કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીઓએઆઈ) અને એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ), યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 08 JUL 2021 7:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીઓએઆઈ) અને એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ), યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુ બંને સંસ્થાઓના સભ્યોને પરસ્પર એડવાન્સ એન્ટ્રી ઉપલબ્ધ કરાવશે. આ માટે અન્ય વ્યાવસાયિક સંસ્થાઓ સાથે યોગ્યતા હાંસલ કરવાની પ્રક્રિયામાં મોટા ભાગના વિષયોમાં પાસ થવાની બાધ્યતામાંથી છૂટ મળશે. આ ઉપરાંત બંને સસ્થાઓના સભ્યો સંયુક્ત સંશોધન અને વ્યવસાયિક વિકાસ કામગીરીઓને ચાલુ રાખવામાં સહાયતા પ્રદાન કરશે.

અસરઃ

આ એમઓયુ માહિતીના આદાનપ્રદાન અને સંશોધન તથા પ્રકાશનોના આદાનપ્રદાનની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરીને પ્રોત્સાહન આપશે, જેથી બંને અધિકારક્ષેત્રોમાં સુશાનની પ્રક્રિયા મજબૂત થશે. બંને પક્ષ કોસ્ટ એકાઉન્ટન્સીના વ્યવસાય સાથે સંબંધિત સંયુક્ત સંશોધન શરૂ કરશે, જેમાં ટેકનિકલ ક્ષેત્રોમાં સહયોગાત્મક સંશોધન પણ સામેલ થઈ શકે છે. આ એમઓયુ બંને અધિકારક્ષેત્રોમાં વ્યવસાયિકોની અવરજવરમાં મદદરૂપ થશે તથા ભારત અને વિદેશોમાં કોસ્ટ એકાઉન્ટન્ટ્સની રોજગારક્ષમતાને પણ વધારશે.

વિગતઃ

આ એમઓયુ એક સંસ્થાના સભ્યોને વ્યવસાયિક સ્તરના વિષયોમાં લઘુતમ ગુણ હાંસલ કરીને બીજી સંસ્થાનું પૂર્ણકાલિન સભ્યપદ મેળવવા અને બંને અધિકારક્ષેત્રોમાં વ્યવસાયિકોની અવરજવરને સુવિધાજનક બનાવવાનો માર્ગ મોકળો કરશે.

પૃષ્ઠભૂમિઃ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલી વાર 1944માં કંપની ધારા અંતર્ગત એક રજિસ્ટર્ડ કંપની સ્વરૂપે થઈ હતી, જેનો ઉદ્દેશ કોસ્ટ એકાઉન્ટન્સીના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો, એનું નિયમન કરવાનો અને વિકસાવવાનો હતો. 28 મે, 1959ના રોજ સંસ્થાની સ્થાપના સંસદના એક વિશેષ અધિનિયમ એટલે કે કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ ધારા, 1959 દ્વારા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવા માટે એક બંધારણીય વ્યવસાયિક સંસ્થા તરીકે થઈ હતી. આ સંસ્થા ભારતમાં એકમાત્ર માન્યતાપ્રાપ્ત બંધારણીય વ્યવસાયિક સંગઠન અને લાઇસન્સ ધરાવતી સંસ્થા છે, જે ખાસ કરીને કોસ્ટ અને વર્ક્સ એકાઉન્ટન્સીમાં તજજ્ઞતા ધરાવે છે. એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ)ની સ્થાપના 1904માં થઈ હતી, જેને ઇંગ્લેન્ડ અને વેલ્સના કાયદા અંતર્ગત 1947 રૉયલ ચાર્ટર દ્વારા સમાવવામાં આવી હતી. આ વ્યવસાયિક એકાઉન્ટન્ટ્સ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેના સમગ્ર વિશ્વમાં 2,27,000થી વધારે પૂર્ણકાલિન યોગ્યતા ધરાવતા સભ્યો છે અને 5,44,000 ભાવિ સભ્યો છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1733972) Visitor Counter : 219