મંત્રીમંડળ
મંત્રીમંડળે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારી માટે ભારત અને યુકે વચ્ચે સમજૂતી કરારને પાછલી અસરથી મંજૂરી આપી
Posted On:
05 MAY 2021 12:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત પ્રજાસત્તાકના વિદેશ બાબતોના મંત્રાલય અને યુનાઇટેડ કિંગડમના કોમનવેલ્થ અને વિકાસ કચેરી (FCDO) વચ્ચે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારી (GIP) મામલે સમજૂતી કરાર (MoU) પર કરવામાં આવેલા હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપવામાં આવી છે.
ઉદ્દેશો:
આ સમજૂતી કરાર દ્વારા, ભારત અને યુકે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારીનો પ્રારંભ કરવા માટે સંમત થયા છે. GIP તૃતીય દેશો એટલે કે બંને પક્ષો સિવાયના દેશોમાં ભારતને પોતાના આવિષ્કારનો વ્યાપ વધારવામાં સહકાર આપશે અને તે પ્રકારે તેમને નવા બજારોનું અન્વેષણ કરવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. તેનાથી ભારતમાં આવિષ્કારની ઇકોસિસ્ટમમાં પણ પ્રગતિને વેગ મળશે. GIP આવિષ્કારોમાં મુખ્યત્વે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો (SDG) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તે પ્રકારે પ્રાપ્તકર્તા દેશોને તેમના SDGs પ્રાપ્ત કરવામાં સહાયતા આપવામાં આવશે.
સીડ ફંડિંગ, અનુદાન અને રોકાણો તેમજ ટેકનિકલ સહાયની મદદથી, આ ભાગીદારી ભારતીય ઉદ્યોગ સાહસિકોને તેમજ આવિષ્કારકર્તાઓને પરીક્ષણ કરવાની અને વ્યાપ વધારવાની તેમજ તેમના આવિષ્કારી વિકાસના ઉકેલોને પસંદગીના વિકાસશીલ દેશોમાં લઇ જવાની અનુમતિ આપશે.
GIP અંતર્ગત પસંદ કરવામાં આવેલા આવિષ્કારો દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવાની કામગીરીને પ્રવેગિત કરશે અને પિરામિડ ઉકેલોના પાયા માટે લાભકારી રહેશે અને આ પ્રકારે પ્રાપ્તકર્તા દેશોમાં સમાનતા અને સમાવેશિતાને પ્રોત્સાહન આપશે.
GIP સીમાપારના આવિષ્કારોના સ્થાનાંતરણ માટે મુક્ત અને સમાવેશી ઇ-બજાર સ્થળ (E-BAAZAR) પણ વિકસાવશે અને પરિણામ આધારિત પ્રભાવના મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પ્રકારે પારદર્શકતા તેમજ જવાબદેયિતાને પ્રોત્સાહન આપશે.
***********************
SD/GP/JD/PC
(Release ID: 1716110)
Visitor Counter : 269
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam