કાપડ મંત્રાલય

અપૅરલ/ગાર્મેન્ટ્સ અને મેડ અપ્સની નિકાસ પર રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લૅવીઝ (આરઓએસસીટીએલ)ને ચાલુ રાખવા સરકારની મંજૂરી


હાલના દરોએ આરઓએસસીટીએલને 31મી માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી

સ્થિર અને અનુમાન થઈ શકે એવી નીતિ પદ્ધતિ સુનિશ્ચિત થશે

વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક ભારતીય ટેક્સ્ટાઇલની નિકાસ માટે ઉત્તેજન

સ્ટાર્ટ અપ્સ અને ઉદ્યોગ સહાસિકો દ્વારા નિકાસને પ્રોત્સાહન

લાખો નોકરીઓનું સર્જન અને આર્થિક વિકાસને વેગ

Posted On: 14 JUL 2021 4:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટેક્સ્ટાઇલ મંત્રાલય દ્વારા એના 8મી માર્ચ 2019ના જાહેરનામાથી જાહેર કરવામાં આવેલી અપૅરલ/ગાર્મેન્ટ્સ (પ્રકરણ-61 અને 62) અને મેડ અપ્સ (પ્રકરણ-63)ની નિકાસ પર, પ્રકરણો માટે રેમિસન ઑફ ડ્યુટી એન્ડ ટેક્સીસ ઓન એક્સ્પોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી)થી બાકાત રાખીને દરે રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લૅવીઝ (આરઓએસસીટીએલ)ને ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. યોજના 31મી માર્ચ 2024 સુધી ચાલુ રહેશે.

ટેક્ષ્ટાઇલની અન્ય વસ્તુઓ (પ્રકરણ-61,62 અને 63 બાકાત રાખતા) જે આરઓએસસીટીએલ હેઠળ આવરી લેવાઇ નથી તે વાણિજ્ય વિભાગ દ્વારા નક્કી થાય અન્ય વસ્તુઓની સાથે બાબતે જાહેર કરવામાં આવે તે તારીખથી આરઓડીટીઈપી હેઠળ લાભો મેળવવા પાત્ર રહેશે.

અપૅરલ/ગાર્મેન્ટ્સ અને મેડ અપ્સ માટે આરઓએસસીટીએલ ચાલુ રહેવાથી અત્યારે બીજી કોઇ યંત્રણા હેઠળ  રિબેટ મળવા પાત્ર નથી એવા એવા તમામ એમ્બેડેડ ટેક્સીસ અને લૅવીઝને રિબેટ કરાતા માલસામાન વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનવાની અપેક્ષા છે. સ્થિર અને અનુમાન થઈ શકે એવી નીતિ પદ્ધતિ સુનિશ્ચિત કરશે અને ભારતીય ટેક્સ્ટાઇલ નિકાસકારોને સમાન તકો પૂરી પાડશે. વધુમાં, સ્ટાર્ટ અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને નિકાસ કરવા પ્રોત્સાહિત કરશે અને લાખો નોકરીઓનું સર્જન સુનિશ્ચિત કરશે.

નિકાસિત વસ્તુઓ પર ટેક્સ રિફંડ

વૈશ્વિક રીતે સ્વીકૃત સિદ્ધાંત છે કે નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન તકો સમર્થ બને માટે  ટેક્સ અને ડ્યુટીઓની નિકાસ થવી જોઇએ. ઉપરાંત, સામાન્ય રીતે આયાત ડ્યુટી અને જીએસટી રિફંડ કરવામાં આવે છે, સિવાય કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારો દ્વારા અન્ય વિવિધ ટેક્સીસ/ડ્યુટીઝ લેવામાં આવે છે જે નિકાસકારોને રિફંડ અપાતા નથી. કરવેરા અને લૅવીઝ નિકાસ થતી આખરી વસ્તુ/માલના ભાવમાં બંધ થઈ જાય છે. આવા બંધ કરેલા કરવેરા ને લૅવીઝ ભારતીય અપૅરલ અને મેડ અપ્સના ભાવ વધારે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના માટે સ્પર્ધા કરવાનું મુશ્કેલ બનાવે છે.

કેટલાંક સેસ, ડ્યૂટીઝ જેના માટે ટેક્સીસ અને લૅવીઝ રિફંડ કરવામાં નથી આવતા અને

એમ્બેડેડ ટેક્સીસના  સીધા કે પરોક્ષ રીતે ભાગ બની જાય છે નિમ્ન અનુસાર છે:-

  1. કેન્દ્ર અને રાજ્યના વેરાઓ, માલના પરિવહન, વીજ ઉત્પાદન અને ખેત ક્ષેત્ર  માટે વપરાયેલ બળતણ પરની ડ્યુટીઝ અને સેસ.
  2. મંડી વેરો
  3. ઉત્પાદન સાંકળના તમામ સ્તરે ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પરની ડ્યૂતી
  4. પેસ્ટીસાઇડ્સ, ખાતર ઇત્યાદિ જેવા ઇનપુટ પર ચૂકવાયેલ જીએસટી
  5. બિનનોંધણીવાળા ડિલર્સ ઇત્યાદિ પાસેથી ખરીદી પર ચૂકવાયેલ જીએસટી
  6. કોલસા કે બીજી કોઇ પણ વસ્તુઓ પર સેસ

એકમેક સાથે જોડાઈ ગયેલા-એમ્બેડેડ ટેક્સીસ, સેસ અને ડ્યુટીના રિફંડની અગત્યતાને સમજતા, ટેક્સ્ટાઇલ મંત્રાલયે પહેલા એક યોજનારિબેટ ઑફ સ્ટેટ લૅવીઝ (આરઓએસએલ)ના નામે 2016માં શરૂ કરી હતી. યોજનામાં અપૅરલ, ગાર્મેન્ટ અને મેડ અપ્સના નિકાસકારોને એમ્બેડેડ ટેક્સ અને લૅવીઝ ટેક્સ્ટાઇલ મંત્રાલયના બજેટ મારફત રિફંડ આપવામાં આવતા હતા. 2019માં, ટેક્સ્ટાઇલ મંત્રાલયેરિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લૅવીઝ’ (આરઓએસસીટીએલ)ના નામે એક નવી યોજના જાહેર કરી હતી. યોજના હેઠળ, નિકાસકારોને નિકાસિત વસ્તુમાં સામેલ  એમ્બેડેડ ટેક્સ અને લૅવીઝના મૂલ્યની ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ જારી કરવામાં આવે છે. નિકાસકારો સ્કિપનો ઉપયોગ સાધનો, મશીનરી જે બીજી કોઇ પણ ઇનપુટની આયાત માટે બેઝિક કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં કરી શકે છે.

આરઓએસસીટીએલ શરૂ થયાના માત્ર એક વર્ષ બાદ, મહામારી શરૂ થઈ અને એવું અનુભવાયું હતું કે નિકાસકારો માટે કઈક સ્થિર નીતિ પદ્ધતિ પૂરી પાડવાની જરૂર છે. ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં, ખરીદનાર લાંબા ગાળાના ઑર્ડર્સ મૂકે છે અને નિકાસકારોએ એમની પ્રવૃત્તિઓ બહુ આગળથી તૈયાર કરવી પડે છે, અગત્યનું છે કે બધી વસ્તુઓની નિકાસ માટેની  નીતિ પદ્ધતિ-વ્યવસ્થા સ્થિર હોય. આને ધ્યાનમાં રાખીને ટેક્સ્ટાઇલ મંત્રાલયે આરઓએસસીટીએલ યોજના અલગ યોજના તરીકે સ્વતંત્ર રીતે 31મી માર્ચ 2024 સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

આરઓએસસીટીએલ યોજના ચાલુ રહેવાથી વધારાનું રોકાણ પેદા થવામાં મદદ મળશે અને લાખોને, ખાસ કરીને મહિલાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પૂરો પાડશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735444) Visitor Counter : 220