સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દુર્લભ રોગો ધરાવતા દર્દીઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ
प्रविष्टि तिथि:
10 AUG 2021 1:39PM by PIB Ahmedabad
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા અને રાષ્ટ્રીય દુર્લભ રોગો નીતિ 2021 અનુસાર સ્વૈચ્છિક દાન આપવા માટે એક ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. ડિજિટલ પોર્ટલ https://rarediseases.nhp.gov.in/ પર ઉપલબ્ધ છે.
ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટે ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્ટ સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો અમલ શરૂ કર્યો છે. આ યોજના દુર્લભ રોગો માટે દવાઓ સહિત વિવિધ ઉત્પાદન કેટેગરીના સ્થાનિક ઉત્પાદન માટે પસંદ કરેલા ઉત્પાદકોને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. યોજના માટેની માર્ગદર્શિકા ટેબ 'યોજનાઓ' હેઠળ ફાર્માસ્યુટિકલ્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આજે રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1744418)
आगंतुक पटल : 346