સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

હવે ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ-19ના રસીકરણ માટે પાત્ર ગણાશે


આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે NTAGIની ભલામણો સ્વીકારી

ગર્ભવતી મહિલાઓ હવે CoWIN પર નોંધણી કરાવી શકશે અથવા પોતાની નજીકના કોવિડ-19 રસીકરણ કેન્દ્ર (CVC) પર સીધા જઇને રસીકરણ કરાવી શકશે

આ નિર્ણયના અમલીકરણ માટે ગર્ભવતી મહિલાઓના રસીકરણની પરિચાલન માર્ગદર્શિકા, તબીબી અધિકારીઓ અને FLW માટે સલાહસૂચન કિટ અને જાહેર જનતા માટે IEC સામગ્રી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વહેંચવામાં આવી

Posted On: 02 JUL 2021 5:55PM by PIB Ahmedabad

ઇમ્યુનાઇઝેશન માટે રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI) દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા આજે ગર્ભવતી મહિલાઓના કોવિડ-19 વિરોધી રસીકરણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ વિરોધી રસી લેવા માટે માહિતી સાથે નિર્ણય લઇ શકશે. આ નિર્ણયનો હાલમાં ચાલી રહેલા રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અમલ કરવા અંગે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી છે.

ભારતના રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમમાં ઇમ્યુનાઇઝેશન, જાહેર આરોગ્ય, બીમારી નિયંત્રણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અગ્રણી નિષ્ણાતોને સમાવવામાં આવેલા છે. વૈજ્ઞાનિક અને રોગચાળા સંબંધિત પુરાવાઓના આધારે, આ કાર્યક્રમ પ્રોફેશનલો, આરોગ્ય અને અગ્ર હરોળના કર્મચારીઓને સંરક્ષણ પૂરી પાડીને, તેમનું સંચાલન કરીને, તેમજ સૌથી સંવેદનશીલ સમૂહને સંરક્ષણ આપીને દેશના આરોગ્ય તંત્રને વધુ મજબૂત બનાવવાની પ્રાથમિકતા આપે છે. આજદિન સુધીમા, ગર્ભવતી મહિલાઓ સિવાયના તમામ સમૂહનોને કોવિડ-19 રસીકરણ માટે પાત્ર ગણવામાં આવ્યા હતા. હવે, આ રસીકરણની પાત્રતાનો પરિઘ વધારીને દુનિયાની સૌથી મોટી ઇમ્યુનાઇઝેશન કવાયતમાં ગર્ભવતી મહિલાઓને પણ સમાવી લેવામાં આવી છે.

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જો ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ-19નો ચેપ લાગે તો, ગર્ભવતી મહિલાનું સ્વાસ્થ્ય ઝડપથી કથળી શકે છે અને તેને ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે અને તેના કારણે ગર્ભ રહેલાં બાળકને પણ જોખમ થવાની સંભાવના રહે છે. આ બાબતે વિષય નિષ્ણાતો દ્વારા પુરાવાઓના આધારે ચકાસણી કરવામાં આવી જે એવું સૂચિત કરે છે કે, બિન-ગર્ભવતી મહિલાઓની સરખામણીએ ગર્ભવતી મહિલાઓજો ચેપગ્રસ્ત થાય તો, કોવિડ-19ના કારણે થતી ગંભીર બીમારીઓનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત, કોવિડ-19થી ચેપગ્રસ્ત ગર્ભવતી મહિલાઓને સમય કરતાં વહેલાં જ પ્રસૂતિ થવાનું અથવા જન્મજાત બીમારીની ઉચ્ચ સંભાવનાઓ સહિત તેમની ગર્ભાવસ્થા પર અન્ય વિપરિત અસરો થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત, નિષ્ણાતોએ અગાઉથી અસ્તિત્વમાં રહેલી સહ-બીમારી, માતૃત્વની વધુ ઉંમર અને ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સને ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર કોવિડ-19 માટેના જવાબદાર પરિબળો ગણાવી તેના પર પ્રકાશ પાડ્યો હતો.

  

ઇમ્યુનાઇઝેશન પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI) દ્વારા ગર્ભવતી મહિલાઓને કોવિડ-19 વિરોધી રસીકરણની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોવિડ-19 માટે રસીકરણ નિષ્ણાત સમૂહ (NEGVAC) દ્વારા પણ ગર્ભવતી મહિલાઓને રસીકરણ માટે સર્વાનુમતે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓને રસીકરણ માટે સર્વસંમતિ મેળવવા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ના રસીકરણ માટે રાષ્ટ્રીય સ્તરના વિચારવિમર્શ પણ કરવામાં આવ્યા છે. આ વિચારવિમર્શ દરમિયાન ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટેની NTAGIની ભલામણને સર્વાનુમતે આવકારવામાં આવી છે. આ વિચારવિમર્શમાં FOGSI, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, CSO, NGO, વિકાસ ભાગીદાર એજન્સીઓ, ટેકનિકલ નિષ્ણાતો વગેરે સહિતના પ્રોફેશનલ સંગઠનો સામેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ ભલામણોને સ્વીકારી છે અને ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે પરિચાલન માર્ગદર્શિકાઓ, તબીબી અધિકારીઓ અને FLW માટે સલાહસૂચન કિટ અને જાહેર જનતા માટે IEC સામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે સજ્જ કરી શકાય. જે મહિલાઓ રસીકરણ કરાવવાનું ઇચ્છે તેઓ CoWIN પોર્ટલ પર ઑનલાઇન નોંધણી કરાવીને અથવા સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઇને તેમના ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ગમે ત્યારે તેમની નજીકના સરકારી અથવા ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર (CVC) પરથી દેશમાં ઉપલબ્ધ કોવિડ-19 રસીની લઇ શકે છે. કોવિડ-19ના રસીકરણની પ્રક્રિયા અને રૂપરેખા જેમકે, નોંધણી, રસીકરણ પછી પ્રમાણપત્ર બનાવવું વગેરે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિકને રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતી રસીમાં જે પ્રકારે અનુસરવામાં આવે છે તેમ જ રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732407) Visitor Counter : 832