ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કોલકાતામાં ભારત સેવા આશ્રમ સંઘમાં પ્રણવાનંદજીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ગુરુજનોના આશીર્વાદ લીધા
યુગાચાર્ય પ્રણવાનંદજીએ જ્યારે દેશને સૌથી વધુ જરૂર હતી, ત્યારે સ્વધર્મ અને સ્વરાજ્યના વિચારને બુલંદ કર્યો હતો
પ્રણવાનંદ ભારત સેવાશ્રમ સંઘે યુવાનોમાં દેશભક્તિ, ધાર્મિક ચેતના, આત્મબળ, સેવા, સમર્પણ અને ત્યાગના ગુણો વિકસાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવ્યું છે, 105 વર્ષ પૂર્વે વાવેલું બીજ અત્યારે વટવૃક્ષ બની ગયું છે
કપિલ મુનિનું મંદિર સદીઓથી અધ્યાત્મ અને પ્રકૃતિના સંરક્ષણનું પ્રતીક બની ગયું છે
દરેક તીર્થ વારંવાર, પણ ગંગાસાગરના દર્શન એક વાર – આ રીતે આપણા પૂર્વજોએ આ તીર્થનું મહિમામંડન કર્યું છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગંગોત્રીથી ગંગાસાગર સુધી ગંગાના શુદ્ધિકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે
ગંગા મૈયાને શુદ્ધ કરવા, પ્રદૂષણથી મુક્ત કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને તમામ બાળકોને વાત્સલ્ય સાથે ગંગા મૈયાના નિર્મળ જળના આશીર્વાદ મળી શકે એવી ગંગાનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે
Posted On:
18 FEB 2021 7:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કોલકાતામાં ભારત સેવા આશ્રમ સંઘમાં પ્રણવાનંદજીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ગુરુજનોના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અમિત શાહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આચાર્ય રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં યુગાચાર્ય પ્રણવાનંદજીએ જે સ્થાન પર લાંબો સમય પસાર કર્યો હતો, એ સ્થાન પર આવવાનું મને સૌભાગ્ય મળ્યું એ મારા માટે બહુ મોટા સૌભાગ્યની વાત છે. યુગાચાર્ય પ્રણાવનંદજીએ દેશને સૌથી વધુ જરૂર હતી એ સમયે સ્વધર્મ અને સ્વરાજ્યની કલ્પનાના વિચારનો બુલંદ કર્યો હતો. શ્રી શાહે કહ્યું હતું કે, જ્યારે દેશનું વિભાજન થયું હતું, ત્યારે પણ આ ભાગ ભારત સાથે જોડાયેલો રહે એ માટે તે સમયે પ્રણાવનંદજીએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પ્રેરિત કર્યા હતા. પ્રણવાનંદ ભારત સેવાશ્રમ સંઘ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, ધાર્મિક ચેતના, આત્મબળ, સેવા, સમર્પણ અને ત્યાગના ગુણો વિકસાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવે છે અને 105 વર્ષ અગાઉ જે બીજનું વાવેતર થયું હતું એ અત્યારે વટવૃક્ષ બની ગયું છે. અહીંના સેવકો ધર્મ અને જાતિથી પર થઈને સેવા કરી છે.
ભારત સેવા આશ્રમ સંઘ, કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
શ્રી અમિત શાહે ગંગાસાગર તીર્થના દર્શન કરી રહ્યું હતું કે, અહીં આવીને અભિભૂત થઈ ગયો છું અને અહીં કપિલ મુનિનું મંદિર સદીઓથી આધ્યાત્મ અને પ્રકૃતિના સંરક્ષણનું પ્રતીક બની ગયું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એટલે જ કહેવાય છે – દરેક તીર્થધામ વારંવાર, પણ ગંગાસાર એક વાર. આ રીતે આ યાત્રાધામાની મહિમા આપણા પૂર્વજોએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, આપણા પુરાણો અનુસાર મહારાજા ભગીરથ પોતાના સાત હજાર પૂર્વજોની મુક્તિ માટે મા ગંગાને હિમાલયની ગોદમાંથી લઈને ગંગાસાગર સુધી આવ્યા અને આજે પુણ્યસલિલા ગંગા હજારો વર્ષો પછી પણ સંપૂર્ણ ભારતવર્ષના લોકો માટે જીવનદાયિની અને મુક્તિદાયિની છે.
ગંગાસાગર પર કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી ગંગાના શુદ્ધિકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અત્યારે બંગાળમાં ગંગાસાગરની સ્થિતિ અત્યંત દયનીય છે, જેને સરકાર બનાવ્યા પછી બરોબર કરવામાં આવશે અને બંગાળમાં પણ ગંગાસાગર સુધી નમામિ ગંગે પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, ગંગા મૈયાને શુદ્ધ કરવા, પ્રદૂષણથી મુક્ત કરવાનો કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને તમામ બાળકોને વાત્સલ્ય સાથે ગંગા મૈયાના નિર્મળ જળના આશીર્વાદ મળી શકે એવી ગંગાનું નિર્માણ કરવાનું કામ કરવામાં આવશે.
કપિલ મુનિના આશ્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
SD/GP/ JD
(Release ID: 1699228)
Visitor Counter : 229