સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
દેશના વિવિધ ભાગોમાં પાંચ ‘દિવ્યાંગ ખેલ કેન્દ્રો’ની સ્થાપનાની જાહેરાત કરતા શ્રી થાવરચંદ ગેહલોટ
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દિવ્યાંગજનોને સહાય અને સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું
Posted On:
20 JUN 2021 5:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોટે કહ્યું છે કે દેશના દિવ્યાંગજનોમાં રમતગમત પ્રતિ રસ અને પેરાલિમ્પિક્સમાં એમના સારા દેખાવને જોતા, મંત્રાલયે દેશના વિવિધ ભાગોમાં પાંચ ‘દિવ્યાંગ ખેલ કેન્દ્ર’ સ્થાપવાનું નક્કી કર્યું છે. આ પાંચમાંથી, આવી એક સુવિધા શરૂ કરવા માટે અમદાવાદ શહેરની ઓળખ થઈ છે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની એડીઆઇપી યોજના હેઠળ ‘દિવ્યાંગજન’ને સહાય અને સહાયક ઉપકરણોના વિતરણ માટે આજે ગુજરાતના જામનગરમાં ‘સામાજિક અધિકારિતા શિબિર’ને વર્ચ્યુઅલી સંબોધન કરતા મંત્રીએ માહિતી આપી કે 2808 લાભાર્થીઓને લાભાન્વિત કરતા સ્કૉલરશિપ પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 8.06 કરોડનું ફંડ જારી કર્યું છે. તેમણે કહ્યું કે, સુગમ્ય ભારત અભિયાન હેઠળ 709 રેલવે સ્ટેશનો, 10,175 બસ સ્ટેશનો અને 683 વૅબસાઇટ્સને આવરી લેવાયા છે. તેમણે ઉમેર્યું હતું કે મધ્ય પ્રદેશના સિહોરમાં સીપીડબલ્યુડી દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન સેન્ટરનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રસંગે બોલતા, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે જે દિવ્યાંગજનની કાળજી નથી લેતો એ સમાજ જ ખુદ વિકલાંગ સમાજ છે. તેમણે કહ્યું કે 2016ના વર્ષમાં, રાઈટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ લાવવામાં આવ્યો જે વધુ સલામતી પૂરી પાડે છે એટલું જ નહીં, સમગ્ર દેશમાં દિવ્યાંગતા સાથેની વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને એને સુનિશ્ચિત કરે છે. મુખ્ય મંત્રીએ દેશના એકંદર વિકાસ માટે દિવ્યાંગજનના સશક્તિકરણ અને દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ શિબિરનું આયોજન એલિમ્કો અને જામનગર વહીવટીતંત્રના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ (ડીઈપીડબલ્યુડી) દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકા/પંચાયત સ્તરે 3805 દિવ્યાંગજનને રૂ. 3.57 કરોડના મૂલ્યના કુલ 6225 સહાય અને સહાયક સાધનોનું વિતરણ નિ:શુલ્ક કરવામાં આવશે. કોવિડ-10ના કારણે, અગાઉથી ઓળખી કઢાયેલા કુલ 3805 દિવ્યાંગ લાભાર્થીઓમાંથી, આજે પ્રારંભિક વિતરણ શિબિરમાં, જામનગર સિટી તાલુકાના આશરે 50 લાભાર્થીઓને સહાય અને સહાયક સાધનો પૂરાં પાડવામાં આવ્યા હતા. બાકીના ઓળખી કઢાયેલા લાભાર્થીઓને, એમના નિર્દિષ્ટ સહાયક ઉપકરણો હવે પછીથી એમના સ્થળના સૌથી નજીકના જે તે તાલુકાઓમાં, જામનગર અને દેવભૂમિ જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ આનુસંગિક વિતરણ શિબિરોમાં પૂરાં પાડવામાં આવશે.
એડીઆઇપી યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને ઓળખી કાઢવા માટે મૂલ્યાંકન શિબિરો અલિમ્કો દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા (ગુજરાત)ના જિલ્લા વહીવટીતંત્રોના ગાઢ સહકારથી જામનગર સંસદીય બેઠકના છ સ્થળોએ (ધ્રોલ, લાલપુર જામનગર સિટી અને અર્બન, જામખંભાલિયા અને દ્વારકા) અને જામનગર જિલ્લાના ચાર સ્થળો અને દેવભૂમિ દ્વારકાના બે સ્થળો) 6 થી 11મી ફેબ્રુઆરી 2019 દરમ્યાન યોજવામાં આવી હતી.
મૂલ્યાંકન શિબિરોમાં નોંધાયેલા તાલુકા સ્તરે ઓળખી કઢાયેલા દિવ્યાંગજનોને વિતરણ કરવામાં આવનાર વિવિધ પ્રકારના સહાયક ઉપકરણોમાં 220 મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ્સ, 665 ટ્રાઇસિકલ્સ, 385 વ્હીલચૅર્સ, 998 કાખઘોડી, 621 ચાલવા માટેની લાકડી, 60 રૉલેટર્સ, 185 સ્માર્ટ ફૉન્સ, 437 સ્માર્ટ લાકડી, 40 ડેઈઝી પ્લેયર્સ, 24 બ્રેઈલ કિટ્સ, 06 બ્રેઈલ લાકડી, 163 સી.પી. ચેર્સ, 856 એમએસઆઇઈડી કિટ્સ, 60 સેલ ફોન્સ સાથે 165 એડીએલ કીટ્સ (લેપ્રસી માટે), 606 હિયરિંગ એઈડ્સ, 765 કૃત્રિમ હાથ-પગ અને કૅલિપર્સ ઇત્યાદિનો સમાવેશ થાય છે.
એઈડ/એપ્લિકેશનોની ખરીદી/ફિટિંગ માટે સ્કીમ ઑફ આસિસ્ટન્સ ટુ ડિસેબલ્ડ પર્સન્સ (એડીઆઇપી) હેઠળ આ શિબિરો યોજવામાં આવે છે. એડીઆઇપી દિવ્યાંગજનોને સહાય અને સાધન પૂરાં પાડબા માટેની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે અને એનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના સાહસ આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેકચરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એલિમ્કો) દ્વારા કરવામાં આવે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1728832)
Visitor Counter : 277