નાણા મંત્રાલય
અટલ પેન્શન યોજના (એપીવાય) – પાંચ વર્ષ પૂર્ણ થયા
સફળ અમલના પાંચ વર્ષ પૂર્ણ થયા, અટલ પેન્શન યોજનાએ 2.23 કરોડની નોંધણીની નોંધપાત્ર સફળતા મેળવી
Posted On:
11 MAY 2020 5:19PM by PIB Ahmedabad
ભારત સરકારની સામાજિક સુરક્ષા પ્રદાન કરતી મહત્ત્વાકાંક્ષી ‘અટલ પેન્શન યોજના’ (એપીવાય)એ અમલીકરણના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 9 મે, 2015ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને વૃદ્ધાવસ્થામાં આવક પ્રદાન કરવાના અને 60 વર્ષની વય પછી લઘુતમ સરકારી પેન્શન આપવાના ઉદ્દેશ સાથે આ યોજનામાં પેન્શનની જાળ અંતર્ગત 2.23 કરોડ કામદારોની નોંધણી થઈ છે, જે ભારતમાં સતત વધી રહેલી વરિષ્ઠ નાગરિકોની વધતી સંખ્યાને સુનિશ્ચિત આવક પ્રદાન કરવા માટે અત્યારે પણ પ્રસ્તુત છે. આ યોજનામાં નોંધપાત્ર નોંધણી થવા ઉપરાંત યોજનાનો અમલ દેશભરમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તૃતપણે થયો છે, જેમાં પુરુષ અને મહિલાઓનો રેશિયો 57:43 છે.
એપીવાયની આ પાંચ વર્ષની સફર અભૂતપૂર્વ રહી છે અને 9 મે, 2020ના રોજ યોજના અંતર્ગત કુલ નોંધણી 2,23,54,028 થઈ હતી. આ યોજના શરૂ થયાના પ્રથમ બે વર્ષ દરમિયાન લગભગ 50 લાખ સબસ્ક્રાઇબરની નોંધણી થઈ હતી, જે ત્રીજા વર્ષમાં બમણી થઈને 100 લાખ થઈ હતી અને ચોથા વર્ષમાં 1.50 કરોડના આંકડાને હાંસલ કર્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં યોજના હેઠળ લગભગ 70 લાખ સબસ્ક્રાઇબરોની નોંધણી થઈ હતી.
અટલ પેન્શન યોજનાનું વહીવટી કરતાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના ચેરમેન શ્રી સુપ્રતિમ બંદોપાધ્યાયે કહ્યું હતું કે, “સરકારી અને ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, પેમેન્ટ બેંકો, સ્માલ ફાઇનાન્સ બેંકો, ટપાલ વિભાગ તથા પ્રાદેશિક સ્તરની બેંકર સમિતિઓના અવિરત પ્રયાસોને કારણે જ પેન્શનના કવરેજ અંતર્ગત સમાજનાં સૌથી નબળાં વર્ગોને લાવવાનું શક્ય બન્યું છે.”
એપીવાયમાં 18થી 40 વર્ષની વય ધરાવતો, બેંક ખાતું ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક નોંધણી કરાવી શકે છે. આ યોજના ત્રણ વિશિષ્ટ લાભ આપે છે. પ્રથમ, આ યોજના 60 વર્ષની વયે પહોંચનાર વ્યક્તિને લઘુતમ પેન્શન રૂ. 1000થી રૂ. 5000 વચ્ચે પ્રદાન કરશે. બે, આ પેન્શન સબસ્ક્રાઇબરને આજીવન મળે છે અને એના નિધન પછી એના જીવનસાથીને મળે છે. ત્રણ, પેન્શનધારક અને એના જીવનસાથીના નિધન પછી સંપૂર્ણ પેન્શન ભંડોળ વારસદારને ચુકવવામાં આવે છે.
પીએફઆરડીએના ચેરમેન (શ્રી સુપ્રતિમ બંદોપાધ્યાય)એ કહ્યું હતું કે, “એપીવાય અંતર્ગત લાયકાત ધરાવતા લોકોના ફક્ત પાંચ ટકા લોકોને આવરી લીધા છે અને આગળ જતાં વધુને વધુ લોકોને આવરી લેવાનું મોટું કાર્ય પાર પાડીશું. આ યોજનાના સામાજિક મહત્ત્વને સમજીને અમે અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરવા માટે સક્રિય પહેલો સતત હાથ ધરી છે તથા જ્યારે અનપેક્ષિત સ્થિતિ ઊભી થાય છે, ત્યારે એનું સમાધાન થશે.”
પીએફઆરડીએ વિશે
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) અને પેન્શન સ્કીમનું નિયમન કરવા અને એને પ્રોત્સાહન આપવા તથા એમાં વ્યવસ્થિત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા સ્થાપિત કાયદેસર સંસ્થા છે, જેની રચના આ કાયદાને લાગુ કરવા માટે થઈ છે. એનપીએસ શરૂઆતમાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ શરૂઆતમાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી હતી, જેનો અમલ 1 જાન્યુઆરી, 2004થી થયો હતો અને પછી લગભગ તમામ રાજ્ય સરકારોએ એના કર્મચારીઓ માટે એનો સ્વીકાર કર્યો હતો. એનપીએસનો લાભ સ્વૈચ્છિક ધોરણે તમામ ભારતીય નાગરિકો (રહેવાસી/બિનરહેવાસી/વિદેશી) અને તમામ કોર્પોરેટ કર્મચારીઓને પણ આપવામાં આવ્યો છે.
એનપીએસ અને અટલ પેન્શન યોજના અંતર્ગત 30 એપ્રિલ, 2020ના રોજ સબસ્ક્રાઇબરની કુલ સંખ્યા 3.46 કરોડનો આંકડો વટાવી ગઈ હતી તથા એની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને રૂ. 4,33,555 કરોડ થઈ છે. એનપીએસ અંતર્ગત 68 લાખથી વધારે કર્મચારીઓની નોંધણી થઈ છે તથા કોર્પોરેટ તરીકે રજિસ્ટર્ડ ખાનગી ક્ષેત્રની 7,616 કંપનીઓના 22.60 લાખ સબસ્ક્રાઇબરની નોંધણી થઈ છે.
GP/DS
(Release ID: 1623097)
Visitor Counter : 270