જળશક્તિ મંત્રાલય
મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્ષમતા નિર્માણ, સંશોધન અને વિકાસ તથા સ્થાયી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની અસરકારકતા વધારવા અંગેના કરારને મંજૂરી આપી
Posted On:
14 OCT 2020 4:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ (સીજીડબ્લ્યુબી), જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને ઓસ્ટ્રેલિયાના મેનેજીંગ એક્વિફર રિચાર્જ અને સસ્ટેનિંગ ગ્રાઉન્ડ વોટર યુઝ થ્રુ વિલેજ લેવલ ઈંટરવેંશન (MARVI) પાર્ટનર્સ વચ્ચે ઓક્ટોબર, 2019માં થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
કૃષિ, શહેરી, ઔદ્યોગિક અને પર્યાવરણીય હેતુઓ માટે પાણી પ્રાપ્ત કરવાની સુરક્ષાની સાથે સપાટી પરના જળ અને ભૂગર્ભ જળ તાલીમ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
SD/GP/BT
(Release ID: 1664561)
Visitor Counter : 120