ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)ને જુલાઇ 2021થી નવેમ્બર 2021 સુધી લંબાવવા સરકારની મંજૂરી


ગયા વર્ષે સરકારે એનએફએસએ હેઠળ આવરી લેવાયેલા તમામ લાભાર્થીઓ માટે એપ્રિલ-નવેમ્બર 2020ના ગાળા માટે પીએમ-જીકેએવાય જાહેર કરી હતી

એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને 8 મહિના માટે વધારાનું 5 કિલો અનાજ મફત ફાળવવામાં આવ્યું હતું

2021માં પીએમ-જીકેએવાય બે મહિના (મે અને જૂન)ના ગાળા માટે અંદાજિત રૂ. 26,602 કરોડના ખર્ચે જાહેર થઈ હતી

માનનીય પ્રધાનમંત્રીએ, 7મી જૂન 2021ના રોજ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ-જીકેએવાય વધુ પાંચ મહિના માટે નવેમ્બર 2021માં દિવાળી સુધી લંબાવવાની જાહેરાત કરી હતી

વધુ 5 મહિનાના સમયગાળા માટે એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને રૂ. 67,266 કરોડ સુધીની અંદાજિત નાણાંકીય સંડોવણી સાથે વધારાનું 240 એલએમટી અનાજ પૂરું પડાશે

આ વધારાના મફત અનાજની ફાળવણી એનએફએસએ હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓ માટે નિયમિત માસિક અનાજ ફાળવવામાં આવે છે એ ઉપરાંતની રહેશે

આ વધારાની ફાળવણીનો તમામ ખર્ચ ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવશે

Posted On: 23 JUN 2021 5:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ આવરી લેવાયેલા સહિતના આવરી લેવાયેલા  મહત્તમ 81.35 કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 5 કિલો પ્રતિ માસ, નિ:શુલ્ક વધારાના અનાજની વધુ પાંચ માસના સમયગાળા એટલે કે જુલાઈથી નવેમ્બર સુધી વધુ ફાળવણીને મંજૂરી આપી છે.

2020માં ભારત સરકારે ગરીબ તરફી પીએમ ગરીબ કલ્યાણ પૅકેજના ભાગરૂપે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 (એનએફએસએ) હેઠળ આવરી લેવાયેલા તમામ લાભાર્થીઓ માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પીએમ-જીકેએવાય) એપ્રિલ-નવેમ્બર, 2020ના ગાળા માટે જાહેર કરી હતી. એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને 8 મહિનાના સમયગાળા માટે (એપ્રિલ-નવેમ્બર 2020) વધારાનું 5 કિલો અનાજ (ઘઉં કે ચોખા) મફત ફાળવવામાં આવ્યું હતું અને એ રીતે દેશમાં કોવિડ-19 મહામારી દ્વારા સર્જાયેલા આર્થિક વિક્ષેપને પગલે ગરીબ/ નબળા લાભાર્થીઓ/પરિવારોની ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરાઇ હતી. પીએમ-જીકેએવાય 2020 હેઠળ (એપ્રિલ-નવેમ્બર 2020), કુલ 321 લાખ એમટી અનાજ વિભાગ દ્વારા રાજ્યો/સંઘ પ્રદેશોને ફાળવવામાં આવ્યું હતું, રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા આશરે 305 લાખ મેટ્રિક ટન અનાજ ઉઠાવવામાં આવ્યું હતું અને કુલ આશરે 298 એલએમટી અનાજ (એટલે કે ફાળવવામાં આવેલા જથ્થાના આશરે 93%) દેશભરમાં વિતરિત કરવામાં આવ્યું હતું.

2021માં, સમગ્ર દેશમાં ચાલી રહેલી તીવ્ર કોવિડ-19 મહામારી અને એના પગલે આર્થિક વિક્ષેપોના કારણે ભારત સરકારે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પીએમ-જીકેએવાય) બે મહિનાના સમયગાળા એટલે કે મે 2021 અને જૂન 2021 માટે પીએમજીકેએવાય 2020ના મુજબ જ, અંદાજિત રૂ. 26,602 કરોડના ખર્ચે અમલી કરવાની જાહેરાત કરી હતી. આ હેતુ માટે કુલ 70 એલએમટીથી વધુ અનાજની ફાળવણી કરવામાં આવી હતી. પીએમ-જીકેએવાય 2021 હેઠળ (મે-જૂન 2021), અત્યાર સુધીમાં, 76 લાખ એમટીથી વધારે અનાજ, એટલે કે કુલ ફાળવણી કરાયેલ અનાજના 96% કરતા વધારે, રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા ઉઠાવાયું છે. વધુમાં, મે 2021 માટે રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા 35 લાખ એમટી કરતા વધારે અનાજ (એટલે કે માસિક ફાળવણીના આશરે 90%)નું વિતરણ કરવામાં આવ્યું છે અને 23 લાખ એમટી અનાજ કરતા વધુ (એટલે કે માસિક ફાળવણીના આશરે 59%) અનાજ રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા જૂન 2021 માટે વિતરિત કરાયું છે. મે 2021 અને જૂન 2021ના મહિનાઓ માટે એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓ 5 કિલો વધારાનું મફત અનાજ (ઘઉં કે ચોખા) મેળવી રહ્યા છે.

દેશમાં ચાલુ રહેલી કોવિડ 19ની સ્થિતિની સમીક્ષા કરતા અને કટોકટી દરમ્યાન ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7મી જૂન 2021ના રોજ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ-જીકેએવાય (2021) યોજનાને વધુ પાંચ મહિના માટે નવેમ્બર 2021માં દિવાળી સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને આશરે 204 એલએમટી અનાજના કુલ જથ્થા અને  રૂ. 67,266 કરોડની અંદાજિત નાણાંકીય સંડોવણી સાથે, વધારાનું 5 કિલો અનાજ (ઘઉં કે ચોખા) વધુ 5 મહિનાઓ માટે મફત ફાળવવામાં આવશે. આ વધારાના મફત અનાજની ફાળવણી એનએફએસએ હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓ માટે નિયમિત માસિક અનાજની ફાળવણી થાય છે એ ઉપરાંતની રહેશે. પીએમ-જીકેએવાય હેઠળ આ વધારાની ફાળવણીનો-  રાજ્યો વચ્ચે પરિવહન, ડિલર્સ માર્જિન ઇત્યાદિ સહિતનો તમામ ખર્ચ રાજ્યો/સંઘ પ્રદેશોના કોઇ પણ હિસ્સા વિના ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

SD/GP/JD


(Release ID: 1729878) Visitor Counter : 314