આદિવાસી બાબતોનું મંત્રાલય

ભારતના તમામ આકાંક્ષી જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં વન ધન પહેલના અમલીકરણ માટે ટ્રાઇફેડ અને નીતિ આયોગ ભાગીદારી કરશે

Posted On: 24 MAY 2021 4:10PM by PIB Ahmedabad

‘સબ કા સાથ, સબ કા વિકાસ’નું લક્ષ્ય સાકાર કરવા તરફ ‘બી વૉકલ ફોર લોકલ બાય ટ્રાઈબલ’ના સૂત્રને અનુરૂપ પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ માટેના આહ્વાન સાથે સુસંગત. ટ્રાઇફેડ હવે નીતિ આયોગે જેને આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખી કાઢ્યા છે એ જિલ્લાઓમાં વન ધન યોજના અમલી કરવા નીતિ આયોગ સાથે ભાગીદારી કરશે

નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત અને ટ્રાઇફેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવિર કૃષ્ણા વચ્ચે તાજેતરમાં યોજાયેલી ચર્ચાના આધારે એવું નક્કી થયું હતું કે નીતિ આયોગની ટીમ સાથે ટ્રાઇફેડની એક સમર્પિત ટુકડી 39 આદિવાસી આકાંક્ષી જિલ્લાઓના દરેક જિલ્લામાં વન ધન યોજનાના અમલીકરણ માટે આનુષંગિક યોજના ઘડી કાઢશે. આ જિલ્લાઓમાં આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ત્રિપુરાના રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સમજૂતી મુજબ આ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરો સાથે એક વીસી આયોજિત કરવામાં આવશે.

આ ભાગીદારીના ભાગરૂપે જ્યાં આદિવાસી વસ્તી 50% કરતા વધારે છે એવા આ આકાંક્ષી જિલ્લાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આદિવાસી વિકાસ કાર્યક્રમની વિસ્તરણ યોજના હેઠળ આ આદિવાસી આકાંક્ષી જિલ્લાઓમાં ફેલાયેલા 659 વીડીવીકે ક્લસ્ટર્સમાં મૂકાયેલા વધારાના 9900 વીડીવીકેની કલ્પના કરાઇ છે. અત્યારે 355 વીડીવીકે ઝૂમખામાં ભેળવી દેવાયેલા 5325 વીડીવીકે આ જિલ્લાઓમાં સ્થાપિત કરાયા છે. આનાથી આશરે 2 લાખ આદિવાસી પરિવારોને રોજગાર સર્જનનો વેગ મળવાની અપેક્ષા છે.

આ સહયોગ મારફત નીતિ આયોગ વિવિધ મંત્રાલયોના કલમ 275(1), ડીએમએફ અને એસટીસી ઘટકો સાથે મિશન માટે એક કેન્દ્રબિંદુ તરફ જવાના વિચારમાં ટ્રાઇફેડને પણ સમર્થન કરશે અને અસરકારક અમલીકરણ અને પ્રતિભાવો માટે વ્યવસાયિક રીતે દેખરેખ અને ઉત્તેજનમાં મદદ કરશે.

વન ધન આદિવાસી સ્ટાર્ટ અપ્સ અને માર્કેટિંગ ઑફ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એમએફપી) માટેની યંત્રણા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી )  મારફત અને એમએફપીની યોજના માટે મૂલ્ય કડીનો વિકાસ જે વન પેદાશો એકત્ર કરનારાને એમએસપી પૂરી પાડે છે અને આદિવાસી જૂથો અને ઝૂમખાં મારફત માર્કેટિંગ અને મૂલ્ય વૃદ્ધિ દાખલ કરવી જેવી આદિવાસી બાબતોના મંત્રાલય, ટ્રાઇફેડની ઘણી પહેલ છે જે રોજગાર પેદા કરીને આદિવાસી વસ્તી માટે આવક ઊભી કરવામાં મદદરૂપ સિદ્ધ થઈ છે.

A picture containing outdoor, person, people, groupDescription automatically generatedA group of people in a roomDescription automatically generated with low confidenceA picture containing textDescription automatically generated

વન ધન આદિવાસી સ્ટાર્ટ અપ્સ વન આધારિત આદિવાસીઓ માટે ટકાઉ આજીવિકાનું સર્જન સુગમ બનાવવા વન ધન કેન્દ્રો સ્થાપીને માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસીઝના  મૂલ્ય વર્ધન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટેનો એક કાર્યક્રમ છે.

આજની તારીખમાં દરેક 300 વન વસાહતોના 37259 વન ધન વિકાસ કેન્દ્રો (વીડીવીકે) જે 2224 વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર્સ (વીડીવીકેસીઝ)માં ભેળવી દેવાયા છે એને ટ્રાઇફેડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

વિશિષ્ટ એવા એક વન ધન વિકાસ કેન્દ્રમાં 20 આદિવાસી સભ્યો હોય છે. આવા 15 વન ધન વિકાસ કેન્દ્રો 1 વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર બનાવે છે. વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર્સ વન ધન વિકાસ કેન્દ્રોને માપક્રમનું અર્થતંટ્ર, આજીવિકા અને બજાર જોડાણો અને સાથે સાથે 23 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આશરે 6.67 લાખ આદિવાસી વન એકત્રકોને ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડશે. અત્યાર સુધીમાં 50 લાખ આદિવાસીઓ વન ધન સ્ટાર્ટ અપ્સ પ્રોગ્રામથી પ્રભાવિત થયા છે.

SD/GP/JD


(Release ID: 1721384) Visitor Counter : 480