કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ભારત અને ગામ્બિયા ગણરાજ્ય વચ્ચે કર્મચારીગણ વહીવટીતંત્ર સુધારવા અને શાસનના સુધારા અંગે સહીસિક્કા થનારા સમજૂતી પત્રને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

Posted On: 30 JUN 2021 4:17PM by PIB Ahmedabad

ભારત સરકારના કાર્મિક, લોક ફરિયાદો અને પેન્શન્સ મંત્રાલયના વહીવટી સુધારા અને લોક ફરિયાદોના વિભાગ અને ગામ્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિની કચેરી, જાહેર સેવા આયોગ વચ્ચે કર્મચારીગણ વહીવટીતંત્ર સુધારવા અને શાસનના સુધારા અંગે સમજૂતીપત્ર(એમઓયુ) પર સહીસિક્કાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

અસર:

આ સમજૂતીપત્ર બંને દેશોના કર્મચારીગણના વહીવટીતંત્રને સમજવામાં મદદરૂપ થશે અને અમુક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રતિકૃતિ, અપનાવી અને સુધારીને શાસનની પ્રણાલિ સુધારવામાં સમર્થ રહેશે.

નાણાકીય સૂચિતાર્થો:

આ એમઓયુના અમલીકરણ સાથે જોડાયેલ પોતાના ખર્ચા માટે દરેક દેશ જવાબદાર રહેશે. એમઓયુ હેઠળ હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ પર ખર્ચાની મૂળ રકમ આધારિત રહેશે.

વિગતો:

આ એમઓયુ હેઠળ સહકાર માટેના ક્ષેત્રોમાં નિમ્ન ક્ષેત્રોનો સમાવેશ રહેશે પણ એ પૂરતું મર્યાદિત રહેશે નહીં:

એ) સરકારમાં દેખાવ વ્યવસ્થાપન પ્રણાલિ સુધારવી

બી) ફાળો આપનારી પેન્શન યોજનાનું અમલીકરણ

સી) સરકારમાં ઈ-ભરતી

આ એમઓયુનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે કર્મચારીગણ વહીવટીતંત્ર અને શાસન વ્યવથાના સુધારામાં દ્વિપક્ષી સહકાર મજબૂત કરવા અને એને ઉત્તેજન આપવાનો છે કેમ કે આ સમજૂતીપત્ર ભારત સરકારની એજન્સીઓ અને ગામ્બિયા ગણરાજ્યની એજન્સીઓ વચ્ચે મંત્રણા સુગમ બનાવશે. વધુમાં, સરકારમાં દેખાવ વ્યવસ્થાપન પ્રણાલિ સુધારવા, ફાળો આપનારી પેન્શન યોજનાના અમલીકરણ અને સરકારમાં ઈ-ભરતી જેવા ક્ષેત્રોમાં સહકારને ઉત્તેજન આપવા માટે ગામ્બિયા ભારત સાથે જોડાણ કરવા આતુર છે.

ગામ્બિયા ગણરાજ્ય સાથેનો આ એમઓયુ બંને દેશો વચ્ચે કર્મચારીગણ વહીવટીતંત્ર સુધારવા અને શાસનના સુધારામાં સહકારને કાનૂની માળખું પૂરું પાડશે, જેથી કર્મચારીગણ વહીવટીતંત્ર અને શાસન સુધારાના ક્ષેત્રોમાં  વહીવટી અનુભવો શીખીને, એની આપલે અને આદાનપ્રદાન કરીને હાલની શાસનની પદ્ધતિને સુધારી શકાય અને તે પ્રતિક્રિયા, જવાબદારી અને પારદર્શિતામાં ઉમેરો કરશે. 

પશ્ચાદભૂ:

સમગ્ર દેશમાં સરકારી સેવાઓ આપવામાં આવશ્યક ઉપાયોનું લક્ષ્ય ભારત સરકારે હાથમાં લીધું છે અને મિનિમમ ગવર્ન્મેન્ટ વિથ મેક્સિમમ ગવર્નન્સના લક્ષ્ય સંદર્ભમાં પ્રસ્તુત છે એવા  કર્મચારીગણ વહીવટીતંત્રને સુધારવા, શાસનના સુધારા પ્રતિ સરકારના પ્રયાસોને આગળ ધપાવવાનો હેતુ પણ ધરાવે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731512) Visitor Counter : 204