પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન "તૌકતે" અતિ ભીષણ બને એવી શક્યતા; ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 17મી સાંજે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે તેમજ 18મીની વહેલી સવારની આસપાસ પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લો) વચ્ચે ગુજરાતના કિનારા પરથી પસાર થવાની શક્યતા
Posted On:
16 MAY 2021 10:19AM by PIB Ahmedabad
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર મુજબઃ (ઇશ્યૂ કરવાનો સમયઃ 0810 કલાક ભારતીય પ્રમાણભૂત સમય, તારીખઃ 16.05.2021, ભારતીય હવામાન વિભાગ)
પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઊભું થયેલું અતિ ભીષણ ચક્રવાતી તોફાન “તૌકતે” (ઉચ્ચારણ તાઉ તે) છેલ્લાં 6 કલાકથી આશરે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ઉત્તર તરફ અગ્રેસર થયું હતું તથા 16મી મે, 2021ના રોજ આજે સવારે 0530 કલાકે 15.0°N અક્ષાંક્ષ અને 72.7°E રેખાંશ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત થયું છે, જે પણજી-ગોવાથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમે આશરે 130 કિલોમીટર, મુંબઈની દક્ષિણે 450 કિલોમીટરના અંતરે, વેરાવળ (ગુજરાત)ની દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં 700 કિલોમીટરના અંતરે અને કરાંચી (પાકિસ્તાન)ની દક્ષિણપૂર્વમાં 840 કિલોમીટરના અંતરે સ્થિતિ છે.
આ ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધારે તીવ્ર બનશે એવી શક્યતા છે. તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ અગ્રેસર થઈને 17મી મેની સાંજે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે અને 18મીની વહેલી સવારે પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) વચ્ચે ગુજરાતના દરિયાકિનારા પરથી પસાર થશે એવી શક્યતા છે.
નીચેના ટેબલમાં ફોરકાસ્ટ ટ્રેક અને એની તીવ્રતા આપવામાં આવેલી છેઃ
તારીખ/સમય (ભારતીય સ્થાનિક સમય)
|
પોઝિશન
(અક્ષાંશ 0N/ રેખાંશ 0E)
|
સપાટી પર પવનની સતત મહત્તમ ઝડપ (કિલોમીટર પ્રતિ કલાક)
|
ચક્રવાતીય વિક્ષોભની કેટેગરી
|
16.05.21/0530
|
15.0/72.7
|
આંધી સાથે 120-130થી 145
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
16.05.21/1130
|
15.8/72.4
|
આંધી સાથે 130-140થી 155
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
16.05.21/1730
|
16.5/72.0
|
આંધી સાથે 140-150થી 165
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
16.05.21/2330
|
17.3/71.5
|
આંધી સાથે 145-155થી 170
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
17.05.21/0530
|
18.1/71.2
|
આંધી સાથે 150-160થી 175
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
17.05.21/1730
|
19.5/70.7
|
આંધી સાથે 150-160થી 175
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
18.05.21/0530
|
21.0/70.6
|
આંધી સાથે 150-160થી 175
|
અતિ ભીષણ ચક્રવાતી તોફાન
|
18.05.21/1730
|
22.6/71.0
|
આંધી સાથે 70-80થી 90
|
ચક્રવાતી તોફાન
|
19.05.21/0530
|
24.2/71.7
|
આંધી સાથે 30-40થી 50
|
દબાણ
|
ચેતવણી:
- વરસાદ:
- કેરળ: 16મી તારીખે ઘણી જગ્યાએ હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ, તો છૂટીછવાઈ જગ્યાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ 17મેના રોજ છૂટીછવાઈ જગ્યાઓમાં ભારે વરસાદ.
- કર્ણાટક (દરિયાકિનારાના અને એને લગોલગ ઘાટ જિલ્લાઓમાં): 16મી તારીખે મોટા ભાગના સ્થળોમાં હળવોથી મધ્યમ વરસાદ તથા છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ.
- કોંકણ અને ગોવાઃ 16મી તારીખે કોંકણ અને ગોવા તથા એને લગોલગ ઘાટના વિસ્તારોમાં મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાત અને થોડા સ્થાનોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ 17મી તારીખે ઉત્તર કોંકણમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ.
- ગુજરાતઃ 16મી મેની બપોરથી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં ઘણા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ શરૂ થવાની શક્યતા, 17મી મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા છૂટાછવાયા સ્થળોમાં અતિ ભારે વરસાદ. 18મી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા દીવના થોડા સ્થાનોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોમાં અતિ ભારે વરસાદ (20 સેમી કે એનાથી વધારે).
- રાજસ્થાનઃ 18મી મેના રોજ દક્ષિણ રાજસ્થાનમાં અને 19મી મેના રોજ રાજસ્થાનમાં ઘણા સ્થાનોમાં હળવોથી મધ્યમ વરસાદ તથા છૂટાછવાયા સ્થાનોમાં ભારેથી અતિ ભારે વરસાદ.
(ii) પવનની ચેતવણી
- પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર આંધી સાથે પવન 120થી 130 કિલોમીટર પ્રતિ કલાકથી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર પવનની ઝડપ વધીને 16મી મેની સવારે 145થી 155 કિલોમીટર પ્રતિ કલાકથી 170 કિલોમીટર પ્રતિ કલાક થશે એવી શક્યતા છે.
- 16મી મેના રોજ દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા અને એની લગોલગ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આંધી સાથે પવન 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, 16મી મેના રોજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં આંધી સાથે પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકાશે. આ 17મેથી 18મેની સવાર સુધી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારના વિસ્તારોમાં 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકથી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એવી શક્યતા છે.
- 16મી મેની સવારથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત અને દમણ અને દીવના દરિયાકિનારાના વિસ્તારોમાં પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે તથા તબક્કાવાર રીતે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) પર આંધી સાથે પવન 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકથી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેમજ 18મી વહેલી સવાર સુધી ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર જિલ્લાઓ પર 120થી 150 કિલોમીટર પ્રતિ કલાકથી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. 17મી મેની મધરાતથી 18મી મેની સવાર સુધી દાદર, નગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, સુરત, ભરુચ, અમદાવાદ જિલ્લાના દક્ષિણના વિસ્તારો, આણંદ જિલ્લામાં આંધી સાથે પવન 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એવી શક્યતા છે.
(iii) દરિયાની સ્થિતિ
- પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર દરિયાની 16મી મેના રોજ અતિ તોફાનીથી અસાધારણ થશે તથા આવી જ સ્થિતિ 17 અને 18મી મેના રોજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર જોવા મળશે.
- 16મી મેના રોજ મહારાષ્ટ્ર-ગોવાના દરિયાકિનારાને સમાતંર અને આગળ તથા 17મી મેની સવારે ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારાને સમાંતર અને આગળન વિસ્તારોમાં દરિયાની સ્થિતિ અતિ ખરાબથી લઈને જોખમકારક રહેશે. 17મી મેની સવારે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર સ્થિતિ અતિ ખરાબથી જોખમકારક રહેશે તથા 17મીની મધરાતથી અતિ જોખમીથી અસાધારણ રહેશે.
(iv) ચક્રવાતી તોફાનને પગલે ભરતીની ચેતવણી
ચક્રવાતી તોફાન દરિયાકાંઠાના વિસ્તારો પરથી પસાર થશે એ દરમિયાન જૂનાગઢમાં આશરે 3 મીટર ઊંચી ભરતીની લહેર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભરુચ, ભાવનગર, અમદાવાદ, આણંદ, સુરતના દરિયાકિનારાના વિસ્તારોમાં 1થી 2.5 મીટર ઉપર દરિયાઈ ભરતીની તથા ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ તેમજ બાકીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 0.5થી 1 મીટર ઊંચી ભરતી આવશે એવી શક્યતા (વિગત જોડેલી છે).
- માછીમારોને ચેતવણી
- પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં તથા કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીની કામગીરી સંપૂર્ણ બંધ કરવી.
- માછીમારોને 17મી મેની સવાર સુધી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને કર્ણાટકના દરિયામાં તથા 18મી મે સુધી પૂર્વ મધ્ય સમુદ્રમાં અને મહારાષ્ટ્ર-ગોવાના દરિયાકિનારા વિસ્તારોમાં તેમજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે.
- જે લોકો પૂર્વ અરબી સમુદ્રમાં છે તેમને દરિયાકિનારા પર પરત ફરવાની સલાહ આપવામાં આવે છે.
(vi) (A) ગુજરાતના કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લાઓમાં નીચે મુજબ નુકસાન થવાની અપેક્ષા છેઃ
- છાપરાવાળા મકાનો સંપૂર્ણપણે તૂટી પડવાની શક્યતા/કાચા મકાનોને મોટા પાયે નુકસાન થવાની વકી. પાકા મકાનોને થોડું નુકસાન થઈ શકે છે. પવનના ઝપાટામાં ઊડતી ચીજવસ્તુઓથી જોખમ.
- વીજળી અને સંચાર થાંભલાઓ વળી જવા/ઉખડી જવા.
- કાચા અને પાકા માર્ગોને મોટું નુકસાન થવાની વકી. વાવાઝોડું જે માર્ગો પરથી પસાર થશે ત્યાં પાણી ભરાઈ જવાની શક્યતા. રેલવે, ઓવરહેડ પાવર લાઇનો અને સિગ્નિલિંગ સિસ્ટમને આંશિક નુકસાન થવાની શક્યતા.
- મીઠાના અંગર અને ઊભા પાકને વ્યાપક નુકસાનની શક્યતા, ઝાડીઝાંખરા ધરાવતા વૃક્ષો તૂટી પડવાની શક્યતા.
- નાની નૌકાઓ, દેશી હોડીઓ લંગરથી છૂટી પડી શકે છે.
- વિઝિબિલિટીને ગંભીર અસર થશે.
(vi) (B) ગુજરાતના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ અને મોરબી જિલ્લાઓમાં નીચે મુજબ નુકસાન થવાની અપેક્ષા છે:
- છાપરાવાળા મકાનો/ઝૂંપડીઓનો મોટું નુકસાન થવાની અપેક્ષા. છત પર છાપરાં ઊડીને ફેંકાઈ શકે છે. ધાતુના છૂટાં પતરાં પણ ઊડી શકે છે.
- વીજળી અને સંચાર લાઇનોને આંશિક નુકસાન.
- કાચા માર્ગોને મોટું નુકસાન અને પાકાં માર્ગોને થોડું નુકસાન. વાવાઝોડું પસાર થાય એ માર્ગો પર પાણી ભરાઈ જવાની શક્યતા.
- વૃક્ષની ડાળીઓનું તૂટવું, મોટા વૃક્ષોનું મૂળિયા સાથે ઉખડી જવું. કળા અને પપૈયાના વૃક્ષોને મધ્યમ નુકસાન. વૃક્ષો પરથી મોટી સૂકાયેલી ડાળીઓ તૂટીને ઊડી શકે છે.
- દરિયાકિનારાના પાકોને મોટું નુકસાન.
- પાળા/મીઠાના અગરને નુકસાન.
(vii) સૂચિત કામગીરી:
- માછીમારીની કામગીરીને સંપૂર્ણપણે બંધ કરવી.
- રેલવે અને રોડના ટ્રાપિકનું ઉચિત અને તર્કબદ્ધ રીતે નિયમન કરવું.
- અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપવી.
- મોટર બોટ અને નાની હોડીઓમાં અવરજવર અસલામત છે.
(ગ્રાફિક્સમાં વિગતવાર જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.)
SD/GP/JD
(Release ID: 1719071)
Visitor Counter : 273