સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો


સતત ત્રીજા દિવસે 6 લાખથી વધુ પરીક્ષણોકરવામાં આવ્યા

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 16000ને પાર

Posted On: 06 AUG 2020 7:40PM by PIB Ahmedabad

ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટવ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે સતત ત્રીજા દિવસે 6 લાખ કરતા વધુ કોવિડ -19 નમૂનાઓનું પરીક્ષણ ચાલુ રાખ્યું છે. દરરોજ કરવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં ઝડપથી વધારો કરવાના ભારતના સંકલ્પના પરિણામે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો લેવામાં 10 લાખ / દિવસ પરીક્ષણની ક્ષમતા તરફ સફળ કૂચ થઈ રહી છે.

આજની તારીખે સંચિત પરીક્ષણ 2,21,49,351 પર પહોંચી ગયું છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 16050 થયા જે નોંધપાત્ર રીતે વધ્યા છે. માત્ર સઘન પરીક્ષણ દ્વારા જ પોઝીટીવ કેસો ઓળખી શકાય છે, તેમના સંપર્કો ટ્રેક કરવામાં આવે છે અને આઇસોલેટ કરવામાં આવે છે તેથી તાત્કાલિક સારવારની ખાતરી આપી શકાય.

"ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" વ્યૂહરચનાના સફળ અમલીકરણ માટેનો મુખ્ય ઘટક એ દેશભરમાં પરીક્ષણ લેબોરેટરીનું સતત વિસ્તૃત નેટવર્ક રહ્યું છે. આજદિન સુધીમાં લેબોરેટરી નેટવર્કમાં 1370 લેબોરેટરી છે; સરકારી ક્ષેત્રમાં 921 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રમાં 449 લેબોરેટરી છે. તેની વિગતો નીચે મુજબ છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 698 (સરકારી: 422 + ખાનગી: 276)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 563 (સરકારી: 467 + ખાનગી: 96)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 109 (સરકારી: 32 + ખાનગી: 77)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT


(Release ID: 1643914) Visitor Counter : 248