વહાણવટા મંત્રાલય

જેએનપીટી અને ન્યૂ મેંગલોર પોર્ટે પ્રાથમિકતાના ધોરણે 120 મેટ્રિક ટન ઓક્સિજનનું સંચાલન કર્યું

प्रविष्टि तिथि: 10 MAY 2021 5:45PM by PIB Ahmedabad

જેએનપીટી અને ન્યૂ મેંગલોર પોર્ટે આજે પ્રાથમિકતાના ધોરણે 120 મેટ્રિક ટન તબીબી ઓક્સિજનનું સંચાલન કર્યું હતું.

ભારતના સૌથી મોટા કન્ટેઇનર પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટે કુલ 80 મેટ્રિક ટન ધરાવતા ક્રાયોજેનિક કન્ટેઇનર્સ ભરેલા ચાર તબીબી ગ્રેડના ઓક્સિજનનું સંચાલન કર્યું હતું. દરેક ક્રાયોજેનિક કન્ટેઇનર પ્રવાહી તબીબી ગ્રેડનો 20 મેટ્રિક ટન ઓક્સિજન ધરાવતા હતા. આ તબીબી ગ્રેડના ઓક્સિજન કન્ટેઇનરને સંયુક્ત આરબ અમીરાતમાં જેબેલ અલીમાં ભરવામાં આવ્યાં હતાં અને આજે ભારત પહોંચ્યા હતા.

ભારતીય નૌકાદળનું જહાજ આઇએનએસ કોલકાતા આજે કુવૈતથી 40 એમટી ઓક્સિજન લઈને ન્યૂ મેંગલોર પોર્ટ પહોંચ્યું હતું. કાર્ગોમાં 5 ટન ઓક્સિજન સીલિન્ડર અને 4 હાઈ ફ્લો ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ પણ સામેલ હતા.

અહીં એ બાબત નોંધી શકાય છે કે, બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ભારતમાં કમારજર પોર્ટ લિમિટેડ સહિત તમામ મુખ્ય બંદરને મુખ્ય પોર્ટ ટ્રસ્ટ્સ દ્વારા લેવામાં આવેલા વેરા (જેમાં જહાજ સંબંધિત ચાર્જ, સ્ટોરેજ ચાર્જ વગેરે સામેલ છે) માફ કરવાની અને ઓક્સિજનનું વહન કરતા જહાજોને ગોદીમાં સર્વોચ્ચ પ્રાથમિકતાની સૂચના આપી છે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1717516) आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Punjabi , Telugu