વહાણવટા મંત્રાલય

વીઓસી પોર્ટ, ઈ-કાર લોન્ચ કરનાર પ્રથમ મુખ્ય બંદર

Posted On: 05 AUG 2021 12:53PM by PIB Ahmedabad

વીઓ ચિદમ્બરનાર પોર્ટ ટ્રસ્ટમાં ગઈકાલે સાંજે ત્રણ ઈ-કારની પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ ટાટા એક્સપ્રેસ-ટી ઇલેક્ટ્રિક વાહનો 6 વર્ષના સમયગાળા માટે વીજ મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) ના સંયુક્ત સાહસ મેસર્સ એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. નજીકના ભવિષ્યમાં વધુ ત્રણ ઈ-કાર તૈનાત કરવામાં આવશે.

વેટ લીઝ કરારના ભાગરૂપે, EESL પોર્ટ પર ચાર્જિંગ પોઇન્ટ, વીમા, નોંધણી, ડ્રાઇવરોની ગોઠવણી અને વાહનોની જાળવણી પણ પૂરી પાડશે. વીઓસી પોર્ટ EESLને માસિક રિકરિંગ ખર્ચ ચૂકવશે.

તૈનાત કરવામાં આવી રહેલી EVs 21.50 kWh લિથિયમ આયન બેટરી પેકનો સમાવેશ કરે છે, જે એક જ ચાર્જમાં 231 કિલોમીટર સુધી વાહનને શક્તિ આપવા સક્ષમ છે. બેટરી પેક એસી ચાર્જર સેટ-અપ દ્વારા સંચાલિત થશે જે એક સમયે ત્રણ કાર (3 આઉટપુટ) ચાર્જ કરી શકે છે જે એક કાર દીઠ 3.3kWની આઉટપુટ પાવર રેટિંગ સાથે છે. ચાર્જર સેટ-અપ 8 કલાકમાં 0 થી 100% સુધી બેટરી ચાર્જ કરી શકશે. ઝીરો ટેઈલ-પાઇપ ઉત્સર્જન સાથે, દરેક ઇલેક્ટ્રિક વાહન દર વર્ષે GHG ફૂટપ્રિન્ટને 15 ટનથી વધુ CO2 ઘટાડશે.

'મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030'ના ભાગરૂપે, બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય વિશ્વને સલામત, ટકાઉ અને ગ્રીન મેરીટાઇમ સેક્ટરમાં અગ્રણી બનાવવા અને વૈશ્વિક સ્તરે માન્ય પર્યાવરણીય ગુણવત્તાના ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ, બંદર પર ઉત્સર્જન ઘટાડવા માટે મલ્ટી-ક્લીન ફ્યુઅલ સ્ટ્રેટેજી અપનાવવા સમાન રીતે પ્રેરિત છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1742662) Visitor Counter : 335