સંરક્ષણ મંત્રાલય

પશ્ચિમ નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ આર હરિ કુમારે ગુજરાત નેવલ વિસ્તારની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 27 MAR 2021 10:30PM by PIB Ahmedabad

પશ્ચિમ નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ આર હરી કુમારે 25-27 માર્ચ,2021 દરમિયાન ગુજરાત નેવલ એરિયાની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં તેમનું ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ દ્વારા સ્વાગત કરાયુ હતુ અને ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૃત કરાયું હતું.

 

પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન, એડમિરલે ઓખા ખાતે આવેલા ફોરવર્ડ ઓપરેશન બેઝની મુલાકાત લીધી હતી. અહીં તેમને સુરક્ષા પરિસ્થિતિ અને તૈનાત કરવામાં આવેલા યુનિટ્સની સહાયતા માટે લેવાયેલા પગલાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તેમણે મુખ્યમથક ગુજરાત, દમણ અને દિવના સંરક્ષણ હેઠળ કાર્યરત અધિકારીઓ અને ખલાસીઓ સાથે સંવાદ કર્યો હતો.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1708204) મુલાકાતી સંખ્યા : 236
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी