વહાણવટા મંત્રાલય

ભારતમાં સી પ્લેન- દરિયાઇ વિમાની સેવાઓના વિકાસ માટે બંદર, જહાજ અને જળ માર્ગોના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર સહીસિક્કા


સમગ્ર દેશમાં અવિરત જોડાણ વધારવામાં આ એમઓયુ ગૅમ ચૅન્જર બની રહેશે અને પર્યટન ક્ષેત્રને પણ વેગ આપશે, કહે છે શ્રી મનસુખભાઇ માંડવિયા

આ એમઓયુ ભારતમાં નવા પ્રકારની પર્યટન સેવાની જોગવાઇને મોટો જુસ્સો આપશે: શ્રી હરદીપ સિંહ પુરી

Posted On: 15 JUN 2021 4:52PM by PIB Ahmedabad

ભારતમાં સી પ્લેન એટલે કે દરિયાઇ વિમાની સેવાના વિકાસ માટે આજે બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ખાતે આજે એમઓયુ પર સહી સિક્કા કરવાના સમારોહ દરમ્યાન બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખભાઇ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016PDQ.jpg

 

સી પ્લેન પરિયોજનાને બહુ જલદી વાસ્તવિકતા બનાવવા માટે એમઓયુ પર સહીસિક્કા મોટું સીમાચિહ્ન છે. ભારત સરકારની આરસીએસ-ઉડાન યોજના હેઠળ ભારતના મુલકી કાર્યક્ષેત્રની અંદર સી પ્લેન સેવાના નોન શિડ્યુલ્ડ/ શેડ્યુલ્ડ ઓપરેશનના વિકાસની રૂપરેખા એમઓયુમાં છે. સમજૂતી પત્ર મુજબ, વિવિધ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ કરવાની કામગીરી સમયસર પરિપૂર્ણ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બંદરો, જહાજ અને જળ માર્ગોના મંત્રાલય અને પર્યટન મંત્રાલયના અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવશે. તમામ એજન્સીઓ દ્વારા સૂચવાયેલા/ઓળખી કાઢવામાં આવેલા સી પ્લેનના રૂટ્સ કાર્યાન્વિત કરવા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બંદરો અને જહાજ અને જળ માર્ગોના મંત્રાલય, એસડીસીએલ (સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ) વિચારણા કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EQ01.png

પ્રસંગે બોલતા બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખભાઇ માંડવિયાએ કહ્યું હતું કે એમઓયુ પર સહી સિક્કા ભારતીય દરિયાઇ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર બેઉ માટે ગૅમ ચૅન્જર બની રહેશે કેમ કે એનાથી સી પ્લેન મારફત પર્યાવરણને અનુકૂળ પરિવહનને ઉત્તેજન દ્વારા  સમગ્ર દેશમાં અવિરત કનેક્ટિવિટી વધશે એટલું નહીં, પણ પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે.

પ્રસંગે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે બેઉ મંત્રાલયો વચ્ચેના સમજૂતી પત્રથી નવા વૉટર એરોડ્રોમ્સના વિકાસને ઝડપી કરવામાં અને ભારતમાં નવા સી પ્લેન રૂટ્સ કાર્યાન્વિત કરવામાં પણ મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આનાથી ભારતમાં નવા પ્રકારની પર્યટન સેવાઓની જોગવાઇને બહુ મોટો જુસ્સો મળશે.

બંદરો, જહાજ અને જળ માર્ગો માટેનું મંત્રાલય દરિયાઇ વિમાની સેવાઓ શરૂ કરવા માટે સુવિધાઓ વિક્સાવવામાં સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ માટે સમયમર્યાદા ઠરાવીને  એરોડ્રોમ્સના વૉટર ફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓળખી કાઢીને વિક્સાવશે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ડીજીસીએ અને એએઆઇ સાથે સંકલનમાં રહીને જરૂરી વૈધાનિક મંજૂરીઓ/ પરવાનગી મેળવશે.

બંદરો, જહાજ અને જળમાર્ગો માટેના મંત્રાલયે ઓળખી કાઢેલા સ્થળો અને માર્ગોને, ઉડાન યોજનાના દસ્તાવેજોમાં બિડિંગ પ્રક્રિયા દ્વારા ઓળખી કઢાયેલા રૂટ્સને સમાવીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય બિડિંગ અને સંભવિત એરલાઇન ઓપરેટર્સને પસંદ કરવાની કાર્યવાહી એમના ધંધાદારી વિચારણાને આધારે બિડિંગ પ્રક્રિયા મારફત હાથ ધરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આરસીએસ-ઉડાન યોજના હેઠળ અપાયેલા જળ એરોડ્રોમ સંદર્ભે ફંડ/ નાણાકીય મદદ પણ પૂરી પાડવા બંધાયેલ છે અને સી પ્લેન કામગીરી માટે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે સંકલન કરશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી પ્રદીપ સિંહ ખરોલા, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજન, પર્યટન મંત્રાલયના સચિવ શ્રી અરવિંદ સિંહ, એરપોર્ટ ઑથોરિટીના ચૅરમેન શ્રી સંજીવકુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727321) Visitor Counter : 314