કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

મંત્રીમંડળે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા અને કતાર ફાઇનાન્સિયલ સેન્ટર સત્તામંડળ વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 12 MAY 2021 3:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) અને કતાર ફાઇનાન્સિયલ સેન્ટર સત્તામંડળ (QFCA) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

MoU બંને સંસ્થાઓને સાથે મળીને કામ કરવામાં અને કતારમાં એકાઉન્ટિંગ વ્યવસાય અને ઉદ્યમશીલતાનો પાયો વધુ મજબૂત બનાવવા માટે પારસ્પરિક સહકારમાં ઉન્નતિ લાવશે.

અસર:

ICAI સમગ્ર મધ્યપૂર્વ અને કતાર (દોહા) ચેપ્ટરમાં 6000થી વધારે સભ્યોનું મજબૂત સભ્યપદ ધરાવે છે અને ICAIના સૌથી વાઇબ્રન્ટ ચેપ્ટરમાંથી એક તરીકે ગણના પામે છે. ICAI સભ્યો વિવિધ ખાનગી તેમજ જાહેર કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દા સંભાળે છે અને કતારમાં એકાઉન્ટિંગના વ્યવસાયમાં સહકાર તેમજ વિકાસમાં સક્રિયપણે સામેલ છે. MoU પર હસ્તાક્ષર કરવાથી સમગ્ર મધ્યપૂર્વ પ્રદેશમાં ICAIના સભ્યોને બહેતર સ્વીકૃતિ માટેની સંભાવનાઓને વિશેષ વેગ પ્રાપ્ત થશે, કતારમાં વ્યવસાય કરી રહેલા ભારતીય વ્યવસાય અભિલાષીઓને સહકાર આપવા માટે તેમની સાથે કામ કરી શકશે અને પ્રકારે કતાર અને ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિ આવશે.

લાભો:

ICAI કતારના દોહામાં સક્રિય ચેપ્ટર ધરાવે છે જેની સ્થાપના 1981માં કરવામાં આવી હતી અને ICAIના વિદેશમાં 36 ચેપ્ટરોમાં સૌથી જુના પૈકી એક છે. ચેપ્ટરના સ્થાપના સમયથી તેમાં સભ્યપદોની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે અને હાલમાં 300થી વધારે સભ્યો છે જેઓ વિવિધ ખાનગી અને જાહેર કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળે છે અને કતારમાં એકાઉન્ટિંગના વ્યવસાયમાં સહકાર અને વિકાસ માટે સક્રિય છે. MoUથી કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા અને કતાર ફાઇનાન્સિયલ સેન્ટર સત્તામંડળને લાભ થશે.

વ્યૂહનીતિનો અમલ અને લક્ષ્યો:

  • MoUથી કતારમાં એશ્યોરન્સ અને ઓડિટિંગ, સલાહ સૂચન, કરવેરા, નાણાકીય સેવાઓ અને સંલગ્ન ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક સેવાઓ પૂરી પાડવા માટે પ્રેક્ટિસ સ્થાપિત કરીને ICAIના સભ્યો માટે તકો વધારવાનો પ્રયત્ન કરાશે.
  • ICAI કતારના સ્થાનિક વ્યાવસાયિકો, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને QFCA સાથે સહકારના માધ્યમથી વિશેષ તાલીમ કાર્યક્રમ દ્વારા તેમના જ્ઞાનને પોષવા અને વિકાસ કરવામાં જોડાશે.
  • ICAI અને QFCA સાથે મળીને ગોળમેજી પરિષદો, નેટવર્કિંગ કાર્યક્રમો વગેરેનું આયોજન કરીને કતારમાં ભારતીય વ્યવસાયો માટે તકોનું અન્વેષણ કરશે. મુદ્દે પારસ્પરિક સમજૂતી પ્રમાણે કામ કરવામાં આવશે.
  • ICAI અને QFCA કોર્પોરેટ ગવર્નન્સ, ટેકનિકલ સંશોધન અને સલાહ, ગુણવત્તા ખાતરી, ફોરેન્સિક એકાઉન્ટિંગ, નાના અને મધ્ય કદની પ્રેક્ટિસ (SMPs)ને લગતા પ્રશ્નો, ઇસ્લામિક ફાઇનાન્સ, કાઉન્ટિંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (CPD) અને પારસ્પરિક હિતોના અન્ય વિષયોના ક્ષેત્રોમાં ઉભી થઇ શકે તેવી તકોમાં પારસ્પરિક સહકાર આપશે.

પૃષ્ઠભૂમિ:

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ભારતીય સસંદના અધિનિયમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અધિનિયમ, 1949 દ્વારા સ્થાપિત એક કાનુની સંસ્થા છે, જેની સ્થાપના ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયમાં નિયમન માટે કરવામાં આવી છે. કતાર ફાઇનાન્સિયલ સેન્ટર સત્તામંડળ (QFCA) એક સ્વતંત્ર કાનુની સંસ્થા છે જેની સ્થાપના 2005ના કાયદા નંબર (7) અંતર્ગત કરવામાં આવી હતી. સંસ્થા QFCના વિકાસ અને કતારમાં આવેલા વિશ્વકક્ષાના નાણાકીય અને વ્યાવસાયિક કેન્દ્ર તરીકે તેનો પ્રચાર કરવા માટે જવાબદાર છે.

 

SD/GP


(Release ID: 1718008) Visitor Counter : 156