્કના વિકાસને અધિકૃત કરવા માટે ભૌગોલિક વિસ્તારોની ઓળખ કરે છે. સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા PNGRB દ્વારા સોંપવામાં આવેલા લઘુત્તમ કાર્ય કાર્યક્રમ મુજબ અધિકૃત સંસ્થાઓ 8-10 વર્ષના સમયગાળામાં દેશભરમાં 8181 CNG સ્ટેશનો સ્થાપશે. સીએનજીના ભાવ બજાર નક્કી છે.

પરિશિષ્ટ

31.03.2021 ના રોજ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં CNG સ્ટેશન

ક્રમાંક.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો

CNG સ્ટેશનની સંખ્યા(સંચિત)

1.

આંધ્રપ્રદેશ

85

2.

આસામ

1

3.

બિહાર

13

4.

ચંદીગઢ

11

5.

છત્તીસગઢ

0

6.

દાદરા નગર હવેલી

7

7.

દમણ અને દીવ

13

8.

દિલ્હી

436

9.

ગોવા

7

10.

ગુજરાત

779

11.

હરિયાણા

186

12.

હિમાચલ પ્રદેશ

1

13.

ઝારખંડ

25

14.

કર્ણાટક

72

15.

કેરળ

27

16.

મધ્યપ્રદેશ

102

17.

મહારાષ્ટ્ર

488

18.

ઓડિશા

24

19.

પુડુચેરી

0

20

પંજાબ

101

21

રાજસ્થાન

67

22.

તમિલનાડુ

23

23.

તેલંગાણા

97

24.

ત્રિપુરા

12

25.

ઉત્તર પ્રદેશ

485

26.

ઉત્તરાખંડ

17

27.

પશ્ચિમ બંગાળ

15

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744785) Visitor Counter : 241


Read this release in: English , Urdu , Bengali , Punjabi