આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

બેંગલોર મેટ્રો રેઈલ પ્રોજેકટ ફેઝ 2એ અને ફેઝ 2બીને કેબિનેટની મંજૂરી

Posted On: 20 APR 2021 3:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે કુલ 58.19 કિ.મી.ના  બેંગ્લોર મેટ્રો રેઈલ પ્રોજેકટ  ફેઝ 2 A (સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જંકશન થી કે. આર. પૂરમ)  અને ફેઝ 2 B (કે. આર. પૂરમથી એરપોર્ટ વાયા હેબ્બલ જંકશન) ને મંજૂરી આપી છે. આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો  કુલ ખર્ચ રૂ. 14,788.101 કરોડ થશે.

 

આ પ્રોજેકટનુ અમલીકરણ થવાથી  બેંગલોરને જેની ખૂબ આવશ્યકતા છે તેવી વધારાની જાહેર પરિવહનની માળખાકીય  સુવિધા ઉપલબ્ધ થશે.

 

ઉદ્દેશોઃ

સઘન વિકાસ, ખાનગી વાહનોની સંખ્યામાં વધારા  તથા શહેરમાં વ્યાપક બાંધકામને  કારણે પ્રવાસનની માળખાકીય સુવિધાઓ  અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઉપર  દબાણ અનુભવતી બેંગલૂરૂની શહેરી પરિવહન વ્યવસ્થા આ પ્રોજેકટથી  વધુ કાર્યક્ષમ બનશે અને લોકોને સલામત, સુરક્ષિત, ભરોસાપાત્ર અને આરામદાયક જાહેર પરિવહન  વ્યવસ્થા  પ્રાપ્ત થશે.

 

આ મેટ્રો પ્રોજેકટ એ  શહેરી પરિવહનની  પરંપરાગત પધ્ધતિની તુલનામાં એક નવતર  વ્યવસ્થા છે.  આ પ્રોજેકટમાં  અન્ય શહેરી પરિવહન પધ્ધતિની  સાથે   એક કાર્યક્ષમ અને અસરકારક પધ્ધતિથી  સંકલનનો સમાવેશ થાય છે, જે ડિઝાઈનિંગ, ટેકનોલોજી અને સંસ્થાકીય વ્યવસ્થાપનની નવતર પધ્ધતિઓથી શક્ય બનશે. 

 

**********************

SD/GP/JD/PC

 


(Release ID: 1712912) Visitor Counter : 169