રેલવે મંત્રાલય

શ્રી પીયૂષ ગોયલે રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની પ્રગતિની સમીક્ષા કરી


ગાંધીનગર અને હબીબગંજ રેલવે સ્ટેશનોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી

ભારતભરમાં રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ રેલ મંત્રાલયનો પ્રાથમિક એજન્ડા છે – શ્રી ગોયલ

123 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ

Posted On: 17 MAR 2021 6:57PM by PIB Ahmedabad

સમગ્ર ભારતમાં રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ ભારત સરકારની ભારતીય રેલનો પ્રાથમિક એજન્ડા છે. સરકાર પીપીપી પરિયોજના અંતર્ગત ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે સમગ્ર તાકાત સાથે એજન્ડા તરફ આગળ વધી રહી છે.

એજન્ડાના ભાગ રૂપે 123 સ્ટેશનોના પુનર્વિકાસ પર કાર્ય ચાલી રહ્યું છે. આમાંથી 63 સ્ટેશનો પર આઈઆરએસડીસી 60 સ્ટેશનો પર એરએલડીએ કાર્ય કરી રહ્યું છે. વર્તમાન અંદાજ મુજબ રિયલ એસ્ટેટ વિકાસની સાથે 123 સ્ટેશનોના પુનર્વિકાસ માટે લગભગ કુલ 50,000 કરોડ રૂપિયાના રોકાણની જરૂરિયાત છે.

કેન્દ્રીય રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલે હબીબગંજ અને ગાંધીનગર રેલવે સ્ટેશનની પ્રગતિની સમીક્ષા કરી હતી. માનનીય મંત્રીશ્રીએ રેલવે સ્ટેશનો પર એરપોર્ટ કક્ષાની સુવિધાઓના પુનર્વિકાસ માટે અને મલ્ટી મોડલ હબ અને શહેરી વિકાસ સાથે વ્યવસાયિક વિકાસ માટેના કામોની પ્રશંસા કરી હતી.

સમીક્ષા દરમિયાન, માનનીય મંત્રીએ સ્ટેશનના વિકાસ / પુનર્વિકાસના ભાવિ પ્રોજેક્ટ્સ માટે પણ તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા. તેમણે સલાહ આપી કે ભારતીય રેલવેના સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનોના પુનર્વિકાસ દરમિયાન જે પાઠ શીખ્યા છે તે ભવિષ્યના પ્રોજેક્ટની ડિઝાઇન / બાંધકામ દરમિયાન ધ્યાનમાં લેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, સ્ટેશન સુંદર દેખાવાની સાથે, આપણે વધુ સારી સામગ્રીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

હબીબગંજ રેલવે સ્ટેશન ભારતીય રેલવેનું એક સ્ટેશન છે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડ હેઠળ પુનર્વિકાસ કરવામાં આવી રહ્યું છે. આઈઆરએસડીસી દ્વારા સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. પુનર્વિકાસ સ્ટેશન પર 'આગમન અને પ્રસ્થાનના આધારે મુસાફરોને અલગ પાડવાની સુવિધા' હશે, જેનાથી પ્લેટફોર્મ અને કોનકોર્સ પર ભીડ-મુક્ત વ્યવસ્થા સર્જાશે. સ્ટેશનના પ્લેટફોર્મ, કોનકોર્સ, લૉન્જ, બેડરૂમ અને રીટાયરિંગ રૂમમાં યોગ્ય બેઠક વ્યવસ્થા અને દિવ્યાંગ અનુકૂળ સુવિધા જેવી કે લિફ્ટ, એસ્કેલેટર અને ટ્રાવેલલેટર્સ જેવી સુવિધાઓ હશે. સ્ટેશનમાં નવી સુરક્ષા અને માહિતી સુવિધાઓ (ફાયર સેફ્ટી, સીસીટીવી, પીએ સિસ્ટમ્સ, સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન (એસસીએડીએ), એક્સેસ કંટ્રોલ, સ્કેનીંગ મશીનો, આધુનિક સાઈનેજ અને માહિતી પ્રદર્શનો) હશે. સ્ટેશનને સૌર ઊર્જા, ઊર્જા કાર્યક્ષમતાના ઉપકરણો, ફરીથી ઉપયોગ માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સાથે લીડ (એલઈઈડી) 'ગ્રીન બિલ્ડિંગ' ધોરણો મુજબ વિકસાવવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન ગાંધીનગર રેલવે અને અર્બન ડેવલપમેન્ટ (ગરુડ) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અને આઈઆરએસડીસી દ્વારા અનુક્રમે 74:26ના ગુણોત્તરમાં ઇક્વિટી ફાળા સાથે સ્થાપિત એસપીવી છે. ભારતમાં તે પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં જીવંત રેલવે ટ્રેક પર 5 સ્ટાર હોટલ બિલ્ડિંગ હશે. રેલવે સ્ટેશન પર 105 મીટર પ્લેટફોર્મ છત સ્તંભમુક્ત હશે, જે ભારતીય રેલવેમાં સૌથી મોટી હશે. રેલવે સ્ટેશનને વધુ સારી યાત્રાના અનુભવ માટે તમામ આધુનિક સુવિધાઓથી ફરીથી વિકસાવવામાં આવી રહ્યું છે.

હાલમાં, નાગપુર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મહારાષ્ટ્રના અજની સ્ટેશન, મધ્યપ્રદેશમાં હબીબગંજ અને ગ્વાલિયર સ્ટેશન, ગુજરાતના ગાંધીનગર અને સાબરમતી સ્ટેશન, ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોમતીનગર સ્ટેશન, સફદરજંગ અને નવી દિલ્હી, આંધ્રપ્રદેશના તિરૂપતિ અને નેલ્લોર સ્ટેશન, ઉત્તરાખંડમાં દેહરાદૂન, પંજાબના અમૃતસર, કેરળના અર્નાકુલમ અને કેન્દ્રશાસિત પુડુચેરીમાં પુડુચેરી રેલવે સ્ટેશનના પુનર્વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે.

 

SD/GP/JD


(Release ID: 1705826) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Hindi , Punjabi