ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી


દીન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખ માટે રૂપિયા 520 કરોડના વિશેષ પેકેજથી તેમના અર્થતંત્રને ખૂબ જ મોટો વેગ મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં 10 લાખ કરતાં વધારે મહિલાઓ સશક્ત બનશે

“ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ દિવસ છે! મોદી મંત્રીમંડળે રૂ. 5,718 કરોડની કિંમતની ‘રાજ્યો માટે શિક્ષણ- અભ્યાસ અને પરિણામોનું મજબૂતીકરણ (સ્ટાર્સ) પરિયોજના’ના અમલ માટે મંજૂરી આપી છે”

“રૂઢિવાદી બંધનો તોડીને, પ્રધાનમંત્રી મોદીની સરકારની સ્ટાર પરિયોજના સમજણ સાથે અભ્યાસ પર આધારિત રહેશે અને તેનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ મળશે”

Posted On: 14 OCT 2020 8:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટના માધ્યમથી, આજે મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દીન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખ માટે રૂપિયા 520 કરોડના વિશેષ પેકેજની મંજૂરી આપવાથી તેમના અર્થતંત્રને ખૂબ જ મોટો વેગ મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં 10 લાખ કરતાં વધારે મહિલાઓને આજીવિકા પૂરી પાડીને તેમજ તેમને આત્મનિર્ભર બનાવીને આ મહિલાઓને સશક્ત બનાવી શકાશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્સ પરિયોજના “ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ દિવસ છે! મોદી મંત્રીમંડળે રૂ. 5,718 કરોડની કિંમતની રાજ્યો માટે શિક્ષણ- અભ્યાસ અને પરિણામોનું મજબૂતીકરણ (સ્ટાર્સ) પરિયોજનાના અમલ માટે મંજૂરી આપી છે. NEPના હેતુઓને અનુરૂપ, તે અંતર્ગત ગુણવત્તા આધારિત અભ્યાસના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, “રૂઢિવાદી બંધનો તોડીને, પ્રધાનમંત્રી મોદીની સરકારની સ્ટાર પરિયોજના સમજણ સાથે અભ્યાસ પર આધારિત રહેશે. તેનાથી શિક્ષકો માટે ક્ષમતા નિર્માણની કવાયતો પૂરી પાડીને અને શાળાકીય શિક્ષણ તંત્ર પર દેખરેખ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ મળશે.

 

SD/GP/BT



(Release ID: 1664572) Visitor Counter : 153