જળશક્તિ મંત્રાલય

ગુજરાત જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું નેતૃત્વ કરશે

Posted On: 14 MAY 2020 5:33PM by PIB Ahmedabad

જળ જીવન મિશન (JJM) અંતર્ગત ગુજરાત ગ્રામીણ  પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું અમલીકરણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્યના બે જીલ્લાઓમાં પ્રોજેક્ટ પહેલેથી કાર્યરત છે જેથી કરીને પાણીના જથ્થાની કામગીરીનું નિરીક્ષણ કરી શકાય જેમ કે નિયમિતપણે અને લાંબા સમયગાળાના આધાર પર પ્રત્યેક ગ્રામીણ  પરિવારને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉલ્લેખિત ગુણવત્તા સાથે પૂરું પાડવામાં આવે.

 

ગુજરાત કે જે પ્રાથમિક રીતે પાણીની તંગી ધરાવતું રાજ્ય છે, તેણે અત્યાર સુધી સંકટ સામે ખૂબ વ્યુહાત્મક પહોંચ અપનાવી છે. રાજ્ય પાસે પીવાના પાણીના જથ્થાના વ્યવસ્થાપનમાં પહેલેથી સારું સામુદાયિક સંકલન છે કે જે વોટર એન્ડ સેનિટાઈઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO)ના માધ્યમથી 2002માં શરુ થયું હતું. મજબૂત પાયો હોવાના કારણે રાજ્ય વોટર સર્વિસ ચાર્જના રૂપમાં સમુદાય પાસેથી આશરે 70% વાર્ષિક O&M ખર્ચ પ્રાપ્ત કરે છે.

ગઈકાલે રાજ્યના અધિકારીઓની પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગની સાથે એક બેઠક યોજવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2020-21 માટે ગ્રામીણ  પરિવારોને પારિવારિક નળના જોડાણો પુરા પાડવા માટે વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવા માટેનો હતો. રાજ્યમાં કુલ 93.6 લાખ ગ્રામીણ  પરિવારોમાંથી 65 લાખ (70%) પાસે પહેલેથી પારિવારિક નળના જોડાણો છે. રાજ્ય વર્ષ 2020-21માં ગ્રામીણ  વિસ્તારોમાં 11.15 લાખ પારિવારિક નળના જોડાણો પુરા પાડવાનો છે. રાજ્યએ પ્લાન ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTCs)નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સામે આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. બાકી રહી ગયેલા વિસ્તારોમાં વિશાળ પશુધનની વસ્તી, ઓછી વસ્તી ગીચતા ધરાવતા પહાડી પ્રદેશો, ખૂબ ક્ષાર ધરાવતા દરિયાકિનારાના વિસ્તારો, નીચલા સ્તરના પાણીઅ સંસાધનો ધરાવતા વિસ્તારોનો અને બારમાસી વિશાળ પાણીનો જથ્થો ધરાવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યએ સપ્ટેમ્બર 2022 સુધીમાં 100% કવરેજનું લક્ષ્ય રાખ્યું છે.

 

રાજ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવા સ્થળોને કેપિટલાઈઝ કરવા ઉપર નોંધપાત્ર ભાર મૂકી રહ્યું છે જેવા કે એવા ગામડાઓ અને વિસ્તારો કે જ્યાં ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે પાઈપલાઈન દ્વારા પાણીની સુવિધા પહેલેથી ઉપલબ્ધ છે. રાજ્ય પ્રાથમિકતાના સ્તરે તમામ નબળા વર્ગના બાકીના પરિવારોને તાત્કાલિક ધોરણે FHTCs પુરા પાડવાનું આયોજન કરી રહ્યું છે. ગ્રામીણ  સમુદાયની સક્રિય ભાગીદારી સાથે વિલેજ એક્શન પ્લાન (VAP)ના અસરકારક અમલીકરણ માટે એક ચોક્કસ રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલ JJMનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના 18 કરોડ ગ્રામીણ  પરિવારોને નળના પાણીના જોડાણો પુરા પાડવાનો છે. મહત્વાકાંક્ષી યોજના તમામ રાજ્યોને લાભકારક નીવડી રહી છે કારણ કે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રત્યે ગ્રામીણ  પરિવારને પાણીના નળનું જોડાણ મળી રહે તે માટે સખત મહેનત કરી રહ્યા છે.

 

કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિના કારણે પાણી તમામની માટે ઉપલબ્ધ કરવું જરૂરી છે કે જેની માટે ભારત સરકાર દ્વારા રાજ્યોને પાણીના પુરવઠાને લગતા કાર્યોને પ્રાથમિકતાના ધોરણ પર હાથમાં લેવા જણાવવામાં આવ્યું છે. આવનારા સમયમાં ગ્રામ પંચાયતો અને ગામડાઓ દ્વારા ગ્રામીણ  પરિવારોની અંદર પારિવારિક નળ ઉપલબ્ધ કરવામાં આવે તે બાબતની ખાતરી કરવા માટે એક વ્યવસ્થિત આયોજન હોવું ખૂબ જરૂરી છે. તે પરિવારના આંગણામાં પીવાના પાણીની ખાતરી કરશે અને સાથે જાહેર સ્ટેન્ડ પોસ્ટ ઉપર ભીડ એકઠી થતી અટકાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં સહાયભૂત બનશે.

GP/DS



(Release ID: 1623907) Visitor Counter : 1695