ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી દિશાનિર્દેશો અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો 2021 સૂચિત કર્યા


સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં વ્યવસાય કરવા માટે આવકાર પરંતુ તેમણે ભારતના બંધારણ અને કાયદાનું પાલન કરવું જરૂરી છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ચોક્કસપણે પ્રશ્નો પૂછવા અને ટીકા કરવા માટે થઇ શકે છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત કર્યા છે પરંતુ તેમણે તેના દૂરુપયોગ અને ખોટા ઉપયોગ સામે જવાબદારી લેવી પણ જરૂરી છે

નવા નિયમો સોશિયલ મીડિયાના સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત બનાવે છે, તેમની ફરિયાદના નિવારણ અને સમયસર નિરાકરણ માટેના વ્યવસ્થાતંત્રને સાકાર કરે છે

ડિજિટલ મીડિયા અને OTT અંગેના નિયમોમાં ઇન હાઉસ અને સ્વ-નિયમનના વ્યવસ્થાતંત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના દ્વારા પત્રકારત્વ અને સર્જનાત્મક સ્વતંત્રતાને બહાલી આપતી વખતે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર પૂરું પાડવામાં આવ્યું છે

પ્રસ્તાવિક માળખુ પ્રગતિશીલ, ઉદાર અને સમકાલિન છે

તેમાં સર્જનાત્મકતા અને વાણી તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાને ડામવા વિશેની ખોટી અવધારણાઓ દૂર કરતી વખતે લોકોની વિવિધ ચિંતાઓનો ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી છે

થિયેટર અને ટેલિવિઝનની સરખામણીએ ઇન્ટરનેટ પર નિહાળનારા પ્રેક્ષકો વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવી છે

Posted On: 25 FEB 2021 2:44PM by PIB Ahmedabad

ડિજિટલ મીડિયામાં પારદર્શકતા, જવાબદારી અને વપરાશકર્તાઓ સંબંધિત અધિકારોના અભાવને લગતી ચિંતાઓમાં થઇ રહેલી વૃદ્ધિના માહોલમાં અને જાહેર જનતા તેમજ હિતધારકો સાથે કરવામાં આવેલા સઘન પરામર્શ બાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000ની ધારા 87 (2) અંતર્ગત અને અગાઉના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી દિશાનિર્દેશો) નિયમો 2011થી ઉપરવટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી દિશાનિર્દેશો અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો 2021નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

નિયમોને અંતિમરૂપ આપતી વખતે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય બંને દ્વારા સઘન પરામર્શની કવાયત હાથ ધરવામાં આવી હતી જેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ વગેરે માટે સૌહાર્દપૂર્ણ, સૌમ્ય ધ્યાનસૂચક વ્યવસ્થાતંત્ર પૂરું પાડી શકાય.

નિયમોના ભાગ-IIનું સંચાલન ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા જ્યારે નૈતિકતા સંહિતા અને ડિજિટલ  મીડિયાના સંબંધમાં પ્રક્રિયાઓ અને સલામતી સંબંધિત ભાગ-IIIનું સંચાલન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ:

ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમે હવે એક ચળવળનું રૂપ લઇ લીધું છે જે સામાન્ય ભારતીયોને ટેકનોલોજીની તાકાતથી સશક્ત બનાવે છે. મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ વગેરેના અત્યંત વ્યાપક પ્રસારના કારણે સંખ્યાબંધ સોશિયલ મીડિયાને ભારતમાં પગદંડો જમાવવા માટે સક્ષમ બનાવ્યા છે. સામાન્ય લોકો ખૂબ નોંધનીય રીતે પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે સમર્થ બન્યા છે. કેટલાક પોર્ટલ્સ કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંબંધિત વિશ્લેષણો પ્રકાશિત કરે છે અને જેઓ વિવાદિત નથી, તેમણે કરેલી જાણ અનુસાર ભારતમાં મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તા આધારના આંકડાઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  • વોટ્સઅપ વપરાશકર્તાઓ: 53 કરોડ
  • યુટ્યૂબ વપરાશકર્તાઓ: 44.8 કરોડ
  • ફેસબુક વપરાશકર્તાઓ: 41 કરોડ
  • ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ: 21 કરોડ
  • ટ્વીટર વપરાશકર્તાઓ: 1.75 કરોડ

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સામાન્ય ભારતીયોને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે, પ્રશ્નો પૂછવા માટે અને માહિતગાર રહેવા માટે તેમજ તેમના અભિપ્રાયોનું મુક્ત રીતે આદાનપ્રદાન કરવા માટે સમર્થ બનાવ્યા છે જેમાં સરકાર અને તેમની કામગીરી અંગે ટીકા-ટિપ્પણીઓ જેવી બાબતો પણ સમાવિષ્ટ છે. સરકાર દરેક ભારતીયોના ટીકા કરવાના અને અસંમતિ દર્શાવવાના તેમના અધિકારને લોકશાહીના આવશ્યક ઘટક તરીકે આદર આપે છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટો ખુલ્લો ઇન્ટરનેટ સમાજ ધરાવે છે અને સરકાર સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં પરિચાલન કરવા માટે આવકારે છે, તેમને વ્યવસાય કરવા માટે અને નફો રળવા માટે આવકારે છે. જોકે, તેમણે ભારતના બંધારણ અને કાયદાઓનું જવાબદારીપૂર્ણ પાલન કરવું આવશ્યક છે.

સોશિયલ મીડિયાનો ફેલાવો એક તરફ નાગરિકોને સશક્ત બનાવે છે તો સામે પક્ષે તેના કારણે કેટલીક ગંભીર ચિંતાઓ, પરિણામો પણ ઉભા થાય છે જેમાં તાજેતરમાં કેટલાક વર્ષોમાં અનેકગણો વધારો થયો છે. સંસદ અને તેની સમિતિઓ, ન્યાયિક આદેશો તેમજ દેશના જુદા જુદા ભાગોમાં નાગરિક સમાજની ચર્ચા-વિચારણા સહિતના વિવિધ મંચોમાં ચિંતાઓનો અવાજ સમયે-સમયે ઉઠાવવામાં આવ્યો છે. આવી ચિંતાઓ આખી દુનિયામાં પણ ઉભી થઇ છે અને એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

છેલ્લા કેટલાક સમયમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કેટલીક ખૂબ વિક્ષેપ કરનારી નવી બાબતો જોવા મળી છે. નકલી સમાચારોનો સતત ફેલાવો સંખ્યાબંધ મીડિયા પ્લેટફોર્મ્સને તથ્ય-તપાસ પદ્ધતિઓ બનાવવા માટે મજબૂર કરે છે. મહિલાઓની મોર્ફિંગ કરેલી છબીઓ અને બદલો લેવાની ભાવનાથી પોર્નથી સંબંધિત સામગ્રી શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સતત દુરુપયોગ, સ્ત્રીઓના આત્મસન્માન સામે જોખમો ઉભા કરી રહ્યું છે. કોર્પોરેટ હરીફો સામે અત્યંત અનૈતિક રીતે અપપ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યવસાયો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય બની ગયો છે. ખરાબ ભાષાનો ઉપયોગ, બદનક્ષી અને અશ્લીલ સામગ્રી તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે તેનો અનાદર કરતી સામગ્રીનો પ્રસાર આવા પ્લેટફોર્મના માધ્યમથી વધી રહ્યો હોવાના ઘણા ઉદાહરણો છે.

ર્તમાન સમયમાં ગુનેગારો, રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા સોશિયલ મીડિયાના વધી રહેલા દુરુપયોગના ઉદાહરણો હવે કાયદાનો અમલીકરણ કરતી એજન્સીઓ માટે નવા પડકારો ઉભા કરી રહ્યાં છે. આમાં આતંકવાદીઓની ભરતી માટે પ્રેરણા, અશ્લીલ સામગ્રીનું પરિભ્રમણ, અશાંતિનો ફેલાવો, નાણાકીય છેતરપિંડી, હિંસાની ઉશ્કેરણી, જાહેર વ્યવસ્થામાં ખલેલ વગેરેનો સમાવેશ થાય છે.

એવું જાણવા મળ્યું છે કે, હાલમાં એવું કોઈ મજબૂત ફરિયાદ વ્યવસ્થાતંત્ર નથી જેમાં સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મના સામાન્ય વપરાશકર્તાઓ પોતાની ફરિયાદ દાખલ શકે અને નિર્ધારિત સમયરેખામાં તેનું નિવારણ મેળવી શકે. પારદર્શિતાના અભાવ અને મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્રની ગેરહાજરીના કારણે વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લહેર અને કલ્પનાઓ પર સંપૂર્ણપણે આધાર રાખે છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે, કોઈ વપરાશકર્તા કે જેમણે સોશિયલ મીડિયા પ્રોફાઇલ વિકસાવવામાં પોતાનો સમય, શક્તિ અને નાણાં ખર્ચ્યા છે તેમને પ્લેટફોર્મ દ્વારા પ્રોફાઇલ પ્રતિબંધિત કરવાની અથવા દૂર કરવાની સ્થિતિમાં તેમને સાંભળવાની કોઇપણ તક આપવામાં નથી આવતી અને કોઇ ઉપાય કરવામાં આવતો નથી.

સોશિયલ મીડિયા અને અન્ય મધ્યસ્થીઓની ઉત્ક્રાંતિ:

  • જો આપણે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની ઉત્ક્રાંતિને ધ્યાનમાં લઇએ તો, તે હવે શુદ્ધ મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા સુધી મર્યાદિત નથી અને ઘણીવાર તેઓ એક પ્રકાશક બની જાય છે. નિયમો ઉમદા સ્વ-નિયમનકારી માળખા સાથેના ઉદાર સ્પર્શનું એક સંમિશ્રણ છે. તે દેશના પ્રવર્તમાન કાયદાઓ અને નિયમો પર કામ કરે છે જે સામગ્રી ઑનલાઇન અથવા ઑફલાઇન હોવા પર લાગુ છે. સમાચાર અને સાંપ્રત બાબતોના સંદર્ભમાં પ્રકાશકો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના આચાર અને  કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ કે જે પહેલાંથી પ્રિન્ટ અને ટીવી માટે લાગુ થવા પાત્ર છે તેની કાર્યક્રમ સંહિતાનું પાલન કરે. આથી, માત્ર, સૌના માટે સમકક્ષ સ્થિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નવા દિશાનિર્દેશો માટે તર્કસંગતતા અને ન્યાયીકરણ:

નિયમો ડિજિટલ પ્લેટફોર્મના સામાન્ય વપરાશકારોને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવા અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં જવાબદારીપૂર્ણ આદેશ આપવા માટે તેમનું નોંધપાત્ર પ્રમાણમાં સશક્તિકરણ કરે છે. દિશામાં, નીચે ઉલ્લેખ કરેલી નવી બાબતો નોંધપાત્ર છે:

  • સર્વોચ્ચ અદાલતે સુઓ-મોટો રીટ પિટિશન (પ્રજ્જવલા કેસ)માં 11/12/2018ના રોજના આદેશમાં અવલોકન કર્યું હતું કે, ભારત સરકાર સામગ્રીનું હોસ્ટિંગ કરતા પ્લેટફોર્મ્સ અને અન્ય એપ્લિકેશનોમાં બાળ પોર્નોગ્રાફી, બળાત્કાર અને સામુહિક બળાત્કારની તસવીરો, વીડિયો અને સાઇટ્સની નાબૂદી માટે જરૂરી માળખું ઘડી શકે છે.
  • સર્વોચ્ચ અદાલતે 24/09/2019ના રોજ આપેલા આદેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નવા નિયમો અધિસૂચિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના સંદર્ભમાં સમયાવધિ જણાવવા માટેના નિર્દેશો આપ્યા હતા.
  • સોશિયલ મીડિયાના રુપયોગ અને ખોટા સમાચારોના ફેલાવા અંગે રાજ્યસભામાં વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને મંત્રીએ 26/07/2018ના રોજ બાબતે ગૃહને જાણ કરી હતી કે, સરકાર કાયદા હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જવાબદાર બનાવવા માટે કાયદાકીય માળખું વધુ મજબૂત કરવા માટે સંકલ્પબદ્ધ છે. સુધારાત્મક પગલાં લેવા માટે સાંસદો દ્વારા વારંવારમાં માંગણી કરવામાં આવતી હોવાથી તેમણે બાબતે જાણ કરી હતી.
  • રાજ્યસભાની હંગામી સમિતિએ સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફીના ચેતવણીજનક મુદ્દા અને બાળકો તેમજ સમાજ પર તેની ગંભીર અસરો સંબંધે અભ્યાસ કર્યા બાદ 03/02/2020ના રોજ તેમનો અહેવાલ રજૂ કર્યો હતો અને આવી સામગ્રીઓના સૌપ્રથમ ઉદ્ગમકર્તાની ઓળખને સક્ષમ કરવાની ભલામણ કરી હતી.

પરામર્શો:

  • ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) દ્વારા 24/12/2018ના રોજ નિયમોનો મુસદ્દો તૈયાર કરીને જાહેર જનતાને સંબંધે ટિપ્પણીઓ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. MEITYને વ્યક્તિગત લોકો, નાગરિક સમાજો, દ્યોગિક સંગઠનો અને સંસ્થાઓ પાસેથી 171 ટિપ્પણીઓ પ્રાપ્ત થઇ હતી. ટિપ્પણીઓ પર અન્ય 80 વળતી ટિપ્પણીઓ પણ પ્રાપ્ત થઇ હતી. ટિપ્પણીઓ પર વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આંતર-મંત્રાલય બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તદઅનુસાર, નિયમોને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

 

મુખ્ય વિશેષતાઓ

સોશિયલ મીડિયા સંબંધિત માર્ગદર્શિકાઓનું સંચાલન ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા કરવામાં આવશે:

  • મધ્યસ્થીઓને અનુસરવા માટેની યોગ્ય કર્તવ્ય પરાયણતાઓ: નિયમો યોગ્ય કર્તવ્ય પરાયણતાઓ સૂચવે છે જેનું પાલન સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સહિત તમામ મધ્યસ્થીઓ દ્વારા થવું આવશ્યક છે. જો મધ્યસ્થી દ્વારા યોગ્ય રીતે કર્તવ્ય પરાયણતાઓનું પાલન કરવામાં આવે તો, સલામત હાર્બરની જોગવાઈઓ તેમના પર લાગુ થશે નહીં.
  • ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર: નિયમો અંતર્ગત સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સહિત તમામ મધ્યસ્થીઓને વપરાશકર્તાઓ અથવા પીડિયો પાસેથી પ્રાપ્ત થતી ફરિયાદોના ઉકેલ માટે યોગ્ય ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરવાનો આદેશ આપીને વપરાશકર્તાઓને વધુ સશક્ત બનાવવામાં આવ્યા છે. મધ્યસ્થીઓ આવી ફરિયાદોનો સામનો કરવા માટે એક ફરિયાદ અધિકારીની નિયુક્તિ કરશે અને આવા અધિકારીના નામ તેમજ સંપર્કની વિગતો શેર કરશે. ફરિયાદ અધિકારી તેમને ફરિયાદ પ્રાપ્ત થયાના ચોવ કલાકમાં ફરિયાદ મળી હોવાનું સ્વીકારશે અને તે પ્રાપ્ત થયાના પંદર દિવસમાં તેનો ઉકેલ લાવશે.
  • ખાસ કરીને મહિલા વપરાશકર્તાઓ સહિત તમામ વપરાશકર્તાઓની ઑનલાઇન સલામતી અને ગરિમા સુનિશ્ચિત કરવી: કોઇપણ વ્યક્તિના ખાનગી ભાગોને જાહેર કરતી સામગ્રી, આવી વ્યક્તિઓની સંપૂર્ણ અથવા આંશિક નગ્નતા બતાવતી સામગ્રી અથવા જાતિય ચેષ્ટા અથવા મોર્ફિંગ કરેલી તસવીરો વગેરે સહિત નકલ કરવાનો પ્રકાર દર્શાવતી સામગ્રી અંગે મળેલી ફરિયાદોના 24 કલાકમાં મધ્યસ્થી તેને દૂર કરશે અથવા લોકોની પહોંચથી દૂર કરશે. આવી ફરિયાદો કોઇપણ વ્યક્તિ અથવા તેમના/તેણીના વતી અન્ય કોઇ વ્યક્તિ દ્વારા દાખલ થઇ શકે છે.
  • સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની બે શ્રેણી: નવાચારને પ્રોત્સાહન આપવા માટે અને નાના પ્લેટફોર્મ્સને નોંધપાત્ર પાલનની આવશ્યકતાને આધીન કર્યા વિના નવા સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની વૃદ્ધિને સક્ષમ કરવા માટે, નિયમોમાં સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ વચ્ચે તફાવત કરવામાં આવ્યો છે. તફાવત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વપરાશકર્તાઓની સંખ્યા પર આધારિત છે. સરકારને વપરાશકર્તા આધારની મર્યાદા સૂચિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ વચ્ચેનો તફાવત આપશે. નિયમોમાં ચોક્કસ વધારાની યોગ્ય કર્તવ્ય પરાયણતાઓનું પાલન કરવા માટે મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની જરૂર છે.
  • નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને અનુસરવા માટે વધારાની કર્તવ્ય પરાયણતાઓ:
    • મુખ્ય ફરિયાદ અધિકારીની નિયુક્તિ જેઓ અધિનિયમ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે. વ્યક્તિ ભારતની રહેવાસી હોવી જોઇએ.
    • કાયદાની અમલીકરણ એજન્સીઓ સાથે 24X7 ધોરણે સંપર્ક સ્થાપિત કરવા માટે નોડલ સંપર્ક વ્યક્તિની નિયુક્તિ. વ્યક્તિ ભારતની રહેવાસી હોવી જોઇએ.
    • નિવાસી ફરિયાદ અધિકારીની નિયુક્તિ જે ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર અંતર્ગત ઉલ્લેખ કરવામાં આવેલા કાર્યો કરવા માટે જવાબદાર રહેશે. વ્યક્તિ ભારતની રહેવાસી હોવી જોઇએ.
    • માસિક અનુપાલન અહેવાલ પ્રકાશિત કરવો જેમાં પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ફરિયાદોના સંદર્ભમાં લેવામાં આવેલા પગલાંની વિગતો તેમજ નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થી દ્વારા સક્રિયપણે દૂર કરવામાં આવેલી સામગ્રીઓની વિગતોનો ઉલ્લેખ કરેલો હોવો જોઇએ.
    • પ્રાથમિકરૂપે સંદેશાની પ્રકૃતિ ધરાવતી સામગ્રી પૂરી પાડતા નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ માહિતીના પ્રથમ ઉદ્ગમકર્તાની ઓળખ માટે સક્ષમ રહેશે જે માહિતી માત્ર સાર્વભૌમત્વ અને ભારતની અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાષ્ટ્રો સાથે મૈત્રી સંબંધો અથવા જાહેર વ્યવસ્થા અથવા ઉપર ઉલ્લેખ કરવામાં આવેલા ગુનાની ઉશ્કેરણી અથવા બળાત્કાર, જાતીય શોષણની સામગ્રી અથવા બાળ જાતીય અશ્લિલ સામગ્રી કે જે ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા સાથે સજા પાત્ર હોય તેવા સંબંધિત ગુનાઓના નિવારણ, ચકાસણી, તપાસ, કાર્યવાહી અને સજા માટે જરૂરી હોય. પ્રથમ ઉદ્ગમકર્તાને મધ્યસ્થીએ કોઈપણ સંદેશની સામગ્રી અથવા કોઈ અન્ય માહિતી જાહેર કરવાની જરૂર રહેશે નહીં.
    • નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થી પાસે તેમની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન અથવા બંને પર પ્રકાશિત ભારતમાં પ્રત્યક્ષ સંપર્ક સરનામું હોવું જોઈએ.
    • સ્વૈચ્છિક વપરાશકર્તા ચકાસણી વ્યવસ્થાતંત્ર: જે વપરાશકર્તાઓ પોતાના એકાઉન્ટની સ્વૈચ્છિક રૂપે ચકાસણી કરવા માંગતા હોય તેઓને તેમના એકાઉન્ટ્સ ચકાસવા માટે એક યોગ્ય પદ્ધતિ પ્રદાન કરવામાં આવશે અને ચકાસણીના નિદર્શન યોગ્ય અને દૃશ્યમાન ચિહ્નો આપવામાં આવશે.
    • વપરાશકર્તાઓને સાંભળવાની તક આપવી: જો નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થી તેમના પોતાના રેકોર્ડમાંથી કોઇપણ માહિતી દૂર કરે અથવા તેનો ઍક્સેસ બંધ કરે તો તેવા કિસ્સામાં, માટેની આગોતરી માહિતી જે વપરાશકર્તાએ તે માહિતી શેર કરી હોય તેમને આપવાની રહેશે અને તેમાં પગલાં લેવા માટેનો આધાર અને તેના કારણોનું વર્ણન આપતી નોટિસ આપવાની રહેશે. વપરાશકર્તાઓને મધ્યસ્થી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે વાંધો ઉઠાવવા માટે પૂરતી અને વાજબી તક પ્રદાન કરવી આવશ્યક છે.
  • ગેરકાયદે માહિતી દૂર કરવી: મધ્યસ્થીને જો અદાલતના આદેશ અથવા યોગ્ય સરકાર અથવા તેની એજન્સીઓ તરફથી તેમના અધિકૃત અધિકારીઓ દ્વારા વાસ્તવમાં જાણ થવાની સ્થિતિમાં તેઓ એવી કોઇપણ માહિતી હોસ્ટ અથવા પ્રકાશિત નહીં કરે જે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, જાહેર વ્યવસ્થા, વિદેશી રાષ્ટ્રો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વગેરેના હિતમાં કાયદાના સંદર્ભમાં પ્રતિબંધિત હોય.
  • નિયમોને રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવે તારીખથી લાગુ થવા પાત્ર રહેશે જેમાં નોંધપાત્ર સોશિયલ મીડિયા માટે વધારાના કર્તવ્ય પરાયણતાઓ અનુપાલન બાકાત રહેશે જે નિયમો પ્રકાશિત કર્યા તારીખથી ત્રણ મહિના પછી અમલમાં આવશે.

ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ્સ સંબંધિત ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા કે જેનું સંચાલન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે:

ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ બંને પર ડિજિટલ સામગ્રીઓ સંબંધિત સમસ્યાઓ અંગે ખૂબ વ્યાપક પ્રમાણમાં ચિંતાઓ ફેલાયેલી છે. નાગરિક સમાજો, ફિલ્મ નિર્માતાઓ, મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ, વ્યાપાર સંગઠનો અને સંસ્થાઓએ ચિંતાઓ સંબંધે તેમનો અવાજ ઉઠાવ્યો છે અને યોગ્ય સંસ્થાકીય વ્યવસ્થાતંત્રની ખૂબ જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. સરકારને નાગરિક સમાજો અને માતાપિતાઓ પાસેથી પણ હસ્તક્ષેપ કરવા અંગે વિનંતીઓ કરતી ફરિયાદો પ્રાપ્ત થઇ છે. સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં સંખ્યાબંધ અદાલતી કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં અદાલતોએ સરકારને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે.

ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત બાબતોની વાત છે તેથી, સભાનતાપૂર્વક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ડિજિટલ મીડિયા અને OTT તેમજ ઇન્ટરનેટ પર અન્ય સર્જનાત્મક કાર્યક્રમોનું સંચાલન માહિતી અને પ્રસારણ મંત્રલાય દ્વારા કરવામાં આવશે પરંતુ એકંદરે આર્કિટેક્ચર ડિજિટલ પ્લેટફોર્મ્સનું સંચાલન કરતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ અંતર્ગત રહેશે.

પરામર્શો:

માહિતી અને પ્રસારણ મંત્રાલયે દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં દોઢ વર્ષ કરતાં વધારે સમય સુધી પરામર્શોનું આયોજન કર્યું છે જેમાં OTT ખેલાડીઓને "સ્વ-નિયમનકારી વ્યવસ્થાતંત્રવિકાસવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારે સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, EU અને UK સહિત અન્ય દેશોના મોડલનો પણ અભ્યાસ કર્યો છે અને એકત્રિત કર્યું છે કે, તેમાંથી મોટાભાગના પાસે ડિજિટલ સામગ્રીના નિયમન માટે સંસ્થાગત વ્યવસ્થાતંત્ર છે અથવા તેઓ આવું વ્યવસ્થાતંત્ર ઉભું કરવાની પ્રક્રિયામાં છે.

નિયમો નવા પ્રકાશકો અને OTT પ્લેટફોર્મ્સ અને ડિજિટલ મીડિયા માટે સૌમ્ય સ્વ-નિયમનકારી આર્કિટેક્ચર અને નૈતિકતા સંહિતા અને ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરે છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમની કલમ 87 અંતર્ગત અધિસૂચિત નિયમો, માહિતી અને પ્રસારણ મંત્રાલયને નિયમોના ભાગ-IIIનું સંચાલન કરવાનો અધિકાર આપે છે જેનું સૂચન નીચે પ્રમાણે છે:

  • ઑનલાઇન સમાચાર, OTT પ્લેટફોર્મ્સ અને ડિજિટલ મીડિયા માટે નૈતિકતા સંહિતા: નૈતિકતા સંહિતા  OTT પ્લેટફોર્મ્સ અને ઑનલાઇન સમાચારો અને ડિજિટલ મીડિયા સંસ્થાઓએ પાલન કરવાની જરૂર હોય તેવી માર્ગદર્શિકા સૂચિત કરે છે.
  • સામગ્રીનું સ્વ-વર્ગીકરણ: નિયમોમાં જેને પ્રકાશકોની ઑનલાઇન ક્યૂરેટેડ સામગ્રી તરીકે કહેવામાં આવ્યા છે તેવા OTT પ્લેટફોર્મ્સ, સામગ્રીનું સ્વ-વર્ગીકરણ ઉંમર આધારિત પાંચ શ્રેણીમાં કરશે જેમાં - U (સાર્વત્રિક), U/A 7+, U/A 13+, U/A 16+, અને A (પુખ્ત) શ્રેણી રહેશે. પ્લેટફોર્મ્સે U/A 13+ અથવા ઉચ્ચ તરીકે વર્ગીકૃત કરેલી સામગ્રી માટે માતાપિતા દ્વારા લૉકનો અમલ કરવાની જરૂર રહેશે અને "A” તરીકે વર્ગીકૃત સામગ્રી માટે ભરોસાપાત્ર ઉંમર ચકાસણી વ્યવસ્થાતંત્ર તૈયાર કરવાનું રહેશે. ઑનલાઇન ક્યૂરેટેડ સામગ્રીના પ્રકાશકે અગ્રતા સાથે દરેક ચોક્કસ સામગ્રી અથવા કાર્યક્રમ માટે વર્ગીકરણ રેટિંગનું પ્રદર્શન કરવાનું રહેશે અને સાથે વપરાશકર્તાને સામગ્રીની પ્રકૃતિની માહિતી આપતું વર્ણન અને દરેક કાર્યક્રમની શરૂઆતમાં પ્રેક્ષક વર્ણન (જો લાગુ પડે તો)ની સલાહ આપતી માહિતી પ્રદર્શિત કરવાની રહેશે જે વપરાશકર્તાને જે-તે કાર્યક્રમ જુએ તે પહેલાં તેના વિશે માહિતીપૂર્ણ નિર્ણય લેવા માટે સમર્થ બનાવે.
  • ડિજિટલ મીડિયા પર સમાચારના પ્રકાશકોએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પત્રકારત્વ આચરણના ધોરણો અને કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમન કાયદા હેઠળ કાર્યક્રમ સંહિતાનું અવલોકન કરવાનું રહેશે અને તે પ્રમાણે ઑનલાઇન (પ્રિન્ટ, ટીવી) અને ડિજિટલ મીડિયા વચ્ચે સમાનતા પૂરી પાડવામાં આવશે.
  • નિયમો હેઠળ ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે અને સાથે અલગ અલગ સ્તરના સ્વ-નિયમનો લાગુ કરવામાં આવ્યા છે.
    • સ્તર-I: પ્રકાશકો દ્વારા સ્વ-નિયમન;
    • સ્તર-II: પ્રકાશકોના સ્વ-નિયમનકારી સંગઠનો દ્વારા સ્વ-નિયમન;
    • સ્તર-III: નિરીક્ષણ વ્યવસ્થાતંત્ર.
  • પ્રકાશકો દ્વારા સ્વ-નિયમન: પ્રકાશક ભારતમાં રહેતા એક ફરિયાદ નિવારણ અધિકારીની નિયુક્તિ કરશે જે તેમને પ્રાપ્ત થયેલી ફરિયાદોના નિવારણ માટે જવાબદાર રહેશે. અધિકારીને પ્રાપ્ત થયેલી દરેક ફરિયાદો અંગેનો નિર્ણય 15 દિવસની અંદર તેઓ લેશે.
  • સ્વ-નિયમનકારી સંગઠન: પ્રકાશકોના એક અથવા વધુ સ્વ-નિયમનકારી સંગઠન હોઈ શકે છે. સર્વોચ્ચ અદાલત અથવા ઉચ્ચ અદાલતના સેવાનિવૃત્ત ન્યાયાધીશ અથવા સ્વતંત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિના નેતૃત્ત્વમાં આવા સંગઠનની અધ્યક્ષતા સંભાળવામાં આવશે અને તેમાં છથી વધુ સભ્યો નહીં હોય. આવી સંસ્થાએ માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે નોંધણી કરાવવાની રહેશે. સંસ્થા પ્રકાશક દ્વારા નૈતિકતા સંહિતાનું પાલન કરવામાં આવે તેનું નિરીક્ષણ કરશે અને પ્રકાશકો દ્વારા જે ફરિયાદોનો ઉકેલ 15 દિવસમાં કરવામાં આવ્યો હોય તેવા નિવારણો કરશે.
  • નિરીક્ષણ વ્યવસ્થાતંત્ર: માહિતી અને પ્રસારણ મંત્રાલય એક નિરીક્ષણ પદ્ધતિ તૈયાર કરશે. તે આચારસંહિતા સહિત સ્વ-નિયમનકારી સંગઠનો માટેના અધિકારપત્રને પ્રકાશિત કરશે. તે ફરિયાદોની સુનાવણી માટે આંતર વિભાગીય સમિતિની સ્થાપના કરશે.

SD/GP/JD

*********

 



(Release ID: 1700913) Visitor Counter : 899