પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ સમયે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
21 OCT 2020 11:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ સમયે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પોલીસ સ્મૃતિ દિવસ સમગ્ર ભારતભરમાં આપણા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશે છે. આપણે કર્તવ્ય અને ફરજ કાજે શહીદ થયેલા તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમના બલિદાન અને સેવાને હંમેશા યાદ રાખવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થાને જાળવવાથી લઈને ભયાનક ગુનાઓનું નિવારણ કરવા, આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયથી લઈને કોવિડ-19 સામેની લડત સુધી આપણા પોલીસ કર્મચારીઓ હંમેશાં નિઃસંકોચ શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. નાગરિકોને મદદ કરવા તેમની મહેનત અને તત્પરતા પર આપણને ગર્વ છે.”
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(रिलीज़ आईडी: 1666353)
आगंतुक पटल : 363
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam